જેઠાલાલ ઇન્સ્ટા પર આવતા જ છવાઇ ગયા જોરદાર, આ ફોટા બન્યા જોરદાર ચર્ચાનો વિષય

જેઠાલાલે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું ને ડેબ્યુ કરતાની સાથે જ આ ફોટાની થઈ રહી છે ચર્ચા.

જેઠાલાલ નામ સાંભળતા જ બધા સમજી જાય છે કે આ આખરે ક્યાં એકટર અને ક્યાં શો વાત થઈ રહી છે. દિલીપ જોશીએ પોતાની જબરદસ્ત એક્ટિંગ અને એક્સપ્રેશનથી જેઠાલાલના પાત્રને અમર બનાવી દીધું છે. એમને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત તો સલમાન ખાન સ્ટારર ફિલ્મ મેને પ્યાર કિયાથી કરી હતી, પણ લોકપ્રિયતા મળી તારક મહેતા કા ઉલટા ચશ્માંના જેઠાલાલ બનીને.

image source

12 વર્ષથી ચાલતો આવ્યો આ શો જ નહીં પણ એના પાત્રો પણ લોકોના દિલો પર રાજ કરે છે. એનું જ પરિણામ છે કે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યાના થોડા જ દિવસોમાં જ દિલીપ જોશી સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે. દિલીપ જોશીએ 25 જુલાઈએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું અને ડેબ્યુ પોસ્ટથી જ છવાઈ ગયા હતા. આજે અમે તમને જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના એ 10 ફોટા વિશે જણાવવા જઈ રહ્યા છે જેને કારણે એ સોશિયલ મીડિયા પર ચર્ચાઇ રહ્યા છે.

જ્યારે ટ્રેકિંગ કરવા ગયા જેઠાલાલ.

image source

જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ આ ફોટો ટ્રેકિંગના દિવસોનો શેર કર્યો છે. ફોટામાં મંદાર ચંદવાદકર પણ દેખાઈ રહ્યા છે જે તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં મિસ્ટર ભીડેનો રોલ કરે છે. ફોટા વિશે જણાવતા દિલીપ જોશીએ લખ્યું છે કે આ 2 વર્ષ પહેલાં બ્રહ્મગીરી હિલ્સના ટ્રેકિંગનો ફોટો છે, એ દરમિયાન એ 10 કલાક ચાલ્યા હતા અને 30 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

જેઠાલાલની યુવાનીનો ફોટો ચર્ચામાં.

image source

આ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો યુવાનીનો ફોટો છે જેને એમને હાલ શેર કર્યો છે. આ ફોટો શેર કરતા એમને લખ્યું છે કે “કોઈએ મને કહ્યું હતું કે થ્રોબેક થર્સડે જેવું કઈક હોય છે ઇન્સ્ટાગ્રામ પર, એટલે આ લો”

પૃથ્વી થિયેટરના દિવસોનો ફોટો.

image source

આ બંને ફોટા 1983માં પૃથ્વી થિયેટરના છે. જુહુના પૃથ્વી થિયેટરમાં એ ગ્રીન રૂમમાં હતા અને નાટક ખેલૈયા રજૂ કરવાના હતા. એ સમયની ઘણી બધી યાદો છે જે દિલીપ જોશીએ પોતાની અંદર સમાવી લીધી છે.

જેઠાલાલની કૉમેડની પાછળ છે આ રહસ્ય.

image source

જેઠાલાલની કૉમેડીના બધા જ ફેન છે. એમને જોતા જ દર્શકોને ગલગલીયા થવા લાગે છે. પણ શું તમે જાણો છો કે કૉમેડીમાં એમની પ્રેરણા કોણ છે? કદાચ આ બે કાર્ટૂન કેરેકટરસ. આ ફોટો શેર કરીને દિલીપ જોશીએ લખ્યું છે કે આ લાઓફ માટે એમની પ્રેરણા છે અને કૉમેડીનો આદર્શ પણ. ‘

રક્ષાબંધન પર જેઠાલાલનો અંદાજ.

image source

દિલીપ જોશીને ઓનસ્ક્રીન તો ઘણા તહેવાર ઉજવાતા જોયા છે પણ રિયલ લાઈફમાં એ ઉજવણીના ફોટા બહુ જ ઓછા શેર કરે છે. રક્ષાબંધનના અવસર પર જેઠાલાલે પોતાનો આ ફોટો શેર કર્યો હતો.

જ્યારે સામે આવી જેઠાલાલની હેરી પોટર સ્ટાઇલ.

image source

અને હવે આ ફોટો કઈ રીતે મિસ કરી શકાય? હેરી પોર્ટરને બર્થ ડે વિશ કરવા માટે જેઠાલાલે જે અનોખી સ્ટાઇલ પસંદ કરી છે કે દરેકને હસવા પર મજબુર કરી દે. ફોટાની સાથે દિલીપે લખ્યું હતું કે “કાશ, આપણે બધા પણ એક જાદુઈ ટ્રેન લઈને મહામારીથી દૂર ભાગી શકતા. હેપી બર્થ ડે હેરી પોર્ટર.”

રમુજી છે દિલીપ જોશીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ.

image source

દિલીપ જોશીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ પણ ઘણું જ રસપ્રદ અને રમુજી છે. એમને નામ રાખ્યું છે maakasamdilipjoshi એટલે કે માં કસમ દિલીપ જોશી.

જેઠાલાલનો અનમોલ પાયો છે આ ફોટો.

image source

અને હવે વાત દિલીપ જોશીના સૌથી સ્પેશિયલ અને અનમોલ ફોટાની, જેમાં એ માતા અને ભાઈની સાથે નજરે પડી રહ્યા છે. આ પહેલો ફોટો છે જે દિલીપ જોશીએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરતી વખતે પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે “બા અને ભાઈની સાથેની સુંદર યાદોમાંથી એક યાદની સાથે શરૂઆત કરી રહ્યો છું.”

જ્યારે તારક મહેતા….સિરિયલની થયા 12 વર્ષ.

image source

આ ફોટો એ વિડીયોમાંથી છે જે દિલીપ જોશીએ તારક મહેતા કા ઉલટા ચશ્માંના 12 વર્ષ પુરા થયા ત્યારે બનાવ્યો હતો અને એમના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. વીડિયોમાં પણ એમને એમના આગવા અંદાજથી ફેન્સનું દિલ જીતી લીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,