જાણો એવું તો શું કહ્યું સોનુ સૂદે કે થઇ ગયો ટ્રોલ, અને યુઝર બોલ્યા….

સોનુ સુદ ઉત્તર ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને યોગ્ય ગણાવી રહ્યાં છે એટલું જ નહીં સોનુ સુદ તેને સપોર્ટ પણ કરી રહ્યાં છે. જો આપણે સોનૂ સુદના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર એક નજર નાંખીએ તો તેના પરથી ખ્યાલ આવી જાય કે સોનુ સુદ થઇ રહેલા આ ખેડૂત આંદોલનને યોગ્ય માને છે પરંતુ એક્ટર એક કારણથી ટ્રોલ પણ થઇ રહ્યો છે.

સોનૂ સુદ થઈ રહ્યા છે ટ્રોલ

image source

ઉત્તર ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સોનૂ સુદ યોગ્ય તો ગણાવી રહ્યાં છે પણ કેટલાક સોશિયલ મીડિયા યુઝરે તેમને ટ્રોલ
પણ કર્યા છે. એક યુઝરે કહ્યું કે સર છૂપાઇને કેમ ..ખુલીને વિરોધ કરો ને.. મોદી ખેડૂત વિરોધી છે. તો બીજા યુઝરે લખ્યું કે સર એક વાર વાંચવુ તો હતુ. આ ખેડૂતો જે વિરોધ કરી રહ્યાં છે તે કોંગ્રેસ દ્વારા આયોજીત છે.

ચાલો જાણી લઈએ શું કહ્યું યુઝર્સે?

image source

ખેડૂતોનું કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધનું આંદોલન દિલ્હી સુધી પહોંચી ગયુ છે અને એમની સામે સરકાર પણ ઝૂકી ગઇ છે. તમને જણાવી દઈએ કે પહેલા ખેડૂતોને દિલ્હી આવવાની મનાઇ હતી પમ હવે તેમને ત્યાં આવવાની પરવાનગી આપી દેવામાં આવી છે. સિંધુ બોર્ડર પર હાલમાં પણ તણાવ છે. હરિયાણા અને પંજાબના મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ ગયા છે અને ત્યાં ક્યારેક પથ્થરમારો પણ થઈ રહ્યો છે.

image source

તમને ખ્યાલ જ હશે કે કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમય દરમિયાન ઘણા બધા લોકોની મદદ કરીને સોનુ સૂદ મસીહા બની ગયો છે. એટલું જ નહીં લાખો લોકો આજે પણ સોનુ સૂદ પાસે મદદ માંગી રહ્યાં છે અને સોનુ બધાંની મદદ પણ કરી રહ્યા છે. અને આ જ કારણે, રિયલ લાઈફના આ હીરોને મળવા માટે તેનો એક ફેન બિહારથી મુંબઇ સાઈકલ પર નીકળી પડ્યો છે. અરમાન નામના આ ફેન વિશે જ્યારે સોનુ સૂદને ખબર પડી તો તેણે સહેજ પણ સમય બગડ્યા વગર તરત જ વારાણસી પહોંચ્યો અને તેના માટે મુંબઈની ફ્લાઈટ ટિકિટ બુક કરી દીધી.

image source

મળેલા રિપોર્ટ મુજબ, સોનુ સુદએ તેના ફેન અરમાન સાથે વાત કરી અને તેને એને કહ્યું કે તમે આવું ન કરો. તમે મને મળવા માંગો છો તો જરૂર મળો પણ આ રીતે નહીં. સોનુએ આ વિશે કહ્યું કે એ વારાણસી પહોંચી ચૂક્યો હતો. મૈં તેને મનાવ્યો અને મુંબઈ આવવા માટે ફ્લાઈટની ટિકિટ બુક કરાવી દીધી.એટલું જ નહીં તેને રોકાવા માટે હોટલની વ્યવસ્થા પણ કરી દીધી. જો હું તેના માટે આટલો ખાસ છું તો હું પણ તેના માટે આટલું તો કરી જ શકું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત