અહીં 12 વર્ષના બાળકે કમાઈ લીધા 2 કરોડ 93 લાખ રૂપિયા, જાણો શુ કર્યું ખાસ કામ

દુનિયામાં ટેકનોલોજીમાં ક્રાંતિ આવ્યા પછી લોકોની જિંદગી ખૂબ જ બદલાઈ ગઈ છે. 21મી સદીમાં માણસ સતત નવી ટેકનોલોજીની મદદથી આગળ વધી રહ્યો છે અને લોકોને હવે ઘરે બેઠા કમાણીનું પણ સાધન મળી રહ્યું છે.. તમને જાણીને નવાઈ લાગશે કે 12 વર્ષના એક બાળકે સ્કૂલની રજાઓ દરમિયાન પોતાની પ્રતિભાથી ઘરે બેઠા 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ઇન્ટરનેટની દુનિયામાં જ્યાં લોકો સોશિયલ મીડિયા પર પોતાનો નવરાશનો સમય વિતાવી રહ્યા છે ત્યાં લંડનમાં રહેતા બેનયામીન અહમદ 12 વર્ષની ઉંમરમાં કોડિંગ કરીને કરોડપતિ બની ગયા છે.

ઘરે બેઠા કમાઈ લીધા 12. 93 કરોડ રૂપિયા..

image source

આજકાલના બાળકો ટેકનોલોજીની સાથે કદમથી કદમ મેળવીને આગળ વધી રહ્યા છે, કોમ્પ્યુટર અને સ્માર્ટફોનની દુનિયામાં બાળકો ખુદને વધુ પારંગત કરવામાં જોડાયેલા છે. 12 વર્ષીય બેનયામીન અહમદ ઉંમરમાં તો ખૂબ જ નાના છે પણ એમને એવો કારનામો કરી બતાવ્યો છે જેને કરવામાં ઘણા વ્યસકની વર્ષોની તનતોડ મહેનત લાગી જાય. કોમ્પ્યુટર પર કોડિંગના શોખીન બેનયામીન અહમદે વિયર્ડ વ્હેલ્સ નામનું પિકસલેટેડ આર્ટવર્ક બનાવ્યું છે. એનું આર્ટ વર્ક વેચીને એને 2 કરોડ 93 લાખ રૂપિયાની કમાણી કરી છે.

હાથોહાથ વેચાયું ડીઝીટલ આર્ટવર્ક.

image soure

બેનયામીને આ ડીઝીટલ આર્ટવર્કને નોન ફંઝીબલ ટોકન્સને વેચ્યું છે એ માટે કંપનીએ એમને એથેરિયમ નામની ક્રિપટો કરન્સીના રૂપમાં ચુકવણી કરવામાં આવી છે. ડીઝીટલ કરન્સી હોવાના કારણે બેનયામીનના આર્ટવર્કની કિંમત ઓછી પણ થઈ શકે છે અને વધી પણ શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર એનએફટીના માધ્યમથી આર્ટવર્ક માટે એક ડીઝીટલ સર્ટિફિકેટ મળી જાય છે અને એને સરળતાથી ટોકન પણ કરી શકાય છે. એ પછી જ કલાકૃતિને દિઝીટલી ખરીદી કે વેચી શકાય છે.

આટલી નાની ઉંમરમાં કરોડપતિ બનેલા બેનયામીન જણાવે છે કે એમને સ્વિમિંગ, બેડમિન્ટન અને તાઈકવાન્ડોનો શોખ છે. એમના ફ્રી ટાઉમમાં એ કોડિંગ કરવાનું પસંદ કરે છે. એમની પોતાની એક યુટ્યુબ ચેનલ પણ છે જ્યાં એ પોતાના શોખ અને પસંદ નપસંદના ઘણા વિડીયો શેર કરે છે. કોડિંગના ક્ષેત્રમાં આવતા પોતાના જેટલી ઉંમરના બાળકોને બેનયામીન સલાહ આપે છે કે જે આ ફિલ્ડમાં આવવા માંગે છે એ કોઈ દબાણમાં આવીને કે જબરદસ્તી કોડિંગ કરવા માટે મજબૂર ન થાય. એને એ રીતે લો જેટલી તમારી ક્ષમતા છે.

image soure

બેનયામીનના પિતા પણ એક સોફ્ટવેર ડેવલપર છે અને બાળપણથી જ એમના બન્ને બાળકોને કોડિંગની ટ્રેનિંગ આપી રહ્યા છે અને એમના ભાઈઓ 5 5 વર્ષની ઉંમરથી જ એમના પિતા પાસે કોડિંગની શિક્ષા લઈ રહ્યા છે. બેનયામીનના પિતા ઇમરાને જણાવ્યું કે આ એક પ્રેક્ટિસ તરીકે શરૂ થયું હતું પણ બાળકોનો ઇન્ટરેસ્ટ જોઈને અમે એને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું. ઇમરાને કહ્યું કે બાળકો ઝડપથી કોડિંગ શીખી રહ્યા હતા. એ જલ્દી જલ્દી આગળ વધી રહ્યા હતા અને આજે પરિણામ તમારા બધાની સામે છે.

image source

ઇમરાને કહ્યું કે કોડિંગને ગોખી ન શકાય, એ પણ ગેરેન્ટી નથી આપી શકાતી કે એને ત્રણ મહિનાની અંદર શીખી લઈ શકાશે. મારા બાળકોએ દિવસમાં 20 કે 30 મિનિટ જ કોડિંગની પ્રેક્ટિસ કરી છે. રજના દિવસે પણ એ એને કરતા હતા. બેનયામીને વિયર્ડ વ્હેલ્સ આર્ટવર્કથી પહેલા મિનિક્રાફ્ટથી પ્રેરિત થઈને એક ડીઝીટલ આકૃતિ બનાવી હતી જો કે એને બહુ સારી કિંમત મળી હતી. વિયર્ડ વ્હેલ્સ મજેદાર ઇમોજી હોવાના કારણે એની સારી કિંમત મળી.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે બેનયામીને 3350 પ્રકારના ઇમોજી ટાઈપ વહેલ બનાવી નાખ્યા. હાલ બેનયામીન પોતાની સુપરહીરો થીમ વાળા પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે. એમના પિતા ઇમરાનનું દાવો છે કે બેનયામીને કોઈપણ પ્રકારના કોપીરાઈટ કાયદાનો ભંગ નથી કર્યો, એ ડિઝાઇનના ઓડિટ કરાવવાની સાથે સાથે ટ્રેડમાર્ક પર પણ કાયદાકીય સલાહ લઈ રહ્યા છે. બેનયામીન હવે એમના મિત્રોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે, લોકો એમની પાસે કોડિંગની સલાહ માંગી રહ્યા છે.