દર મહિને 70 હજાર રૂપિયા કમાવવા માટે શરૂ કરો આ કામ, મોદી સરકાર આપશે 70 ટકા સુધીનો ખર્ચ

કેન્દ્ર સરકાર સામાન્ય લોકો માટે નવો વ્યવસાય શરુ કરવા સારું પ્રોત્સાહન આપી રહી છે. આ માટે મુદ્રા યોજના પણ શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યકતિ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરી શકે તે માટે લોન મેળવી શકે છે. તેના બિઝનેસની આવક થયા બાદ તે હપ્તા સ્વરૂપે આ લોનની રકમ ચૂકવી શકે છે. આ યોજનાને કારણે લોકોને આર્થિક રીતે સધ્ધર થવામાં મદદ મળી શકે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આ યોજનાનો લાભ લઈને ડેરી ઉદ્યોગ શરુ કરવા અંગેની માહિતી આપી રહ્યા છે. ખાનગી એજન્સીઓના મંતવ્ય મુજબ દેશભરમાં દૂધ અને દૂધની બનાવટની ચીજવસ્તુઓની માંગ સતત વધી રહી છે.

image source

ડેરી ઉદ્યોગનો બિઝનેસ શરુ કરીને મહિને 70000 જેટલી આવક મેળવી શકાય છે. ખાસ વાત તો છે કે ડેરી ઉદ્યોગમાં ઝંપલાવવા માટે તમારે બહુ વધારે સંસાધનોની જરૂર પણ નથી પડતી. અને તમે નાની રકમનું રોકાણ કરીને પણ આ વ્યવસાય શરુ કરી કમાણી શરુ કરી શકો છો.

વ્યવસાય શરુ કરવા માટે શરૂઆતમાં કેટલો ખર્ચ થાય ?

image source

મુદ્રા સ્કીમ માટે તૈયાર થયેલા પ્રોજેક્ટ ફાઈલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ડેરી ઉદ્યોગ શરુ કરવા માટે તમારે કુલ 16.5 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો રહે છે. તેમાં તમારે લગભગ 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કરવાનું રહે છે. આ બિઝનેસ માટે 70 ટકા રકમ મુદ્રા સ્કીમ અંતર્ગત તમને સરકાર તરફથી મળી શકે છે. બેન્ક તરફથી ટર્મ લોન સ્વરૂપે સાડા સાત લાખ રૂપિયા અને વર્કિગ કેપિટલ સ્વરૂપે 4 લાખ રૂપિયા મળી શકે છે.

image source

પોતાનો ડેરી ઉદ્યોગ શરુ કરીને તમે તેમાં ફ્લેવર મિલ્ક, દહીં, બટર મિલ્ક થી લઈને ઘી પણ બનાવી શકો છે અને વેંચી શકો છો. એ સિવાય ડેરી સાથે જોડાયેલ અનેક પ્રકારની પ્રોડક્ટ પણ બનાવી શકો છો.

કાચા માલની વ્યવસ્થા

આ બિઝનેસ પ્લેનમાં તમને દર મહિને કાચા માલ સ્વરૂપે લગભગ 12000 લીટર કાચા દૂધની જરૂર પડશે. એ સિવાય લગભગ 1000 કિલો જેટલી ખાંડની પણ જરૂર પડશે. કાચા દૂધમાંથી ફ્લેવર દૂધ બનાવવા માટે તમારે 200 કિલો ફ્લેવર અને 625 કિલો સ્પાઇસ અને મીઠું પણ લાવવું પડશે. આ ચીજવસ્તુઓ માટે તમારે લગભગ પ્રતિ મહિને 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવશે.

કેટલી જગ્યાની પડશે જરૂર

image source

આ વ્યવસાય માટે જરૂર પડતી જગ્યાની વાત કરીએ તો તમારે ઓછામાં ઓછી એક હાજર વર્ગ ફૂટની જગ્યાની જરૂર પડશે. તેમાં પ્રોસેસિંગ એટિયા માટે લગભગ 500 વર્ગ ફૂટની જરૂર પડશે. એ સિવાય 150 વર્ગફૂટમાં રેફ્રિજરેશન રમ, 150 વર્ગફૂટમાં વોશિંગ એરિયા, 100 વર્ગફૂટમાં ઓફિસ એરિયા, અને ટોયલેટ સહિત અન્ય સુવિધાઓ માટે 100 વર્ગફૂટની જરૂર પડશે.

કેટલો મળશે નફો ?

ડેરી ઉદ્યોગ શરુ કાર્ય બાદ જો તમે એક વર્ષમાં 82.50 લાખ રૂપિયાનું વેંચાણ પણ કરી લો અને તમારો વાર્ષિક ખર્ચ અંદાજે 74.40 લાખ રૂપિયા થતો હોય તો તમને અંદાજે 8.10 લાખ રૂપિયાનો શુદ્ધ નફો મળશે.

કઈ રીતે કેન્દ્ર સરકાર આ યોજનામાં આપશે સહાય

image source

પોતાનો ડેરી ઉદ્યોગ શરુ કરવા માટે તમે સરકાર પાસેથી સહાય મેળવી શકો છે. પીએમ મુદ્રા લોન યોજના અંતર્ગત તમે સરકાર પાસેથી મૂડી માટે સહાય લઇ શકો છો. એ સિવાય પણ તમને આ યોજના અંતર્ગત વ્યવસાય સંબંધી વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવશે.