14 વર્ષની કિશોરીની દર્દનાક કહાની સાંભળીને ધ્રુજી ઉઠશો તમે પણ..હત્યા પહેલાં 100થી વધુ વાર રેપ અને પછી..

ફિલ્મ ‘ધૂમકુડિયા’માં તૂટેલા સપનાઓ વાત કરવામાં આવી છે. હજારો આદિવાસી છોકરીઓની વાત આ ફિલ્મમાં છે. તેમને ખોટા વચનો આપીને મોટા શહેરમાં લઈ જવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવે છે. ‘ધૂમકુડિયા’ ઝારખંડની 14 વર્ષની એક કિશોરીના જીવનની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને 12 જુલાઈના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવશે. ફિલ્મના ડિરેક્ટર નંદલાલ નાયક લોક કલાકાર તથા મ્યૂઝિક ડિરેક્ટર પણ છે. તેમણે કહ્યું હતું કે તે છોકરીની આંખોમાં જોયેલો ડર તેમને હજી પણ યાદ છે. આ કિશોરીના જીવનની વાસ્તવિક ઘટના પર આ ફિલ્મ છે. ફિલ્મને ક્રિટિક્સે વખાણી છે અને હવે તે કાન ફિલ્મ ફેસ્ટિલમાં બતાવવામાં આવશે.

ડિરેક્ટર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા

image source

નંદલાલ નાયકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે કિશોરીની વાત સાંભળ્યા બાદ તે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. તે કિશોરી કેવી રીતે દિલ્હીના પોશ વિસ્તારમાં યૌન શોષણનો ભોગ બની હતી અને કેવી રીતે તે ત્યાંથી ભાગીને આવી. ‘ધૂમકુડિયા’નું શૂટિંગ ઝારખંડના અંતરિયાળ વિસ્તારમાં 52 દિવસમાં પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મને 84 દેશમાં 60થી વધુ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

ઝારખંડના ગામમાં 14 વર્ષીય કિશોરીને મળ્યા

image source

નંદલાલ નાયક પદ્મશ્રીથી સન્માનિત લોકકલાકાર મુકુંદ નાયકના દીકરા છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝમાં સ્કોલરશિપ મળ્યા બાદ નંદલાલ અમેરિકા જતા રહ્યા હતા અને ત્યારબાદ 2003માં પારંપરિક આદિવાસી લોક સંગીત પરના સંશોધનના સંદર્ભમાં તે ગામ પરત ફર્યા હતા. નંદલાલે કહ્યું હતું, ‘હું આદિવાસી સંગીત અંગે જાણવા માટે ઝારખંડના એક ગામમાં ગયો હતો. આ દરમિયાન ઘણાં લોકો ઉત્સુકતાથી મારી વાત સાંભળવા માટે મારી પાસે આવતા હતા. 14 વર્ષીય એક કિશોરીને હું અહીંયા મળ્યો હતો. તે ઘણી જ શાંત હતી. તે કોઈ પણ વાત અંગે ઉત્સુક જોવા મળતી નહોતી.’

વિશ્વાસ કેળવીને વાત જાણી

image source

નંદલાલે આગળ કહ્યું હતું, ‘ધીમે ધીમે મેં તેનો વિશ્વાસ જીત્યો. તેણે પછી કહ્યું કે કેવી રીતે હ્યુમન ટ્રાફિકિંગથી તેને દિલ્હી લઈ જઈ તેનું શોષણ કરવામાં આવ્યું હતું. તેની વાત સાંભળ્યા બાદ મારી દુનિયા પત્તાની જેમ પડી ભાંગી હતી. જ્યારે તે પ્રેગ્નન્ટ થઈ તો તેને એક જગ્યાએ બંધ કરી દેવામાં આવી હતી. તેણે ત્યાં એક બાળકને જન્મ આપ્યો અને બાળકને સૂટકેસમાં બંધ કરીને ગમે તેમ ત્યાંથી નીકળી અને રાંચીની ટ્રેન પકડી હતી. ત્યાંથી તે અનેક બસ બદલીને અનેક કિમીની સફર કર્યા બાદ પોતાના ગામ આવી હતી.’

તે કિશોરીને દત્તક લેવાનું નક્કી કર્યું

આ કિશોરીની વાત સાંભળીને નંદલાલ એકદમ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું, ‘મેં તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો. થોડા મહિના માટે હું અમેરિકા જતો રહ્યો. જ્યારે હું પરત ફર્યો ત્યારે મને ખબર પડી કે તેને અનેકવાર વેચવામાં આવી હતી અને હત્યા થઈ તે પહેલાં તેની પર 100થી વધુ વાર રેપ કરવામાં આવ્યો હતો.’

સંશોધન છોડીને તે કિશોરી પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું

image source

નંદલાલે આગળ કહ્યું હતું, ‘તે કિશોરી સાથે જે પણ બન્યું તેની જાણ થઈ પછી હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. મેં આદિવાસી સંગીત પર સંશોધન કરવાનું કામ છોડી દીધું. તે કિશોરીના જીવન પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ પહેલાં મેં અનેક મોટા ડિરેક્ટર તથા કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ બનાવવામાં કોઈએ મારી મદદ ના કરી.’

પૂરી બચત વાપરી નાખી

નંદલાલે કહ્યું, ‘મેં ફિલ્મ બનાવવામાં મારી પૂરી બચત ખર્ચી નાખી. મેં 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. જોકે, હું સફળ થઈ શક્યો નહીં. 2010માં ફરી એકવાર મેં ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે પણ સફળ ના થયો. ત્યારબાદ સુમિત અગ્રવાલે મારી મદદ કરી અને અમે ફિલ્મ બનાવી. ઘરેલુ નોકરના નામ પર છેલ્લાં 10 વર્ષમાં ઝારખંડથી અંદાજે 30 હજાર છોકરીઓને હ્યુમન ટ્રાફિકિંગના માધ્યમથી વેચી દેવામાં આવી છે. બિહાર, બંગાળ તથા ઓરિસ્સામાં પણ આવી જ પરિસ્થિતિ છે.’

image source

ફિલ્મમાં લીડ રોલ રિંકલ કચ્ચપ તથા પ્રદ્યુમન નાયકે ભજવ્યો છે. આ ઉપરાંત રાજેશ જૈશ, સુબ્રત દત્તા, વિનોદ આનંદ તથા ગીતા ગુહા પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં કામ કરનાર મોટાભાગના કલાકારો રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!