કારના શોખીનો માટે મોટા સમાચાર, હવે કારમાં ફરજીયાત…જાણી લો જલદી નહિં તો..

લોકોની સુરક્ષા કરવાનું નામ આપીને લોકો પાસેથી જ દંડ પેટે રકમ વસુલતી સરકાર હવે પ્રજાને એક નવી ઉપાધિ આપવાની તૈયારીમાં છે. જૂની કારના માલિકોએ હવે આગામી 31 ડિસેમ્બર 2021 પહેલા હાલના મોડલોમાં ડ્રાઇવરની સીટ સાથે સામેની સીટ યાત્રીઓ માટે એરબેગ લગાવવી ફરજીયાત કરવામાં આવશે. 31 ડિસેમ્બર બાદ જો કોઈ કાર એરબેગ વગર રસ્તા પર ફરતી જોવા મળશે તો તેનો દંડ વસુલ કરવામાં આવશે.

image source

સડક અને પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય દ્વારા હાલની કાર મોડલોમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગને સ્ટાન્ડર્ડ રીતે ઉપલબ્ધ કરાવવાની સમય મર્યાદાને ચાર મહિના વધારીને 31 ડિસેમ્બર 2021 કરી છે. સરકારે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને આ સમય મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે.

image source

આ પહેલા સરકારે સડક સુરક્ષાને લઈને મોટું પગલું લેતા બધી કારોમાં આગળની સીટો માટે એરબેગ અનિવાર્ય કરી દીધું હતું. જુની ગાડીઓમાં આ નિયમ 31 ઓગસ્ટ સુધી લાગુ કરવાનો હતો. ઉચ્ચતમ ન્યાયાલયની સડક સુરક્ષા પરની સમિતિએ આ બાબતે પ્રસ્તાવ મુક્યો હતો.

image source

કારોમાં યાત્રિકોની સુરક્ષામાં વધારો થાય તે માટે ભારત સરકારે માર્ચમાં, ભારતમાં નિર્મિત અને વેંચવામાં આવતી બધી કારોના ફ્રન્ટ રો માં ડ્યુઅલ એરબેગ ફરજીયાત કરવાના પ્રાવધાનની જાહેરાત કરી હતી. નવા મોડલો માટે 1 એપ્રિલ 2021 થી નિયમ પહેલા જ ફરજીયાત કરી દેવામાં આવ્યો હતો. હાલના મોડલો માટે વર્તમાનમાં ફક્ત ડ્રાઇવર સીટ માટે એરબેગ ફરજીયાત છે.

સસ્તી કારોમાં વધશે સુરક્ષા

image source

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે વાહન ઉદ્યોગના સંગઠન Society of Indian Automobile Manufacturers (SIAM), સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયાન) એ હાલના મોડલો પર નિયમ લાગુ કરવા માટે વધુ સમય માંગ્યો છે.

સરકારના કહેવા મુજબ આ એરબેગ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (AIS) 145 ના માનકોને અનુરૂપ હોવા જોઈએ જેને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 2016 અંતર્ગત અધિસૂચિત કરવામાં આવ્યા છે. હાલ કંપનીઓ માત્ર ટોપ વેરીએન્ટમાં જ ડ્યુઅલ ફ્રન્ટ એરબેગનું ફીચર આપી રહી છે.

image source

સરકારના આ નિર્ણયથી એન્ટ્રી લેવલ ભારતીય કારોની સુરક્ષામાં વધારો થશે. જે વર્તમાનમાં આગળની રો માં ડ્યુઅલ એરબેગની સુવિધા નથી આપતી. જો કે એક નવા એરબેગ જોડાવાથી ભારતમાં લો સેગમેન્ટની કારોની કિંમતમાં પણ અસર પડશે. વાહન નિર્માતા કંપનીઓ કારોની કિંમતમાં 5000 થી 7000 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે.

image source

નવા નિયમો અનુસાર 31 ડિસેમ્બર 2021 થી નવી ગાડીઓના હાલના મોડલોમાં ઓન આગળની ડ્રાઇવરની સીટ સિવાય કો પેસેન્જર માટે એરબેગ લગાવવું અનિવાર્ય થશે. સરકારના કહેવા મુજબ 31 ડિસેમ્બર બાદ જો સડક પર કોઈ કાર એરબેગ વગર ચાલતી જોવા મળશે તો તેને દંડ ફટકારવામાં આવશે. સરકારના આ પગલાંથી દુર્ઘટનામાં ઘટાડો અને યાત્રીઓની સુરક્ષામાં વધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!