જો તમે ઘરની કિંમતી વસ્તુઓને આ રીતે છુપાવશો તો નહિં મળે ચોરને પણ

મિત્રો, જો તમારા ઘરમા નાણા, કીમતી દસ્તાવેજ, સોનાના ઘરેણા જેવી વસ્તુઓ છે તો તેને તિજોરી કે કબાટમા ના રાખો. આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું કે, જ્યાં આ વસ્તુઓ મુકવામા આવે તો ચોર સપનામાં પણ નહિ વિચાર શકે. આપણા ઘરમાં ઘણી એવી કિંમતી વસ્તુઓ હોય છે, જેને સાચવવી ખુબ જ અઘરી હોય છે કારણકે, તિજોરીમા તેને મુકવી પણ સુરક્ષિત નથી કારણકે, હવે તો તેમાથી પણ ચોરી થવાનો ભય વધારે રહે છે. તો આજે આ વિશેષ જગ્યાઓ વિશે માહિતી મેળવીશું કે જ્યાં તમે આ કીમતી વસ્તુઓ રાખી શકશો.

ઘરબેઠા તૈયાર કરો આ વિન્ડ ચાઈમ :

image source

આ વસ્તુ તમે ઘરના કોઈપણ ખૂણામાં લગાવો તે ઘર ખુબ જ સુંદર દેખાય છે. જો તમે તમારી કિંમતી ચાવી છુપાવવા ઈચ્છતા હોવ તો આ વસ્તુ એ એક ખુબ જ સુંદર રસ્તો છે. તેની અંદર તમે ઘરમા રહેલી અનેકવિધ જૂની ચાવીઓને ભેગી કરો અને એક દોરાથી તેની અંદર એ બધી જ ચાવીઓને લટકાવી દો. તેની અંદર તમારી કિંમતી ચાવી પણ કોઈ ખાસ નિશાની સાથે જેને તમે ઓળખી શકો એ રીતે લાગવી દો. જેનાથી તમે એ ચાવીને ઓળખી શકશો પરંતુ, આ નિશાન બીજું કોઈ નહીં ઓળખી શકે.

ઘરમા રાખો આ છબ્બી :

image source

આપણા ઘરની અંદર ઘણી વિશેષ છબ્બીઓ હોય છે. જો આપણુ કોઈ સ્વજન ગુજરી જાય ત્યારે પણ આપણે તેની યાદોને તસ્વીર રૂપે ઘરની અંદર રાખતા હોઈએ છીએ અને આ છબ્બીઓ ઘરની અંદર હંમેશા રહે છે પરંતુ, આ છબ્બીનો પણ એક સુંદર ઉપયોગ થઇ શકે. તમારા ઘરની કોઈ કિંમતી ચાવી કે કોઈ કિંમતી કાગળિયા રાખવા માટે તમે જે છબ્બી લગાવો છો તેની પાછળ એક કાણુ બનાવી દો અને આ ફોટા પાછળ છુપાવી દો, ક્યારેય કોઈને ખબર પણ નહિ પડે.

ઘરમા રાખો એક પક્ષીઘર :

image source

ઘણા લોકોને પોતાના ઘરની અંદર પક્ષીઘર રાખવુ ખુબ જ પસંદ હોય છે, તેનો મીઠો અવાજ સાંભળીને માણસ હસી-ખુશીથી પણ રહેતો હોય છે અને પક્ષીઓ પાલવ માટે આપણે પક્ષીઓ માટે પક્ષીઘર પણ બનાવીએ છીએ ત્યારે પક્ષીઘરની અંદર નાનુ એવુ કાણુ બનાવી દો કે જ્યા તમે પૈસા, જરૂરી સમાન કે ચાવી ખુબ જ સરળતાથી છુપાવી શકો. આ વાત કોઈને ખબર પણ નહિ પડે.

પુસ્તકોનુ શેલ્ફ :

image source

જો તમે તમારા ઘરની અંદર પણ પુસ્તકો રાખવા માટે વિશેષ કબાટનુ શેલ્ફ બનાવવામા આવ્યુ છે, તો તમે એ પુસ્તકોની વચ્ચે પણ એક વિશેષ પ્રકારનુ ખાનુ બનવાડાવી શકો છો, જેની અંદર તમે કિંમતી સમાન, પૈસા, કાગળિયા જેવી વસ્તુઓ સરળતાથી છુપાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત