બંધ PPF ખાતું ફરી કરાવો ચાલુ, નહિં તો લોનથી લઇને આ સુવિધાઓનો લાભ નહિં મળે

પબ્લિક પ્રોવિડંડ ફંડ એટલે કે PPF ખાતામાં ખાતાધારકે દર વર્ષે 500 રૂપિયા નાખવા જરૂરી હોય છે પરંતુ ઘણા ખાતા PPF ખાતાધારકો વિવિધ કારણોને લઈને તેમના ખાતામાં 500 રૂપિયા નથી નાખી શકતા.

image source

જો તમારું પબ્લિક પ્રોવિડંડ ફંડનું ખાતું પણ બંધ થઇ ગયું હોય તો તેને બને તેટલું ઝડપથી નવેસરથી શરુ કરાવી લેવું જોઈએ. અનએક્ટિવ PPF ખાતાના કારણે ખાતાધારકને અનેક પ્રકારનું નુકશાન વેઠવું પડી શકે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે સૌથી પહેલા એ જાણીએ કે PPF ખાતું શા માટે બંધ કરી દેવામાં આવે છે ? તો તેનો જવાબ એ છે કે PPF ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયાં નાખવા પડે છે અને આ કામ 15 વર્ષ સુધી કરવાનું હોય છે. પરંતુ ઘણા ખાતા PPF ખાતાધારકો અનેક કારણોને લઈને પોતાના ખાતામાં વર્ષે 500 રૂપિયા નથી નાખી શકતા જેના કારણે તેમનું PPF ખાતું બંધ કરી દેવામાં આવે છે.

આ રીતે ફરીથી શરુ કરી શકાય છે PPF ખાતું

PPF ખાતું બંધ થઇ ગયું હોય તો તેને ફરીથી શરુ કરવું બહુ મુશ્કેલ નથી.

image source

– PPF ખાતું ફરીથી શરુ કરવું માટે તમારે જે તે બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જઈને (જ્યાં તમારું PPF એકાઉન્ટ હોય ત્યાં) ફરીથી એકાઉન્ટ શરુ કરવા માટે એક ફોર્મ ભરવું પડશે.

– ફોર્મ ભર્યા બાદ તમારે કેરિયર એટલે કે બાકી રકમ ભરવી પડશે. એનો મતલબ એ થયો કે તમારે જેટલા વર્ષોથી તમારું PPF એકાઉન્ટ બંધ હોય તેટલા વર્ષોના પ્રતિ વર્સષ 500 રૂપિયા લેખે રૂપિયા ભરવા પડશે.

image source

– આ રકમ ભરવાની સાથે તમારે દર વર્ષે 50 રૂપિયાની પેનલ્ટી લેખે પેનલ્ટીની રકમ પણ ભરવી પડશે.

ખાતું બંધ થવાથી થઇ શકે છે આ નુકશાન

image source

2016 માં સરકારે નિયમોમાં ફેરફાર કરતા અમુક ખાસ સ્થિતિમાં મેચ્યોરિટી પહેલા PPF ખાતું બંધ કરવા માટે પરવાનગી આપી હતી. ખાતું શરુ કાર્ય બાદ પાંચ વર્ષે આ કામ કરી શકાય. જો તમારું ખાતું નિષ્ક્રિય હોય તો તમને આ સુવિધા નથી મળતી. હા, જો ખાતું ફરીથી શરુ કરવો તો વાત અલગ છે.

ત્રીજા નાણાકીય વર્ષ બાદ છઠ્ઠા નાણાકીય વર્ષ પૂરું થવા સુધી PPF ખાતામાં બેલેન્સ પર લોન મેળવી શકાય છે જયારે નિષ્ક્રિય ખાતાધારકોને આ લાભ નથી મળી શકતો.

image source

એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખાતાધારક PPF ખાતા સિવાય કોઈ અન્ય PPF એકાઉન્ટ ખોલાવવા ઈચસે તો તેની પરવાનગી તેને નથી આપવામાં આવતી કારણ કે એવો કોઈ નિયમ નથી. કોઈ એક વ્યક્તિ બે PPF એકાઉન્ટ નથી ખોલી શકતી.