બજારમાં ઉપલબ્ધ ફાસ્ટેગ અસલી જ નથી હોતા, જો જો તમારું ફાસ્ટેગ પણ નકલી નથી ને ?

Fastag News : NHAI એટલે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા વાહનચાલકોને સાવધાન કર્યા છે કે તેઓ અધિકૃત સ્થાનો પરથી જ ફાસ્ટેગની ખરીદી કરે. બજારમાંથી ખરીદી કરવામાં આવેલા ફાસ્ટેગ ડુપ્લીકેટ પણ હોઈ શકે છે. એનસીઆરમાં આ પ્રકારના નકલી ફાસ્ટેગ પકડવામાં આવ્યા હતા.

image source

જો તમે તમારી કાર દ્વારા નેશનલ હાઇવે પર યાત્રા કરી રહ્યા હોય અને અવાર-નવાર તમારે તમારે નેશનલ હાઇવે પર કાર દ્વારા કે તમારા ખાનગી વાહન દ્વારા ખાવા જવાનું રહેતું હોય અને સાથે જ તમારે એ બાબતે નિશ્ચિંત રહેવું હોય કે ફાસ્ટેગ ના કારણે ટોલ પ્લાઝા પર વધુ હેરાન થવું ના પડે. તો તમારે એક વખત તમારૂ ફાસ્ટેગ ઓરીજનલ છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ. તમે ચકાસી લો કે ક્યાંક ગમે નકલી ફાસ્ટેગ તો નથી ખરીદી લીધું ને ? કારણ કે એનસીઆરમાં અમુક વાહનોમાં નકલી ફાસ્ટેગ મળી આવ્યા છે. આને જોતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એલર્ટ જાહેર કર્યું છે. અને ડુપ્લીકેટ બચવા માટેની રીતો જણાવી છે.

image source

ગાઝિયાબાદમાં એનએચ નાઈન ના છીજારસી ટોલ બૂથ પર તાજેતરમાં જ નકલી ફાસ્ટેગ લગાવેલા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. અને આ આવા પ્રકારનો એકમાત્ર કિસ્સો નથી. આ પ્રકારના ડુપ્લીકેટ ફાસ્ટેગ અનેક ટોલ બૂથ પર મળી આવ્યા છે. વારંવાર મળી આવતાં ડુપ્લીકેટ ફાસ્ટેગને લઈને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ સાવચેતી દાખવવાનું શરૂ કર્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર આ બાબતે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાહનચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કરવામાં આવેલ બેંક અને ટોલ પ્લાઝા ની આસપાસ આવેલા સત્તાવાર સેન્ટર પરથી જ ફાસ્ટ ખરીદવા.

image source

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર મુદિત ગર્ગના જણાવ્યા અનુસાર બજારમાં જે ફાસ્ટેગ વેચાઇ રહ્યા છે તે ફાસ્ટેગ નકલી હોઈ શકે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કરવામાં આવેલ બેંક તેમજ ટોલ પ્લાઝા ની આસપાસ આવેલા સત્તાવાર સેન્ટર પરથી જ ફાસ્ટ ખરીદવા હિતાવહ છે. ફાસ્ટેગ ના હોય તેવા કિસ્સામાં ટોલ પ્લાઝા પર બે ગણો ટોલ આપવાનો રહે છે.

આ બેંક પરથી ખરીદી શકાય છે ફાસ્ટેગ

image source

વાહન ચાલકો નકલી ફાસ્ટેગ ખરીદવાની ભૂલ ના કરવા ઈચ્છતા હોય અને ઓરીજનલ.ફાસ્ટેગ ખરીદવા ઈચ્છતા હોય તો તેઓ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય કરવામાં આવેલ બેંકમાંથી ફાસ્ટેગ ખરીદી શકે છે. આ બેંક એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, icici bank, ઇડ્સઈંડ bank, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ફાસ્ટેગ, એસબીઆઈ અને સિન્ડિકેટ બેન્ક માંથી ફાસ્ટેગ ખરીદી શકે છે. જો online ફાસ્ટેગ ખરીદવું હોય તો વેબસાઈટ પરથી પણ ખરીદી શકાય છે.