ભારતના આ સ્થળોએ ફરવા માટે નહિં જોઇએ બહુ રૂપિયા, જાણો ઓછા બજેટના આ જોરદાર સ્થળો વિશે

અનેક વખત આપણી ફરવા જવાની ઈચ્છા તો હોય છે પણ આર્થિક તંગીના કારણે આપણે ફરવા નથી જઈ શકતા. બાળકો જ્યારે ફરવા જવાની જીદ કરે છે ત્યારે પણ આપણે હતાશ મને તેઓને આવતા વર્ષે ફરવા લઈ જવાનું આશ્વસન આપતા હોઈએ છીએ. પરંતુ તેનો પણ એક રસ્તો છે. તમને કદાચ નહિ ખબર હોય પરંતુ ભારતમાં પણ અનેક જગ્યાઓ છે કે જ્યાં તમને ફરવા જવાનો આનંદ પણ મળશે અને તમારા ખિસ્સા પર ઝાઝો બોજ પણ નહીં પડે.

भारत में कई सारी जगहें ऐसी हैं, जहां घूमकर आपकी जेब पर मार नहीं पड़ेगी
image source

આ જગ્યાઓએ તમે એકલા જશો તો તમારા માટેનો ખર્ચ પૂરતો થઈ જ રહેશે એટલું જ નહીં પણ જો ત્યાં તમે તમારા ફેમિલી સહિત જશો તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે માત્ર 8000 રૂપિયા (અંદાજીત) જેવી રકમ ખર્ચીને પણ તમે તમારા પરિવારને આ જગ્યાઓએ ફરવા લઈ જઈ શકો છો. તો કયા છે એ ફરવાલાયક સ્થળો ચાલો જાણીએ..

ઉદયપુર

image source

જો તમે રાજસ્થાનના સ્વર્ણિમ ઇતિહાસ અને સ્થાનીક પરંપરા વિશે જાણવા ઇચ્છતા હોય તો ઝરણાઓ શહેર ઉદયપુર જવાનો પ્લાન કરી લો. આ શહેર જયપુર અને જોધપુરની સરખામણીએ સસ્તું છે. સાથે જ અહીં ફરવા માટે સીટી પેલેસ, સહેલીઓની બાવડી, પીચોલા તળાવ, સજ્જનગઢ પેલેસ જેવા અનેક પ્રખ્યાત સ્થળો છે.

ઋષિકેશ

image source

જો તમે એક એડવેન્ચર શોખીન વ્યક્તિ છો તો તમારે ઋષિકેશ જરૂર ફરવા જવું જોઈએ કારણ કે અહીં તમે તમારા બજેટમાં યાત્રાનો યોગ્ય આનંદ માણી શકશો. આખા દેશમાં સૌથી સસ્તી જીપ લાઇનિંગ અને બંજી જમ્પિંગ અહીં જ થાય છે. સાથે જ અહીં તમને કુદરતી વાતાવરણ પણ માણવા મળશે.

નાગપુર

image source

નાગપુર પણ ફરવા જવાની દ્રષ્ટિએ એક સારું શહેર છે. અહીં તમે દીક્ષાભૂમિ, સિતાબુલ્દી કિલ્લો, અંબાઝરી તળાવ વગેરે સ્થળોએ ફરી શકો છો. નાગપુરની બાજુમાં જ વર્ધા અને રામટેક પણ છે. તમે તમારા બજેટમાં આ જગ્યાઓએ પણ એક જ યાત્રામાં ફરવા જઈ શકશો અને છતાં કદાચ તમારી પાસે એટલા પૈસા વધશે કે તમે અહીંની સંતરા બરફી ખરીદીને ઘરે પણ લાવો.

આગ્રા

image source

તાજમહેલની સુંદરતાને રૂબરૂ નિહાળવી કોને ન ગમે ? પરંતુ જો તમને એવો વહેમ હોય કે તાજમહેલ જોવા જવું બહુ ખર્ચાળ થઈ પડશે તો એ અસલમાં ખરેખર વહેમ જ છે. આગ્રામાં તમે આરામથી 8000 રૂપિયાના બજેટમાં પરિવારની સાથે તાજમહેલ, ફતેહપુર સિકરી, અને આગ્રાનો કિલ્લો વગેરે સ્થળોએ ફરવા જઈ શકશો. જો કે તમારે અહીં ભાવતાલ કરવાની સાવચેતી રાખવી પડશે.

ઓરછા

image source

પરિવાર સાથે હરવા ફરવા માટે મધ્યપ્રદેશમાં આવેલું ઓરછા એક સુંદર સ્થાન છે. અહીં જોવા માટે ઘણા બધા સ્થળો છે. ઓરછામાં ઓરછા કિલ્લો, જહાંગીર મહેલ, દઉઆની કોઠી, જેવા ફરવાલાયક સ્થળો છે. અહીંની સ્થાનિક લોકકથાઓમાં જે રસ તમને માણવા મળશે તે બીજે શોધવો મુશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત