નાદાન બાળકીએ સોનુ સુદ પાસે કરી આ માંગ, શું તમે જોયો આ સુપર ક્યૂટ વિડીયો?

બોલીવુડના અભિનેતા સોનુ સુદ છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં ફસાયેલ પ્રવાસી મજુરોને પોતાને વતન પરત મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરી આપવા માટે સોનુ સુદએ આગળ આવીને બંને રાજ્યોના અધિકારીઓ સાથે વાતચીત કરીને દરેક પ્રવાસી મજુરોને પોતાને વતન પાછા મોકલવા માટે દસ બસનો બધો જ ખર્ચ સોનુ સુદએ પોતાને ઉઠાવ્યો હતો. સોનુ સુદના આ કામના કારણે ખુબ જ ચર્ચામાં રહ્યા હતા.

image source

સોનુ સુદને હવે એક નાની બાળકીએ ખુબ જ રસપ્રદ માંગ કરતા અપીલ કરી છે. આ નાની બાળકીનો વિડીયો સોનુ સુદના એક ફેનએ ઈન્ટરનેટ પર શેર કર્યો છે. નાની બાળકીએ પોતાની મમ્મીને વિદેશમાં પોતાની નાનીના ઘરે મોકલવા માટે મદદ કરવાની માંગ કરી છે.

એક નાદાન બાળકીએ સોનુ સુદ પાસે ખુબ જ રસપ્રદ માંગ કરી દીધી છે. નાની બાળકીએ પોતાના પિતા તરફથી કહે છે કે, ‘સોનુ અંકલ, મેં સાંભળ્યું છે કે, આપ લોકોને ઘરે મોકલવામાં મદદ કરી રહ્યા છો. એટલા માટે પપ્પા પૂછી રહ્યા છે કે, શું આપ મારી મમ્મીને નાનીના ઘરે મોકલી શકો છો.? મને જણાવો.’

વિડીયોને તાત્કાલિક મદદ કેપ્શનની સાથે શેર કરવામાં આવ્યો છે. આ સાથે જ એ પણ અપેક્ષા કરવામાં આવી છે કે, સોનુ સુદ તેમની અપીલ પર તરત જ ધ્યાન આપે. વિડીયો શેર કરીને સોનુ સુદએ પણ જવાબ આપવામાં સમય લગાવ્યો નહી. સોનુ સુદએ લખ્યું કે, ‘આ સૌથી વધારે પડકારજનક છે. હું પુરા પ્રયત્ન કરીશ.’

મમ્મીને નાનીના ઘરે મોકલવા માટે અપીલ કરી.:

image source

સોનુ સુદ તાજેતરમાં જ કેટલાક દિવસોથી ઈન્ટરનેટ પર છવાઈ રહ્યા છે. લોકો સોનુ સુદના જુના ફોટો શેર કરીને સોનુ સુદની પ્રસંશા કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ સોનુ સુદની તુલના ભગત સિંહ સાથે કરી રહ્યા છે તો કેટલાક વ્યક્તિઓ સોનુ સુદને મસીહા જણાવી રહ્યા છે. અહિયાં સુધી કે મુંબઈથી બિહાર પહોચેલ એક પરિવારએ તો પોતાના બાળકનું નામ જ સોનુ સુદ રાખી દીધું છે.

image source

આપને જણાવીએ કે, લોકડાઉનમાં ફસાયેલ મજૂરોની મદદ કરવાને લઈને ચર્ચામાં આવેલ સોનુ સુદ પાસેથી હજી પણ મદદની આશા રાખી રહ્યા છે. સોનુ સુદને ઘણા પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. સોનુ સુદને કેટલાક એવા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે જે કઈક એવા છે જે લોકો માટે ખુબ જ હાસ્યનું કારણ બની રહ્યા છે. હજી કેટલાક દિવસોમાં સોનુ સુદને કેટલાક વ્યક્તિઓએ બ્યુટી પાર્લર કે પછી દારૂ દુકાનએ મોકલવા માટે મદદ માંગી હતી.

Source : DailyHunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત