પ્લેનની બારીમાં આ કારણે હોય છે નાનું કાણું, પ્લેનનો રંગ શા માટે હોય છે સફેદ, જાણો અજાણી વાતો

આપણે સૌ આજકાલ ફ્લાઈટ્સમાં મુસાફરી કરતા હોઈએ છીએ. આ સમયે કામના સંદર્ભે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી જાવ છો પણ શું તમે ક્યારેય પ્લેનની બનાવટ, તેના રંગ વિશે જાણવાની કોશિશ કરી છે કે શા માટે તેમાં ખાસ સુવિધાઓ અને કલરનો ઉપયોગ કરાય છે. નહીં ને.. તો આવો આજે અમે આપને જણાવીશુ પ્લેન સાથએના કેટલાક ફેક્ટ્સને વિશે.

image source

ફેક્ટ 1— ફ્લાઈટનો રંગ સફેદ શા માટે હોય છે

મોટાભાગે દરેક ફ્લાઇટનો રંગ સફેદ હોય છે. તેની ખાસ વાત એ છે કે સફેદ રંગના કારણે પ્લેનના બોડીમાં આવેલી કોઈ પણ ખામી જેમકે ક્રેક કે તેલનું લીકેજ પણ તરત જોઈ શકાય છે. આ સિવાય સફેદ રંગ ગરમીથી બચાવે છે. તેના કારણે 30 હજાર ફીટની ઉંચાઈએ પણ પ્લેન ઠંડું રહે છે.

ફેક્ટ 2 — પ્લેનની બારી શા માટે હોય છે નાની

image source

મુસાફરી સમયે તમે જોયું હશે કે બસ કે ટ્રેનની સરખામણીએ ફ્લાઈટ્સની બારીઓ નાની હોય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉંચાઈ પર ઉડતા પ્લેનની બહાર અને અંદરના પ્રેશરમાં ઘણું અંતર હોય છે. એવામાં બારી મોટી હોય તો તેના ગ્લાસના તૂટવાનો ખતરો વધારે રહે છે. આ કારણે ફ્લાઈટ્સની બારીઓને નાની રાખવામાં આવે છે. હા, કોકપિટની બારીઓ મોટી અને ચોરસ હોય છે. જેથી પાયલટ્સને બહારની વસ્તુઓ સ્પષ્ટ રીતે દેખાઈ શકે. કોકપિટની બારીમાં યૂઝ કરાયેલા ગ્લાસ મજબૂત અને મોંઘા હોય છે.

ફેક્ટ 3— પ્લેનની બારીઓ ગોળાકાર શા માટે હોય છે

image source

એરોપ્લેનની શરૂઆતમાં બારીઓને ચોરસ રખાતી હતી. પણ પ્રેશરના કારણે તે તૂટી જતી હતી. એવામાં ધીરે ધીરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના અને પ્લેનના આકારમાં ફેરફાર કરાયા. મળતી માહિતી અનુસાર સુરક્ષાને ધ્યાનમાં રાખીનેએન્જિનિયર્સે બારીઓને ચોરસ કરવાના બદલે તેને ગોળ અને ફરતી બનાવી. જેથી તેતનું પ્રેશર અલગ અલગ ભાગમાં વહેંચાઈ શકે. આ પછી તેના તૂટવાની શક્યતાઓ પણ ઘટી છે.

ફેક્ટ 4– પ્લેનની બારીઓમાં શા માટે હોય છે નાના કાણાં

image source

તમે ધ્યાનથી જોયું હોય તો પ્લેનની બારીમાં નાનું કાણું હોય છે. પ્લેનની બારીમાં 3 લેયરસ્ હોય છે. એક બહારની તરફ, એક અંદરની તરફ અને એક વચ્ચે. વચ્ચેના ભાગમાં એક નાનું કાણું હોય છે. જાણકારોનું કહેવું છે કે આ ભાગમાં કેબિન પ્રેશરને મેન્ટેન કરે છે. દબાણના કારણે બારીમાં તિરાડ આવે તો સૌ પહેલાં બહારનું લેયર તૂટશે. તેની સૂચના મળતાં પાયલટ જલ્દીથી ઉપરના ભાગમાં પ્લેનને લોઅર એલ્ટીટ્યૂડ સુધી લઈ જઈ શકે છે અને ખતરો ટાળી શકાય છે.

ફેક્ટ 5 — લેન્ડિંગ કે ટેકઓફમાં શા માટે ખોલવામાં આવે છે બારીઓના શટર

image source

તમે જોયું હોય તો પ્લેન લેન્ડિંગ કે ટેકઓફના સમયે બારીઓના શટર ખુલ્લા રાખવામાં આવે છે. જો કોઈ શટર પાડી દે છે તો એર હોસ્ટેસ તેને ખોલવાનું કહે છે. આ પ્લેન અને તેના પેસેન્જરની સુવિધા માટે હોય છે. ટેકઓફ પહેલાં જ પ્લેનની બારીમાં કોઈ ક્રેક હોય તો પેસેન્જરે તરત ક્રૂ મેમ્બર્સને સૂચના આપવી. જેથી ફ્લાઈટને ટેકઓફ કરતાં રોકી શકાય. આ પછી ફરી તે ઉડાન ભરી શકે છે. આવું જ લેન્ડિંગ સમયે પણ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત