વધુ એક વિદાય: શાસ્ત્રીય ગાયકીના દિગ્ગજ પંડિત જસરાજનું અમેરિકામાં થયું નિધન

પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ૯૦ વર્ષની ઉમરમાં અમેરિકામાં મૃત્યુ થઈ ગયું છે. ‘પંડિતજી’ શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાનાથી આવતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત જસરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ (Pandit Jasraj) ને અમેરિકામાં હાર્ટ એટેક આવવાથી સોમવારની સવારે મૃત્યુ થઈ ગયું છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે લોકડાઉન પછીથી જ પંડિત જસરાજ ન્યુજર્સીમાં જ હતા. પંડિત જસરાજએ આજે સવારે છેલ્લા શ્વાસ લીધા હતા.

image source

‘પંડિતજી’ની દીકરી દુર્ગા જસરાજએ ભાષાને આ જાણકારી આપી છે. પંડિત જસરાજના પરિવારએ એકવાર પોતાના બયાનમાં કહ્યું છે કે, ‘અત્યંત દુઃખ સાથે અમારે સૂચિત કરવું પડી રહ્યું છે કે, સંગીત માર્તંડ પંડિત જસરાજ જઈનું અમેરિકાના ન્યુજર્સી શહેરમાં પોતાના નિવાસસ્થાન પર જ આજે સવારે ૫ વાગીને ૧૫ મિનીટ પર હાર્ટ એટેક આવી જવાથી મૃત્યુ થઈ ગયું છે.’

તેમણે કહ્યું છે કે, ‘અમે પ્રાર્થના કરીએ છીએ કે, ભગવાન કૃષ્ણ સ્વર્ગના દ્વાર પર તેમનું સ્વાગત કરે જ્યાં તેઓ પોતાના પસંદગીનું ભજન ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ તેમને સમર્પિત કરો. અમે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.’ તેઓ આગળ કહે છે કે, ‘આપની પ્રાર્થનાઓ માટે ધન્યવાદ.

image source

બાપુજી જય હો ‘આ વર્ષે જાન્યુઆરીમાં પોતાનો ૯૦મો જન્મદિવસ મનાવનાર પંડિત જસરાજની છેલ્લી પ્રસ્તુતિ તા. ૯ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ હનુમાન જયંતીના દિવસે ફેસબુક પર લાઈવ દ્વારા વારાણસીના સંકટમોચન હનુમાન મંદિર માટે આપી હતી.’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત જસરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘પંડિત જસરાજજીના દુર્ભાગ્યપૂર્ણ નિધનએ ભારતીય સંગીત જગતમાં મોટું સ્થાન રિક્ત કરી દીધું છે. ના ફક્ત તેમની પ્રસ્તુતિઓ અસાધારણ હતી ઉપરાંત ગુરુના રૂપમાં પણ તેમણે અલગ ઓળખ બનાવી છે. તેમના પરિવાર અને આખી દુનિયામાં ફેલાયેલ પંડિત જસરાજના પ્રસંશકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું ઓમ શાંતિ.’

‘કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશએ પણ પંડિત જસરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. પંડિતજી.’ શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાનાથી સંબંધ રાખતા હતા. પંડિત જસરાજજીનો જન્મતા. ૨૮ જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ થયો હતો. પંડિત જસરાજના પરિવારમાં તેમની પત્ની મધુ જસરાજ, દીકરો સારંગ દેવ જસરાજ અને દીકરી દુર્ગા જસરાજ છે.

image source

ખયાલ ગાયકી અને ઠુમરીમાં પંડિત જસરાજએ મહારત પ્રાપ્ત કરી હતી. પંડિત જસરાજને પદ્મભૂષણ સહિત સંગીત ક્ષેત્રના કેટલાક સમ્માનોથી પંડિત જસરાજને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

જયારે અમિતાભ બચ્ચનએ પંડિત જસરાજને પગે લાગ્યા હતા.

Source : ndtv.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત