પ્રિયંકા મારી બહેન હોવાના કારણે મને કોઈએ કામ જ ન આપ્યું, મીરા ચોપડાએ આપેલું નિવેદન સાંભળી ફેન્સ ચોંકી ગયા

અભિનેત્રી મીરા ચોપડા બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની કઝીન છે. તાજેતરમાં મીરા ચોપડાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે પ્રિયંકા ચોપડા હોવા છતાં પણ તેને તેની અભિનય કારકીર્દીમાં કોઈ મદદ મળી નથી. તમને જણાવી દઈએ કે મીરા ચોપડાએ 2005માં તમિલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી અને સતીષ કૌશિકની 2014ની કોમેડી-ડ્રામા ગેંગ ઓફ ઘોસ્ટ્સ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે મુખ્યત્વે દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. મીરા ચોપડાએ કહ્યું કે પ્રિયંકા ચોપડાને કારણે તેને ક્યારેય કોઈ કામ મળ્યું નથી.

Priyanka chopra cousin meera chopra says not got any work because of her
image source

અભિનેત્રી મીરા ચોપડાએ ઘણી તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પ્રિયંકા ચોપરા જોનાસની કઝીન છે અને પરિણીતી અને મન્નારા ચોપરા સાથે પણ સંબંધિત છે. મીરા આગળ કહે છે, ‘મેં હંમેશાં સાંભળ્યું છે કે લ્યો પ્રિયંકા ચોપડાની બહેન આવી છે, પરંતુ આજ સુધી મને કોઈ રોલ મળ્યો નથી.

image source

હું ખરેખર કહું છું કે પ્રિયંકાને કારણે મને કોઈ કામ મળ્યું નથી. જ્યારે પણ મને કોઈ નિર્માતાની જરૂર પડે ત્યારે તેઓએ મને કાસ્ટ નથી કરી કારણ કે હું પ્રિયંકાની બહેન છું. પ્રિયંકા સાથેના મારા સંબંધો મારી કારકિર્દી માટે સારા નહોતા, પરંતુ હા લોકોએ મને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું હતું

image source

તમને જણાવી દઈએ કે મીરા છેલ્લે ફિલ્મ ‘સેક્સન 375’ માં જોવા મળી હતી. આ સાથે તેણે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું છે. તે ‘કમાઠીપુરા’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે તે ફિલ્મ ‘નાસ્તિક’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ જોવા મળવાનો છે.

image source

આ પહેલાં પણ મીરા ચોપડા ચર્ચામાં આવી હતી કે જ્યારે એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડાએ ‘બિગ બૉસ 13’ પર ભડકી છે અને તેના મેકર્સ પર ગંભીર આરોપો લગાવીને બધાને ચોંકાવી દીધા હતા. મીરાએ ‘બિગ બૉસ 13’ને લઇને કેટલાય ટ્વીટ કર્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Meera Chopra (@meerachopra)

મીરા ચોપડાએ ‘બિગ બૉસ 13’ના મેકર્સ સિદ્ધાર્થ શુક્લા પર આરોપો લગાવ્યા છે, તેને કહ્યું કે આમાં મેકર્સનું બેવડુ વર્તન છે, બધાએ શૉ જોવાનો બંધ કરી દેવો જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Meera Chopra (@meerachopra)

આસિમ રિયાજ અને સિદ્ધાર્થ શુક્લાની વચ્ચે થયેલા ઝઘડાને લઇને પ્રિયંકા ચોપરાની કઝિન તેમન બોલિવુડ અભિનેત્રી મીરા ચોપરાએ મેકર્સ સહિત સલમાન ખાન પર ઘણા આરોપ લગાવ્યા છે. મીરાએ તેને લઇને એક ટ્વિટ કરી છે. અને આ શોને ફિક્સ્ડ જણાવતા તેને ન જોવાની વાત કહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *