આજથી એક માસ સુધી રાશીમાં રહેશે આવા ફેરફાર, જાણો તમારી રાશીમાં કેવા ફેરફાર થશે.?

ગ્રહોનો પ્રભાવ આપણા રોજિંદા જીવન અને વ્યવ્હાર પર પડે છે.. ત્યારે આજથી એક માસ સુધી ગ્રહોની ચાલમાં પરિવર્તન આવશે.. દેવગુરૂ બૃહસ્પતિ અને બુધ આજથી માર્ગી થશે.. અને ગુરુ બૃહસ્પતિ મકર રાશિમાં માર્ગી થશે તો બુધ કન્યા રાશિમાં માર્ગી થશે. આ બંને મોટા ગ્રહોની સીધી ચાલથી આ ત્રણ રાશિઓની મુશ્કેલી વધશે

image source

ગુરુ બૃહસ્પતિ 18 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11:39 વાગ્યે મકર રાશિમાં માર્ગી થશે અને 20 નવેમ્બર, 2021 સુધી કુંભ રાશિમાં આ સ્થિતિમાં રહેશે. બીજી બાજુ, બુધ કન્યા રાશિમાં તે જ દિવસે રાત્રે 08:46 વાગ્યે ગોચર કરશે. 22 દિવસ સુધી સ્વરાશિ કન્યા રાશિમાં સંક્રમણ કર્યા પછી, બુધ મંગળવાર, 02 નવેમ્બરના રોજ સવારે 09:43 વાગ્યે તુલા રાશિમાં ગોચર કરશે.

જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુ વૈભવ, સમૃદ્ધિ, જ્ઞાનનો કારક છે જ્યારે બુધ બુદ્ધિ, તર્ક ક્ષમતા અને વેપાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને મોટા ગ્રહોની સીધી ચાલથી આ ત્રણ રાશિઓની મુશ્કેલી વધશે.

કુંભ રાશિ (Aquarius):

image source

કુંભ રાશિના જાતકોની કુંડળીમાં, બુધને તેમના પાંચમા અને આઠમા સ્થાનનો સ્વામી માનવામાં આવે છે અને આ સમય દરમિયાન તે તેમના આઠમા સ્થાનમાં એટલે કે અચાનક થનારા નુકશાન તરફ ઇશારો કરે છે, પૂર્વજોની સંપત્તિમાં ખોટ આવી શકે છે.

image source

બીજી બાજુ, ગુરુ તેના બીજા સ્થાન અને અગિયારમા સ્થાનનો સ્વામી છે અને આ સમયગાળા દરમિયાન તે તેના બારમા ઘરમાં એટલે કે ખર્ચ, નુકસાન અને આધ્યાત્મિકતામાં રહેશે. બુધની આ સ્થિતિ દરમિયાન કુંભ રાશિના લોકોને સખત મહેનત કરવા છતાં ઇચ્છિત પરિણામ મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ (Capricornus):

મકર રાશિના લોકોની કુંડળીમાં બુધને તેમના છઠ્ઠા અને નવમા સ્થાનનો સ્વામી માનવામાં આવે છે અને આ સમય દરમિયાન તે તમારા નવમા સ્થાનમાં એટલે કે નસીબ, ધર્મ અને આધ્યાત્મિકતાના અર્થમાં ફરતો રહેશે.

image source

બીજી બાજુ, ગુરુ તેના ત્રીજા અને બારમા સ્થાનનો સ્વામી છે અને આ સમયગાળા દરમિયાન મકર રાશિના લોકો વધુ વ્યવહારુ બની શકે છે અને કોઈપણ કામ કરતા પહેલા બે વાર વિચારતા જોઈ શકાય છે. ભાગ્ય તેમને સાથ આપી શકે છે અને તેમની વાતચીત કુશળતા પણ સુધરી શકે છે.આર્થિક ફટકાથી બચવુ.