વાંચો એ છોકરીની કહાની જેને કિંગ ખાન પર લગાવ્યો હતો આ આરોપ, અને કહ્યું હતું..”શાહરૂખે મારી જિંદગી બરબાદ કરી નાખી”

શાહરુખ ખાન…એ ફક્ત બોલિવુડના એક હીરોનું નામ જ નહીં પણ એ ઓળખ છે રોમાન્સના બાદશાહની. ઇન્ડસ્ટ્રીમાં ઘણા હીરો આવ્યા જેમને દર્શકોને પ્રેમ કરતા શીખવ્યું પણ શાહરુખ જેવો પ્રેમ કરી શકવો એ દરેકનું કામ નથી.

image source

90ના દાયકાથી લઈને આજ સુધી ફિલ્મોમાં ફિલ્મોમાં શાહરખે જેવો રોમાન્સ દેખાડ્યો છે એવો રોમાન્સ મેળવવાની લગભગ દરેક છોકરી કલ્પના કરે છે. પોતાના રોમાન્સથી લાખો કરોડો દિલોને ધડકાવનારા શાહરૂખે એમ જ મુંબઈના બે પ્રેમ કરનારની જિંદગી બરબાદ કરી નાખી. આવું અમારું કહેવું નથી પણ આ દાવો મુંબઈના એક કપલે થોડા વર્ષો પહેલા કર્યો હતો.

image source

આ કહાની હ્યુમન્સ ઓફ મુંબઈના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવી હતી. આ કહાનીની શરૂઆત આ લાઈનથી થઈ હતી કે “શાહરુખ ખાને મારી જિંદગી બરબાદ કરી નાખી” વાત જનર એમ છે કે શાહરુખની રોમેન્ટિક ફિલ્મો જોઈને એક છોકરી પોતાના માટે એવા જ પ્રેમની આશા કરવા લાગી હતી જેવો પ્રેમ શાહરુખ ખાન ફિલ્મોમાં એમની હિરોઇનને કરે છે કાંઈક એવા પ્રેમને મેળવવાની તમન્ના લઈને એક છોકરીએ શાહરુખ ખાન પર આ આરોપ લગાવ્યો હતો.

image source

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પ્રેમ કહાનીની શરૂઆતમાં છોકરીએ લખ્યું “શાહરૂખે મારી જિંદગી બરબાદ કરી દીધી. બાળપણથી જ મેં આ સપનું જોયું હતું કે મારો પરફેક્ટ મેન મને પરફેક્ટ પ્રપોઝલ આપશે. બેકગ્રાઉન્ડમાં વાયોલિન વાગશે, એ મને પ્રેમથી જગાડશે, ત્યારે જ હવામાં મારા વાળ લહેરાવવા લાગશે અને એ ઘૂંટણ પર બેસીને મારી આંગળીઓમાં વીંટી પહેરાવશે પણ મારી સાથે આવું કઈ ન થયું.

image source

છોકરીએ આગળ લખ્યું છે કે હું મારા બંગાળી માતા પિતાને એ સમજાવવાની કોશિશ કરતી રહી કે મને આ પંજાબી છોકરા સાથે લગ્ન કરવા છે. અમે ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું અને અમારો મોટાભાગનો સમય પોતપોતાના પરિવારને સાથે લાવવામાં જ વીતી ગયો. અમારી ધામધૂમથી થયેલા લગ્નની વચ્ચે જ હું જાણી ગઈ કે મારું ફિલ્મી પ્રપોઝલ મને ક્યારેય નહીં મળે”

image source

છોકરીએ આગળ કહ્યું કે મને જ્યારે એ પ્રપોઝલ ન મળ્યું તો મેં વિચાર્યું કે કેમ ન હું જ આ કામ કરી લઉં. એ પછી અમવા ડેટ કરતી વખતે જે રેસ્ટોરેન્ટમાં પહેલીવાર મળ્યા હતા ત્યાં જ મેં સરપ્રાઈઝ પ્લાન કર્યું. મેં મેરી મી સોન્ગ વગાડાવ્યું અને ઘૂંટને બેસીને કહ્યું “આશિષ અગ્રવાલ શુ તું મારી સાથે લગ્ન કરીશ, એને મને ગળે લગાવી દીધી અને કહ્યું “આપણા બાળકો આટલા ફિલ્મી ન હોય..એ એક સુંદર પળ હતી”