બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકાએ પતિ સાથેના બેડરૂમ સિક્રેટ કર્યા શૅર, કહ્યું-બેડરૂમમાં સવારમાં ઉઠતાં વેંત જ નિક કરે છે આવી હરકત

રિલેશનમાં હતા ત્યારથી લઈને લગ્ન પછી પણ એક કપલ ભારે ચર્ચામાં રહે છે. આ કપલનું નામ છે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ. પ્રિયંકા નિકના લગ્નને આજે 2 વર્ષ પૂર્ણ થયા. 2 ડિસેમ્બર 2018ના રોજ હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી બંનેએ જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નનો કાર્યક્રમ 4 દિવસ ચાલ્યો હતો. તેમના લગ્નમાં દેશ-વિદેશમાંથી મહેમાનો સામેલ થયા હતા ત્યારે હાલમાં જ પ્રિયંકાએ તેના બેડરૂમ સિક્રેટ શૅર કર્યા હતા. કે જે હવે ભારે ચર્ચામાં છે.

image source

સંબંધ ટકાવવાની વાત આવે ત્યારે દેશી ગર્લનો એક નિયમ છે કે જેના કારણે બન્નેના સંબંધો ટકી રહ્યા છે. પ્રિયંકાને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે અમારી વચ્ચે એક જ નિયમ છે અને તે અમે ફૉલો કરીએ છીએ જેના કારણે અમારી વચ્ચે બેલેન્સ છે.

image source

અમારા બીઝી શિડ્યુઅલ વચ્ચે પણ અમને બંનેને આ નિયમ લાગૂ પડે છે. આ નિયમ અમે તોડતા નથી કદાચ એટલા માટે જ અમારો સંબંધ ટકી રહ્યો છે. તે નિયમ છે કે બે કે 3 અઠવાડિયાથી વધુ અમારે અક બીજા વગર રહેવું નહી. આટલો સમય થાય એટલે અમારે એક બીજા સાથે સમય સ્પેન્ડ કરવાનો જ તેવો નિયમ છે, મને એવું લાગે છે કે જેના કારણે જ આ બધુ સરસ ચાલી રહ્યું છે.

image source

આ સિવાય વાત કરીએ તો એક ઇન્ટરવ્યૂમાં દેશી ગર્લે કહ્યું હતું કે, આ થોડુ અજીબ લાગશે પરંતુ હું ઉઠુ ત્યારે નિકને મારો ચહેરો જોવો ગમે છે. હું તેને કહું છુ કે એક મિનીટ હું મસ્કરા અને ચહેરા પર થોડુ મોશ્ચરાઇઝર લગાવી લઉ પરંતુ તે મને ના પાડે છે કે તને આવી રીતે જ જોવી ગમે છે.

image source

પ્રિયંકાએ કહ્યું કે નિક મને કહે છે કે મને તારો ચહેરો ઘૂરવા દે, તુ હજુ સુધી વ્યવસ્થિત રીતે ઉઠી નથી, મજાક નથી કરી રહ્યો પરંતુ તું ખુબ સુંદર દેખાય છે. આના વિશે પ્રિયંકા કહે છે કે-બધાને એવી ઇચ્છા હોય કે તમારા પતિ પણ આવું કરે પરંતુ તે થોડું વિચિત્ર લાગે છે. બોલિવૂડ ફિલ્મ્સની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિંક’ માં જોવા મળી હતી. ટૂંક સમયમાં પ્રિયંકા રાજકુમાર રાવ સાથે ‘ધ વ્હાઇટ ટાઇગર’માં મેઈન રોલમાં જોવા મળશે.

image source

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડીએ આજથી બરાબર 2 વર્ષ પહેલાં 2 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલનું ફેન-ફોલોઇંગ સમગ્ર વિશ્વમાં છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની મુલાકાત 2017માં યુએસમાં એક ફંક્શન દરમિયાન થઈ હતી. આ પછી, બંનેએ ડેટિંગ શરૂ કરી અને થોડા મહિના પછી લગ્ન કરી લીધા. પ્રિયંકા અને નિકના લગ્ન રાજસ્થાનના જોધપુરમાં સંપૂર્ણ હિન્દુસ્તાની રીત રિવાજો પ્રમાણે થયા હતા અને આખા વિશ્વના મીડિયાએ આ લગ્નની નોંધ લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત