આ રીતે તમારું આધાર કાર્ડ કરી શકો છો લોક, અંગત ડેટા પણ રહેશે સુરક્ષિત, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ

બધા ભારતીય નાગરિક માટે આધાર એક મહત્વનો દસ્તાવેજ ગણાય છે. આ માત્ર એક દસ્તાવેજ જ નહીં પણ એક આધુનિક ઓળખ પત્ર પણ છે. કોઈપણ આર્થિક લેવડ દેવડ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. UIDAI એટલે કે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ આધાર સાથે જોડાયેલી સેવાઓની દેખરેખ કરતી ઓથોરિટી છે. નાગરિકોના હીત માટે UIDAI સમયાંતરે મહત્વની માહિતી આપતું રહે છે. આધાર કાર્ડમાં વ્યક્તિના ફિંગરપ્રિન્ટ સહિત અનેક મહત્વની અને સંવેદનશીલ માહિતી હોય છે. જો કોઈ કારણોસર આ માહિતી લીક થઈ જાય તો લોકોની આ માહિતીનો કોઈ ગેરલાભ ઉઠાવી શકે છે કે કોઈ ગુનાહિત કૃત્યમાં તેનો ઉપયોગ કરી શકે છે.

UIDAI આપે છે આધાર કાર્ડ લોક કરવાની સુવિધા

image source

ઘણા ખરા લોકોને એ જાણ નથી કે ઉપર જણાવી તે જોખમ એટલે કે કોઈ કારણોસર જો આધાર કાર્ડની માહિતી લીક થઈ જાય અને લોકોની આ માહિતીનો કોઈ ગેરલાભ ઉઠાવે કે કોઈ ગુનાહિત કૃત્યમાં તેનો ઉપયોગ કરે તેવું ન બને એટલા માટે UIDAI લોકોને તેનું આધાર કાર્ડ લોક કરવાની સુવિધા આપે છે. આધાર કાર્ડના આ ફિચરના કારણે લોકો પોતાના આધાર કાર્ડનો ડેટા સલામત રાખી શકે છે. સાથે જ આધાર કાર્ડ દ્વારા છેતરપીંડી કરીને આચરાતા ગુનાહિત કૃત્યોને પણ અટકાવી શકે છે. દેશી ભાષામાં કહીએ તો આ ફીચર એક તાળાની જેમ જ કામ કરે છે જેને કોઈ અન્ય વ્યક્તિ નથી ખોલી શકતી. આધાર લોક કરી દીધા બાદ હેકર્સ પણ તમારી પરવાનગી વિના આધાર વેરિફિકેશન નથી કરી શકતા. ત્યારે આ આધાર કાર્ડનું ફીચર એટલે કે આધાર કાર્ડ લોક કઈ રીતે કરી શકાય અને તેની પ્રોસેસ શું છે ચાલો જાણીએ.

આધાર કાર્ડ લોક કરવાની રીત

image source

1. આધાર કાર્ડ લોક કરવા નાતે કાર્ડ ધારકે તેના આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ કરાયેલા મોબાઈલ નંબર પરથી 1947 પર GETOTP – (આધાર કાર્ડના અંતિમ ચાર અંક) લખીને એક sms મોકલવાનો રહેશે.

2. ત્યારબાદ એ આધાર કાર્ડ હોલ્ડરે ફોન પર છ અંકનો OTP આવશે

image source

3. OTP આવ્યા બાદ કાર્ડ ધારકે ફરીથી 1947 પર LOCKUID – (આધાર કાર્ડના અંતિમ ચાર અંક) અને OTP લખીને બીજો sms કરવાનો રહેશે.
4. ત્યારબાદ નંબર લોક થઈ જશે.

આ રીતે કરી શકાય છે અનલોક

image source

આધાર નંબર લોક કરવાની પ્રોસેસ જાણ્યા બાદ જો તેને ફરીથી અનલોક કરવાની જરૂર પડે તો તેને ફરીથી અનલોક પણ કરી શકાય છે. અનલોક કરવા માટે યુઝરે નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.

1. આધાર નંબર અનલોક કરવા માટે આધાર કાર્ડ હોલ્ડરે પોતાના આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ કરાયેલા મોબાઈલ નંબર પરથી 1947 પર જ GETOTP- (આધાર નંબર) લખીને sms મોકલવાનો રહેશે.

2. 6 અંકનો OTP મળ્યા બાદ UNLOCKUID- (આધાર નંબર) OTP લખીને ફરીથી 1947 પર sms કરવાનો રહેશે.

3. આટલું કર્યા બાદ તમારું આધાર કાર્ડ અનલોક થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!