જોવા જેવા છે 13.09 લાખ રૂપિયાથી લઈને 23.69 લાખ રૂપિયા સુધીના Piaggio ઇન્ડિયાના સુપરબાઈક

Piaggio ઇન્ડિયા દ્વારા ગત ગુરુવારે પોતાની સુપર બાઈક ના નવા મોડલ ને લોન્ચ કરવામાં આવ્યું હતું આ સુપર બાઈક માં એપ્રિલિયા rs 660, ટ્યુનો v4 અને સાથે જ પ્રખ્યાત મોટો ગુજજી v85tt શામેલ છે.

image source

Piaggio ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ models ની કિંમતો 13.09 લાખ રૂપિયાથી લઈને 23.69 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. પ્રીમિયમ વેસ્પા સ્કૂટર નું નિર્માણ કરનારી કંપની piaggio ઇન્ડિયા ઈટાલીની પ્રમુખ ઓટો કંપની piaggio ગ્રુપની પૂર્ણ માલિકીની અનૂસંગિ કંપની છે.

બધા મોટોપ્લેક્સ ડીલરશીપ પણ મળશે ગાડી

કંપનીએ જણાવ્યું હતું કે આ મોટરસાયકલો ભારતમાં તેના બધા મોટોપ્લેક્સ ડીલરશીપ પર ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. piaggio ઇન્ડિયાના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક ડિએગો ગ્રેફી એ જણાવ્યું હતું કે લોંચ કરવામાં આવેલા સુપર બાઈક ના નવા મોડલો એ ભારત સહિત વિશ્વભરના ગ્રાહકોને ભારે આકર્ષિત કર્યા છે. ભારતીય ગ્રાહકોની ઉભરતી જીવન શૈલીને ધ્યાનમાં રાખીને અમારું લક્ષ્ય તેઓને મોટરસાયકલ ચલાવવાનો એક નવો અનુભવ આપવાનો છે.

કિંમત

image source

નવી 6600 સીસી એપ્રિલિયા rs 660 અને ટ્યુનો 660 ની કિંમત ક્રમશ 13.39 લાખ રૂપિયા અને 13.09 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 1078 સીસી rsv4 ની કિંમત 23.79 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

Piaggio ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 1077 કસીસી ટ્યુનો v4 ની કિંમત 20.66 લાખ રૂપિયા અને 850 સીસી મોટો ગુજજી v85tt ની કિંમત 15 40 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બધી કિંમતો એક્સ શોરૂમ ની કિંમત છે.

ભારતમાં i20 નું નવું વેરીએન્ટ લોન્ચ

image source

દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની hyundai એ ભારતમાં i20 ના નવા વેરિએન્ટ ને લોન્ચ કરી દીધું છે. કંપનીની નવી hyundai i20 n line કારની શરૂઆતી એક્સ શોરૂમ ની કિંમત નવું 9.84 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેના topline મોડલ ની એક્સ શોરૂમ ની કિંમત 11.75 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

કંપની ઓગસ્ટ 2021 ના છેલ્લા સપ્તાહમાં આ કારનું બુકિંગ શરૂ કરી દીધું હતું. કોઈ પણ ગ્રાહક 25000 રૂપિયાનું તો ટોકન અમાઉન્ટ આપી આ કાર બુકિંગ કરાવી શકતા હતા. સ્પોર્ટી કાર જેવી દેખાતી હેચબેક કારમાં નવા એલોય ડિઝાઇન અને N લોગો સાથે R16 ડાયમંડ કટ એલોય વ્હીલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કઈ રીતે બુક કરાવી શકાય છે i20 ન3 લાઈન

image source

Hyundai ની i10 એન લાઇન ને ઘણો આકર્ષક અને સ્પોર્ટી લૂક આપવામાં આવ્યો છે. આ કારને 3 ટ્રીમ્સ N6 (iMT), N8 (iMT) અને N8 (DCT) મા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રાહક hyundai કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અથવા ડીલરશીપ પર જઈને 25 હજાર રૂપિયાના ટોકન અમાઉન્ટ ની ચુકવણી કરી ને આ કાર બુક કરાવી શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં અનેક એન લાઇન મોડલ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. i20 એન લાઈન સ્ટાન્ડર્ડ i20 કરતા અલગ રાખવામાં આવી છે. hyundai કંપનીની એવી આશા છે કે તેની નવી કાર સ્પોર્ટી ડ્રાઈવિંગ નો શોખ ધરાવતા યુવાનોને આકર્ષિત કરવામાં સફળ રહેશે.