કાળઝાળ ગરમીમાં હાથ-પગ થઇ ગયા છે બહુ કાળા? તો આ ઉપાયોથી સ્કિન કરી દો એકદમ મસ્ત

તડકાના કારણે હાથ અને પગ કાળા પડી જાય છે. અને આ સનટેન દૂર થતુ નથી. સનટેન ને જવામાં સમય લાગે છે. તો આજે અમે આપ ને કેટલીક સરળ ટિપ્સ બતાવીશું જે શરીર પર જામેલી કાળાશ દૂર કરશે, અને તમને ગ્લોઇંગ સ્કિન આપશે. શરત માત્ર એટલી છે કે આ ઉપાય તમારે નિયમિત કરવાનો છે. અમે અહીં આપને કેટલીક ટિપ્સ વિશે જાણકારી આપી છે.

image source

આપ તમારા સ્કિન ટોન પ્રમાણે કોઇ પણ ટિપ્સ અજમાવી શકો છો. મિક્સ સ્કિનમાં આ ટિપ્સ યુઝ કરી શકાશે. જો તમારી ઓઇલી સ્કિન હોય તો ટામેટું અને પપૈયાની ટ્રિક યુઝ કરી શકો છો.અને તમારી સ્કિન ડ્રાય હોય તો આપ દૂધ, લીંબુ અને દહીંની ટ્રીક પણ યુઝ કરી શકો છો.

ટમેટાં :

ઓઇલી સ્કિન માટે ટામેટાં ને કાપીને તેને છીણી લો. તેનો પલ્પ તૈયાર થઇ જશે. હવે આ પલ્પને શરીર નો જે ભાગ કાળો છે, ત્યાં એટલે કે હાથ, પગ, ચહેરા, ગરદન પર લગાવી શકો છો. તે સૂકાઇ ગયા પછી તેને ધોઇ લો. આ ઉપાય કરવાથી સ્કિન પર જામેલી કાળાશ દૂર થઇ જશે.

દહીં :

image source

સનટેનને દૂર કરવા માટે ચણાનો લોટમાં દહીં અને લીંબુના રસ થોડોક રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. ત્યાર પછી તે સૂકાઇ જાય એટલે તેને સાદા પાણી થી ધોઇ લો. તે સિવાય તમે દહીમાં ચપટી હળદર મિક્સ કરીને હાથ, ગરદન અને ચહેરા પર વીસ મિનિટ સુધી સતત લગાવી રાખો. આ ઉપાય કરવાથી સનટેનની સમસ્યા દૂર કરી શકાય છે.

પપૈયા :

સનટેન ને ઓછું કરવા માટે પપૈયા ને મેશ કરીને પ્રભાવિત ભાગ પર લગાવીને રગડી લો. આ ઉપાય કરવાથી પણ મિનિટમાં સનટેન દૂર થઇ શકે છે.

દૂધ :

image source

ચાર મોટી ચમચી દૂધ, એક ચમચી મધ અને બે ચમચી લીંબુ નો રસ મિક્સ કરીને પંદર મિનિટ સુધી પ્રભાવિત જગ્યા પર લગાવીને રાખો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. આ ઉપાયથી સનટેનની સમસ્યાથી છૂટકારો મળે છે.

લીંબુ અને ખાંડ :

જો ટેનિંગ ની સમસમ્યા આકરી હોય તો લીંબુ અને ખાંડ ને મિક્સ કરીને આ મિશ્રણ ટેનિંગની જગ્યા પર ઘસો તેનાંથી ઘણો ફાયદો થશે.

કેસર અને ચંદન :

image source

કુદરતી સુંદરતા અને ગોરાપણું મેળવવા માટે કેસર એક સારી આયુર્વેદિક ઔષધી છે. એક વાટકા માં થોડા દુધ માં આઠ થી દસ કેસરનાં રેસા એક કલાક માટે પલાળી દો. અને તેમાં એક ચમચી ચંદન પાવડર ને ભેળવવાથી એક ઘરેલું ફેસ પેક તૈયાર થઇ જશે. તે તમારા શામળા ચહેરા ઉપર લગાવીને પંદર મિનીટ સુધી સુકાવા દો પછી પાણી થી ધોઈ લો.

બદામનો ફેસ માસ્ક :

ચહેરામાં ચમક અને નિખાર લાવવા માટે બદામ નો ફેસ માસ્ક અસરકારક નુસખો છે. રાત્રે સુતા પહેલા દુધમાં થોડી બદામ ની ગીરી પલાળી દો. આ પલાળેલી બદામને પીસી લો અને આ પેસ્ટ થી પોતાનો ચહેરાની મસાજ કરો. થોડી વાર પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપથી અને સારું પ્રણામ મેળવવા માટે રોજ આ ફેસ માસ્ક સાત દિવસ સુધી લગાવો.