નવા ઘરમાં વિક્કી અને કેટરીનાનો ગૃહપ્રવેશ, બનશે અનુષ્કા અને વિરાટના પડોશી

બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના નવા જીવનની શરૂઆત કરી છે. રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ ખાતે 9 ડિસેમ્બરે કપલએ સાત ફેરા લીધા હતા. આ લગ્ન ખૂબ જ હાઈ પ્રોફાઈલ હતા પરંતુ તેમાં માત્ર ખૂબ જ નજીકના લોકોએ હાજરી આપી હતી. લગ્ન બાદ કેટરીના કેફ અને વિકી કૌશલએ કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. હાલમાં જ લગ્ન બાદ કેટરીનાએ સાસરિયાંના ઘરે પહેલી રસોઈ બનાવી હતી. હવે આ ન્યુલી મેરિડ કપલે જુહુમાં એક એપાર્ટમેન્ટ લીધું છે. બંને તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશની પૂજા માટે પહોંચ્યા.

વિકી કેટરીનાના ગૃહપ્રવેશ પર પરિવાર પણ રહ્યો સાથે

image soucre

ન્યુલી મેરિડ કપલ ​​કેટરિના કેફ અને વિકી કૌશલ તેમના સપનાના ઘરમાં પ્રવેશ્યા છે. બંને ગૃહપ્રવેશની પૂજા માટે પહોંચ્યા. આ દરમિયાન વિકી કૌશલના પિતા શ્યામ કૌશલ અને માતા વીણા પણ ગૃહ પ્રવેશની પૂજા માટે એપાર્ટમેન્ટની બહાર જોવા મળ્યા હતા.

કેટરીના અને વિક્કી બનશે વિરાટ અનુષ્કાના પડોશી

image soucre

લગ્ન પછી હવે કેટરીના કેફ અને વિકી કૌશલ બંનેએ પોતાનું નવું ઘર લીધું છે. આ ન્યુલી મેરિડ કપલે જુહુના રાજમહેલમાં 5 વર્ષ માટે એક એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. કેટરીના કેફ અને વિકી કૌશલ હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પડોશી બનવા જઈ રહ્યા છે. આ વાતનો ઉલ્લેખ ખુદ અનુષ્કા શર્માએ એક પોસ્ટમાં કર્યો હતો. તાજેતરમાં, અનુષ્કાએ કેટરિના કેફ અને વિકી કૌશલને તેમના લગ્ન પર અભિનંદન આપતા પોસ્ટ કરી હતી, ઝડપથી ઘરે આવો જેથી અમને બાંધકામના અવાજો સાંભળવા ન પડે.

આટલા લાખ આપશે ભાડું

image socure

વિકી કૌશલ અને કેટરિના કેફએ જુહુના રાજમહેલમાં 8મા માળે 5 વર્ષ માટે ભાડા પર એપાર્ટમેન્ટ લીધું છે. આ એપાર્ટમેન્ટ માટે વિકી કૌશલ અને કેટરિના કેફએ પહેલા ત્રણ વર્ષ સુધી દર મહિને 8 લાખ રૂપિયા ચૂકવવા પડશે. દંપતીએ 1.75 કરોડ રૂપિયા સિક્યોરિટી તરીકે જમા કરાવ્યા છે. વિકી કૌશલ અને કેટરીના કેફનું આ સી ફેસિંગ ઘર 5 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

image socure

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા વિકી કૌશલે જુલાઈ મહિનામાં રાજ મહેલ બિલ્ડિંગના 8મા માળે એક ઘર ભાડે લીધું હતું. તમને જણાવી દઈએ કે રાજ મહેલ ઈમારત એસ્ટેટ ડેવલપર આશિષ ગ્રુપના પ્રોજેક્ટની ઈમારત છે. જેની તસવીરો અને વીડિયો આશિષ ગ્રુપે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. વિશાળ અને આનંદી ચાર બેડરૂમ એપાર્ટમેન્ટમાં બીચફ્રન્ટનો સુંદર નજારો છે