દેશભરના કામદારો માટે મોદી સરકારની પહેલને અદ્ભુત પ્રતિસાદ, 75 લાખથી વધુ લોકોએ કરાવી નોંધણી

અસંગઠિતક ક્ષેત્રના શ્રમિકો માટે મોદી સરકારે એક ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલની ગોઠવણ કરી હતી, જેમાં નામ નોંધણી કરાવીને તેમને વિવિધ યોજનાના લાભ મળી શકે તેમ છે, હાલ શ્રમ મંત્રાલયના ટ્વિટ મુજબ, અત્યાર સુધીમાં 75 લાખથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે. તેમને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળશે.

ई-श्रम पोर्टल पर रजिस्ट्रेशन को लेकर हैं कंफ्यूज तो इस नंबर पर करें कॉल, हर समस्या का होगा समाधान
image source

કેન્દ્ર સરકારે ગયા મહિને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું હતું. અહીં કામદારો પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડ્સ પર, તેઓને 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમા કવર મળશે. શ્રમ મંત્રાલયે ટ્વીટ કરીને કામદારોને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવા કહ્યું છે. શ્રમ મંત્રાલયે આ માટે હેલ્પડેસ્ક નંબર 14434 જાહેર કર્યો છે. જ્યાં કામદારો આ નંબર પર કોલ કરીને વધુ માહિતી કે આને લગતી સહાય મેળવી શકે છે.

શ્રમ મંત્રાલયના ટ્વિટ મુજબ, અત્યાર સુધીમાં 75 લાખથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે. ઈ-શ્રમ પોર્ટલની મદદથી કામદારોનો ડેટા અને માહિતી એકત્રિત કરવાની છે. પછી તે જ આધાર પર, સરકારી કામદારો માટે યોજનાઓ અને નિયમો બનાવવામાં આવશે. સરકાર વતી, દેશના તમામ કામદારોને ઓળખ કાર્ડ અને આધાર કાર્ડની તર્જ પર તેમના કામના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવશે.

બને તેટલું જલ્દી રજીસ્ટ્રેશન જરુરી છે

image soure

શ્રમ મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું કે, જો તમે અસંગઠિત કામદાર છો અને તમે હજુ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી નથી, તો આજે કોમન સર્વિસ સેન્ટર્સ, http://eshram.gov.in અથવા રાજ્ય સરકારની પ્રાદેશિક કચેરીઓમાં નોંધણી કરાવડાવો. વધુ માહિતી અથવા સહાય માટે હેલ્પડેસ્ક નંબર 14434 પર કોલ કરો.

શું ફાયદો થશે

આનાથી કામદારોને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળી શકશે. સરકાર અસંગઠિત ક્ષેત્ર માટે જે પણ યોજનાઓ લાવશે, તેનો સીધો લાભ આ કાર્ડ ધારકોને આપવામાં આવશે અથવા જે પણ યોજનાઓ ચાલી રહી છે, તેમને પણ લાભ મળશે.

image source

જ્યારે આ કાર્ડ બનાવાશે તો કામદારો ક્યાં આ કામ શીખ્યા, જેવી માહિતી મેળવી રાખવી અથવા જો તમે કામદારે કોઈ તાલીમ લીધી નથી, તો સરકાર પણ તેમના માટે તાલીમની વ્યવસ્થા કરશે, જેથી લોકો સરળતાથી કામ શીખી શકે અને રોજગારમાં આ સ્કિલ તેમની મદદ કરે.

કેવી રીતે બનાવવું આ કાર્ડને?

> સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://eshram.gov.in/ પર જવાનું રહેશે.

> આ પછી સેલ્ફ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.

> પછી તમારે આધાર લિંક્ડ નંબર સાથે OTP મારફતે લોગ ઇન કરવું પડશે.

> આ પછી આધાર નંબર ભરીને OTP મારફતે પ્રક્રિયા આગળ વધારવી પડશે અને અરજદારની માહિતી સ્ક્રીન પર આવશે અને તેને એક્સેપ્ટ કરવી પડશે.

> આમાં ઘણા ફોર્મ હશે, જે ભરવા પડશે જેમાં માહિતી આપવી પડશે. આ પછી કાર્ડ બની જશે. ઉપરાંત, લોકો CSC ની મુલાકાત લઈને પણ આ કાર્ડ બનાવી શકે છે.