જાણો બસમાં મુસાફરી કરતી વખતે કોરોનાથી બચવા શું કરશો અને શું નહિં…

કોરોના વાયરસ સંક્રમણની મહામારી સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહી. જેના કારણે લોકોને કારણ વગર ઘરની બહાર નહી નીકળવાની સલાહ આપવામાં આવી છે. વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવાની સાથે જ સામાજિક અંતર જાળવવાનું પણ મહત્વનું છે. જરૂરિયાત ના હોય તો વ્યક્તિએ મુસાફરી કરવાનું ટાળવું જ યોગ્ય છે. તેમ છતાં કેટલીક એવી પરિસ્થિતિ સામે આવી જાય છે કે, આપે બહાર જવું પડે અને બસમાં મુસાફરી કરવી ફરજીયાત થઈ જાય છે તો આજે અમે આપને કોરોના બસમાં મુસાફરી કરતા સમયે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો વિષે જણાવીશું જેમાં આપને બસમાં મુસાફરી કરતા સમયે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેના વિષે જણાવીશું.

image source

-કોરોના વાયરસની મહામારીના સમયગાળા દરમિયાન સાવચેતી એ જ એકમાત્ર ઉપાય.

-શક્ય હોય ત્યાં સુધી બસમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

-બસમાં મુસાફરી કરતા સમયે રાખો કેટલીક સાવધાનીઓનું ધ્યાન.

હવે જાણીશું બસમાં મુસાફરી કરતા સમયે આપે શું કરવું જોઈએ.

image source

-જરૂરિયાત ના હોય ત્યાં સુધી અન્ય કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવું નહી, આ સાથે જ આપે ટીકીટ પણ ઓનલાઈન બુક કરવી.
-આપે ફેસ માસ્ક હંમેશા પહેરેલ રાખવું અને થોડાક થોડાક સમયે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરીને પોતાના હાથને સેનેટાઈઝ કરતા રહેવું.

image source

-આપે બસમાં મુસાફરી કરતા પહેલા પોતાના શરીરના તાપમાનને તપાસી લેવું જોઈએ.

-આપે આપના હાથને નિયમિત રીતે હાથ ધોતા રહેવું જોઈએ. આ સાથે જ બસમાં ચઢતા પહેલા અને ઉતર્યા પછી ખાસ કરીને હાથને સેનેટાઈઝ કરતા રહેવું.

-આપે ખાસ ધ્યાન રાખવું કે, આપના ફેસ માસ્કથી નાક અને મોઢું હંમેશા ઢંકાયેલા રહે.

-જો આપની પાસે ટીશ્યુ ના હોય તો આપે સ્લીવને આડી રાખીને છીક ખાવી જોઈએ કે પછી ખાંસી ખાવી જોઈએ.

-જો આપ રાતના સમયે કે પછી લાંબી મુસાફરી કરી રહ્યા છો તો આપે પોતાના ઓઢવાની, ઓશિકા અને પાણીની બોટલની વ્યવસ્થા કરીને જ બસમાં મુસાફરી કરવી જોઈએ.

image source

-જો આપ કોઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરવાના છો તો આપે તે રાજ્યોની ગાઈડલાઈનનું અનુસરણ કરવાનું રહેશે.

બસમાં મુસાફરી કરતા સમયે આપે ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ.

image source

-જો આપનું સ્વાસ્થ્ય યોગ્ય ના હોય કે પછી આપને પોતાનામાં કોરોના વાયરસના લક્ષણો જણાઈ રહ્યા છે તો આપે બસમાં મુસાફરી કરવાનું ટાળી દેવું જોઈએ.

-આપે વારંવાર પોતાના ચહેરાને, નાકને, મોઢાને અડવું જોઈએ નહી.

-જ્યાં સુધી આપ બસની અંદર હોવ ત્યાં સુધી યોગ્ય કારણ વગર માસ્કને ચહેરા પરથી દુર કરવું જોઈએ નહી.

image source

-આપે જરૂરિયાત ના હોય ત્યાં સુધી આર્મરેસ્ટ. સ્વિચ, બારી, સીટના હેન્ડલને અડવું જોઈએ નહી.

-આપે આપના ગ્લવ્ઝ, માસ્ક, ટીશ્યુને બસની અંદર ઉતારીને ફેંકવા જોઈએ નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત