ઠુમકા મારતી દેખાઈ શાહરુખ ખાનની સાસુમા, એક્ટરે કહ્યું મારે એમની પાસે કલાસ કરવા પડશે

9 સપ્ટેમ્બર એ શાહરૂખ ખાનની સાસુ એટલે કે ગૌરી ખાનની માતાનો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર ગૌરી ખાને સોશિયલ મીડિયા પર તેની માતાનો એક ડાન્સિંગ વીડિયો શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પત્ની ગૌરી માટે આ વિડીયો પર કમેન્ટ કરતા કિંગ ખાને તેની સાસુને ડાન્સ ક્લાસ લેવાનું કહ્યું છે

शाहरुख खान-गौरी खान
image source

ગૌરી ખાને શેર કરેલા વીડિયોમાં તેની માતા શાનદાર ડાન્સ કરી રહી છે. આ વીડિયો શેર કરતા ગૌરીએ કેપ્શનમાં લખ્યું છે કે તમારા સ્ટેપ્સ સાથે કોઈ મેચ કરી શકતું નથી. હેપી બર્થડે મોમ. પત્ની ગૌરી ખાનના આ વીડિયો પર કમેન્ટ કરતા કિંગ ખાને લખ્યું છે કે હમ્મ સાસુ પાસેથી ડાન્સ ક્લાસ લેવાની જરૂર છે. ગૌરી ખાનની માતાના ડાન્સ વીડિયો પર સેલેબ્સ પણ કમેન્ટ કરી છે. પહેલા બધાએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. પછી તેમન ડાન્સના વખાણ કર્યા

સંજય કપૂર, નમ્રતા શિરોડકર, ઝોયા અખ્તર, નીલમ કોઠારી, મહિપ કપૂર, એકતા કપૂર, અમૃતા અરોરા, મનીષ મલ્હોત્રા, ભાવના પાંડે, સીમા ખાન, સુઝેન, ફરાહ ખાને આ વીડિયો પર કમેન્ટ કરી છે અને ગૌરી ખાનની માતાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બીજી બાજુ, શાહરૂખ ખાન વિશે વાત કરીએ તો, આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરૂખ ખાન સાથે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. શાહરુખ ખાનની છેલ્લી રિલીઝ ઝીરો હતી. જે બોક્સ ઓફિસ પર પટકાઈ ગઈ હતી..

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan)

ઝીરો ફ્લોપ થયા બાદ શાહરુખ ખાને પોતાનો આગામી પ્રોજેક્ટ ખૂબ જ સમજી વિચારીને પસંદ કર્યો. શાહરૂખ ખાન હવે પઠાણથી ફિલ્મી પડદે પરત ફરશે. આ એક સ્પાઈ થ્રિલર ફિલ્મ છે. હવે જોવાનું એ છે કે કિંગ ખાન આ ફિલ્મથી દર્શકોનું કેટલું મનોરંજન કરી શકે છે

image source

તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યુમાં ગૌરીએ ખુલાસો કર્યો હતો કે તેના મુંબઈમાં આવેલું ઘર મન્નત દિલ્હીમાં રહેતી તેની માતા દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. ગૌરીએ કહ્યું હતું કે, મારો આખો મુંબઈ સ્ટાફ દિલ્હીમાં બેઠેલી મારી માતા દ્વારા રિમોટ કંટ્રોલ કરે છે. તે સ્ટાફ સાથે હોટલાઇન પર હાજર છે અને વોટ્સએપ મેસેજ દ્વારા જોડાયેલી રહે છે. તેમને કહેતા રહે છે કે આ જગ્યા ગંદી છે, તેને સંપૂર્ણપણે સાફ કરો, આ જગ્યાને સેનિટાઇઝ કરો વગેરે. આ માત્ર તેમને વ્યસ્ત રાખે છે, પણ મારા સ્ટાફના કામને પણ તપાસતા રહે છે.