ટાઇટેનિક જહાજ સાથે જોડાયેલા કેટલાક એવા તથ્યો જે તમારા હોશ ઉડાડી દેશે

ટાઇટેનિક જહાજનું જીવનકાળ ભલે પાંચ દિવસ (10 એપ્રિલથી 15 એપ્રિલ 1912)સુધીનું જ હોય પણ ડૂબ્યાના દાયકાઓ પછી પણ એ લોકોના મનમાં ક્યાંકને ક્યાંક વસેલું છે. 1997માં જેમ્સ કેમરોને એના પર મુવી બનાવીને એની યાદોને ફરીવાર તાજી કરી દીધી હતી. ટાઇટેનિક પહેલુ લકઝરી શિપ હતું, જેનાથી પ્રેરણા લઈને પછી ઘણા લકઝરી હાઈ એન્ડ જહાજો બન્યા. તો ચાલો તમને જણાવી દઈએ ટાઇટેનિક વિશે રોચક વાતો.

image source

ટાઇટેનિક જહાજને ચલાવવા માટે એક દિવસમાં 600 ટન કોલસાની જરૂર પડતી હતી જેને ભટ્ટીમાં નાખવાનું કામ 176 લોકો કરતા હતા. એનાથી 24 કલાકમાં ઓછામાં ઓછા 100 ટન રાખ સમુદ્રમાં જતી હતી.

ટાઇટેનિક જહાજમાં 20000 બિયરની બોટલ, 1500 વાઇનની બોટલ અને 8000 સિગાર મુકેલી હતી જે ફક્ત ફર્સ્ટ કલાસ પેસેન્જરના ઉપયોગ માટે હતી.

ટાઇટેનિકના ઇન્ટિરિયરની પ્રેરણા લંડનના રિટઝ હોટલ પરથી લેવામાં આવી હતી.

ટાઇટેનિક એક આખે આખું તરતું શહેર હતું. એનું એટલાન્ટિક ડેઇલી બુલિટન નામનું પોતાનું ન્યૂઝ પેપર પણ હતું.

image source

ટાઇટેનિકના નિર્માણ દરમિયાન બે લોકોનું મૃત્યુ થયું હતું જ્યારે 246 લોકો જખમી થયા હતા.

એના ફર્સ્ટ કલાસ પેસેન્જરને મ્યુઝિક બુક આપવા આવી હતી જેમાં 352 ગીત હતા.જહાજમાં ઉપસ્થિત મ્યુઝીશિયનને બધા જ ગીત યાદ કરવા માટે કહેવામાં આવ્યું હતું જેથી જો કોઈ પેસેન્જર કોઈ ગીતની ફરમાઈશ કરે તો એ ગીત ગાઈ શકે.

તમને 997માં ફિલ્મ ટાઇટેનિકનો સીન યાદ હશે જેમાં જહાજ ડૂબતી વખતે ગીતો ગાતા હતા. આ એ સંગીતકારો માટે શ્રદ્ધાંજલિ હતી જે ટાઇટેનિકમાં સફર કરી રહ્યા હતા કારણ કે જ્યારે ટાઇટેનિકની બરફમાં પહાડ સાથે ટક્કર થઈ તો પણ એમને મ્યુઝિક વગાડવાનું ચાલુ રાખ્યું.

શુ તમે જાણો છો કે ટાઇટેનિકમાં બધા યાત્રીઓ માટે પૂરતા પ્રમાણમાં લાઈફબોટ્સ નહોતી. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલ 1912ના રોજ લાઈફબોટ ડ્રિલ થવાના હતા જે કોઈ કારણસર ન થઈ શક્યા..

image source

ટાઇટેનિકના બધા જ ઉપલબ્ધ ફોટામાં ચાર ચીમનીઓ દેખાય છે જ્યારે વાસ્તવમાં ત્રણ ચીમની જ ફંક્શનલ હતી. એક ફક્ત જહાજની સુંદરતા વધારવા માટે લગાવવામાં આવી હતી.

ઘણા લોકોનું માનવું છે કે જો ઓઝર્વેશન ડેસ્ક પાસે દૂરબીન હોત તો દુર્ઘટના ન થાત. જ્યારે અમુક લોકો જણાવે છે કે જહાજમાં દૂરબીન હતી. પણ જે બોક્સમાં દૂરબીન હતું એની ચાવી કોઈની પાસે નહોતી.

1898માં ટાઈટન નામનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું જેમાં એક મોટી પેસેન્જર શિપ આ જ રીતે નોર્થ એટલાન્ટિકમાં આઇસબર્ગ સાથે ટકરાઈ જાય છે. આ પુસ્તકના લખયાના 14 વર્ષ પછી બિલકુલ એવી જ ઘટના બની અને ટાઇટેનિક જહાજ બરફના પહાડ સાથે તકરાઈને તૂટી ગયુ.

image source

ટાઇટેનિકનું કાટમાળ 1985માં ન્યુફાઉન્ડલેન્ડના કોસ્ટ પર 12500 ફૂટ નીચે મળ્યું.

ટાઇટેનિકના યાત્રીઓને જે છેલ્લું ભોજન પીરસવામાં આવ્યું હતું એમક 11 પ્રકારના વ્યંજન હતા.