શા માટે અમેરિકાને બદલવું પડ્યું ડેથ સર્ટીફિકેટ

અમેરિકાએ તાજેતરમાં જ કોરોનાથી મૃત્યુ પામનાર પહેલી વ્યક્તિના ડેથ સર્ટીફિકેટમાં કેટલીક છેડછાડ કરી છે. જાણવા મળતી માહિતી અનુસાર અમેરિકાએ આ મહિલાના ડેથ સર્ટીફિકેટમાં દર્દીના મોતની તારીખ બદલી છે. આ કામ તેણે ખૂબ જ ચુપચાપ કર્યું છે. જેના કારણે ચર્ચાઓ શરુ થઈ છે. આ સર્ટીફિકેટ એ મહિલાનું છે જે કન્સાસમાં 9 જાન્યુઆરી 2020ના રોજ મૃત્યુ પામી હતી. કોરોનાથી મૃત્યુ થયું હોય તેવી આ પહેલી દર્દી હતી. હવે તેના ડેથ સર્ટીફિકેટમાં છેડછાડ થતા આ મુદ્દાએ ચર્ચાનું રૂપ લીધું છે.

image source

સૂત્રોના જણાવ્યાનુસાર કન્યાસના લીવેનવર્થમાં 78 વર્ષીય લોવેલ કુકી બ્રાઉનનું મોત કોરોનાના કારણે 9 જાન્યુઆરી 2020માં થયું હતું. જ્યારે તેના થોડા સપ્તાહ પછી અમેરિકામાં કોવિડ-19નો પહેલો કેસ નોંધાયો હતો. બ્રાઉનનું ડેથ સર્ટીફિકેટ મે 2021ના રોજ બદલવામાં આવ્યું છે. જૂના ડેથ સર્ટીફિકેટમાં લખવામાં આવ્યું હતું કે તેનું મોત સ્ટ્રોક અને ક્રોનિક લંગ ડિસીસના કારણે થયું છે. પરંતુ મે 2021માં ડોક્ટરોએ ચુપચાપ તેને બદલી દીધું અને તેના ડેથ સર્ટીફિકેટમાં તેના મોતનું કારણ કોવિડ 19 ગણાવ્યું છે.

image source

હવે લોવેલ કુકી બ્રાઉન અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિ બની ગઈ છે. એટલે કે અમેરિકામાં કોવિડ 19થી મોતનો પહેલો કેસ નોંધાયો હતો જ્યારે તે પહેલા દુનિયાને એવી જ ખબર હતી કે અમેરિકામાં કોરોનાથી પહેલું મોત 6 જાન્યુઆરી 2020ના રોજ નોંધાયું હતું. તે કૈલિફોર્નિયાના સૈન જોન વિસ્તારની એક મહિલા હતી.

image source

ધ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને પોતાના વેબ પેજ પર લખ્યું છે કે જાન્યુઆરી 2020માં કોરોનાના કારણે 5 મોત થયા હતા. લોવેલ કુકી બ્રાઉન કોરોનાથી મૃત્યુ પામનાર પહેલી મહિલા હતી. કન્સાસ ડિપાર્ટમેંટ ઓફ હેલ્થ એંડ એનવાયરમેંટે પણ 9 જાન્યુઆરી 2020ના રોજ કોરોનાથી એક મોતની સુચના નોંધવામાં આવી હતી.

image source

જો કે હાલ એ કારણ સામે આવ્યું નથી કે બ્રાઉનનું ડેથ સર્ટિફિકેટ શા માટે બદલવામાં આવ્યું છે. એવું શું મળ્યું કે જેના કારણે તેના મોતને કોરોનાથી મોત ગણાવવામાં આવ્યું છે. તેમની સામાન્ય મોતને આટલા સમય પછી શા માટે કોવિડ 19થી થયેલા મૃત્યુમાં એડ કરવામાં આવ્યું છે. જો કે આ મામલે બ્રાઉનના પરીજનો પણ અજાણ જ છે.

image source

મૃત્યુ પહેલા બ્રાઉનને માથાનો દુખાવો, ડાયેરિયા અને શરીરમાં દુખાવો હતો. આ ફરિયાદ તેને 2019માં ક્રિસમસ પર થઈ હતી. આ સાથે પરિવારે જણાવ્યું હતું કે તેને ભોજનનો સ્વાદ આવતો ન હતો. જ્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી અને એક સપ્તાહમાં તેનું મોત થયું હતું. બ્રાઉને પોતાના મૃત્યુ પહેલા કોઈ આંતરરાષ્ટ્રીય યાત્રા પણ કરી ન હતી. તેની ડાયાબિટીસ અને ક્રોનિક પલ્મોનરી ડિસીઝની સારવાર ચાલી રહી હતી.