અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ રોકાશે આ હોટેલમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આજે અમેરિકા જવા માટે રવાના થયા છે. પીએમ 26 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. તેમની સાથે વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં હાજરી આપશે તેમજ અન્ય દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. આ મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી ઉપરાંત 100 દેશોના વડાઓ પણ અમેરિકા પહોંચી રહ્યા છે. કોરોના કાળ બાદ એ પહેલી તક છે જ્યારે તમામ દેશોના વડા રૂબરુ મુલાકાત કરવા જઈ રહ્યા છે.

image source

વડાપ્રધાનના અમેરિકાના સત્તાવાર કાર્યક્રમ મુજબ તેઓ 22 સપ્ટેમ્બરની રાત્રે વોશિંગ્ટન ડીસી પહોંચશે અને બીજા દિવસે એટલે કે 23મી સપ્ટેમ્બરની સવારે અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓને મળશે. અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેક ટુ બેક બેઠક બાદ પીએમ મોદી 23 સપ્ટેમ્બરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે. આ સાથે તેઓ ઓસ્ટ્રેલિયા, જાપાનના પીએમને પણ મળશે.

image source

ત્યારબાદ પ્રધાનમંત્રી 24 સપ્ટેમ્બરે પીએમ અને બાઈડેન વચ્ચે મુલાકાત થશે અને તેઓ વોશિંગ્ટનમાં ક્વાડ ગ્રુપના નેતાઓના સંમેલનમાં ભાગ લેશે. આ બેઠક બાદ જ વ્હાઈટ હાઉસમાં નેતાઓની બેઠક થશે, જેમાં અફઘાનિસ્તાન સહિતના સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી 24 સપ્ટેમ્બરની સાંજે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જશે જ્યાં તેઓ 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે. 26 સપ્ટેમ્બરે પીએમ ભારત પરત ફરશે.

image source

વડાપ્રધાન મોદીની કોરોના કાળ બાદની આ પહેલી વિદેશ યાત્રા હશે. પીએમ મોદીની આ અમેરિકાની યાત્રા દરમિયાન તેઓ જે હોટેલમાં રોકાવાના છે તે ચર્ચામાં છે. અમેરિકા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીની રહેવાની વ્યવસ્થા ન્યૂયોર્ક પેલેસ હોટલમાં કરવામાં આવી છે. આ સિવાય જ્યારે તેઓ વોશિંગ્ટનમાં હશે ત્યારે તેઓ willard intercontinental washington હોટલમાં રોકાશે. જણાવી દઈએ કે આ એક 5 સ્ટાર હોટલ છે જે વ્હાઈટ હાઉસથી માત્ર 400 મીટરના અંતર પર આવેલી છે. આ હોટેલ અત્યંત ભવ્ય અને સુવિધાઓથી સજ્જ છે.

image source

આ હોટલની અંદરની શાનદાર તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં જોઈ શકાય છે કે હોટલની સજાવટમાં એન્ટિક વસ્તુઓથી કરવામાં આવી છે. આ હોટેલમાં એક રાત રોકાવાનું ભાડુ પણ હજારો રૂપિયા છે. હોટેલમાં આલીશાન રુમ ઉપરાંત શોપિંગ માટે શોપ, કોન્ફરન્સ હોલ, આઉટડોર રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ પણ છે.