Whatsapp ટૂંક સમયમાં આ લિસ્ટમાં દર્શાવેલ સ્માર્ટફોન પર કામ કરવાનું કરી દેશે બંધ

વર્ષ 2021 ને પુરું થવામાં હવે માંડ ત્રણ મહિના બાકી છે એનો અર્થ એ થયો કે એન્ડ્રોઇડ અને આઈઓએસ પર whatsapp સપોર્ટ ટાઈમ પુરો થવાની તૈયારીમાં છે whatsapp દ્વારા એ ડિવાઇસનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પર 1 નવેમ્બર 2021 થી whatsapp સપોર્ટ નહિ કરે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 નવેમ્બરથી એન્ડ્રોઇડ 4.0.3 કે એથી નીચેના OS પર કામ કરતા ફોન અને એપલ આઈફોન જે iOS 9 કે તેથી જુના હોય તેના પર whatsapp નહિ ચાલે.

WhatsApp सपोर्ट पुराने फोन में बंद हो रहा है.
image source

Whatsapp દ્વારા કહેર કરવામાં આવેલ એન્ડ્રોઇડ ફોનના આ લિસ્ટમાં જે ફોન છે તેમ સેમસંગ, LG, ZTE, હુવાવે, Sony, Alcatel અને અન્ય કેટલાક ફોનનો સમાવેશ થાય છે. બીજી તરફ આઈફોનની વાત કરીએ તો તેમાં iphone se અને iphone 6s નો સમાવેશ થાય છે.

Samsung ના ફોન લિસ્ટમાં

Samsung ના ફોન લિસ્ટમાં સેમસંગ Galaxy Trend Lite, સેમસંગ Galaxy Trend II, Galaxy SII, ગેલેક્સી S3 mini, ગેલેક્સી Xcover 2, ગેલેક્સીCore અને ગેલેક્સી Ace 2 નો સમાવેશ થાય છે.

image soure

એ સિવાય LG ના Lucid 2, LG ઓપ્ટિમસ F7, LG ઓપ્ટિમસ F5, ઓપ્ટિમસ L3 II Dual, ઓપ્ટિમસ F5, ઓપ્ટિમસ L5, ઓપ્ટિમસ L5 II, Optimus L5 ડ્યુઅલ, Optimus L3 II, Optimus L7, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, Enact , Optimus L4 II Dual, ઓપ્ટિમસ F3, Optimus L4 II, ઓપ્ટિમસ L2 II, Optimus Nitro HD અને 4X HD, અને ઓપ્ટિમસ F3Q માં whatsapp સપોર્ટ બંધ થઈ જશે.

image source

એ ઉપરાંત ચાઈનીઝ ફોન ઉત્પાદન કરતી કંપની ZTE ના ફોન પણ આ લિસ્ટમાં શામેલ છે. તેમાં ZTE ગ્રાન્ડ S Flex, ZTE V956, ગ્રાન્ડ X Quad V987 અને ZTE Grand Memo માં whatsapp સપોર્ટ નહિ કરે.

હુવાવેના Ascend G740, Ascend Mate, Ascend D કવાડ XL, Ascend D1 કવાડ XL, Ascend P1 S અને Ascend D2 માં પણ whatsapp નહિ ચાલે.

image soure

Sony ના Xperia Miro, સોની Xperia Neo L અને સોની Xperia Arc S પણ લિસ્ટમાં શામેલ છે. સાથે જ તેમાં Alcatel, HTC, Lenovo ના ફોન પણ શામેલ છે.

હવે જ્યારે આ સ્માર્ટફોનમાં whatsapp સપોર્ટ બંધ થવાની તૈયારી છે ત્યારે તેનો અર્થ એ નથી કે 1 નવેમ્બર આવતા જ એપ કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ ફોનને સિક્યુરિટી અપડેટ, નવા ફીચર મળવાનું બંધ થઈ જશે. જેનાથી ધીમે ધીમે જુના ફોન પર એપ કોઈ કામ નહીં કરે.