આ દેશ વેક્સિન લેવા બદલ આપશે 10 લાખની નવી કાર, જાણી લો જલદી આ વિશે તમે પણ

લગભગ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ આખી દુનિયામાં કહેર મચાવી દીધો છે. આ વાયરસથી બચવા માટે લગભગ દરેક પ્રકારના પ્રયાસો નિષ્ણાંતો કરી રહ્યા છે અને તેના એક ભાગ રૂપે વિશ્વના મોટાભાગના દેશોએ પોતાના નાગરિકોને કોરોના વેકસીન આપવાનું પણ શરૂ કરી દીધું છે. એક બાજુ ભારત દેશમાં દિલ્હી જેવા રાજ્યમાં કોરોના વેકસીનની અછત વર્તાઈ રહી છે ત્યારે વિશ્વમાં એક દેશ એવો પણ છે જ્યાં સ્થાનિક નાગરિકોને વેકસીન લેવામાં રસ નથી અને આ કારણે આ દેશે કોરોના વેકસીન લેવામાં લોકો ઉત્સાહ બતાવે તે હેતુ અનેક ઓફરો પણ મૂકી છે.

image source

રશિયાએ પોતાના દેશમાં ચાલતા વેકસીન અભિયાનમાં ઝડપ લાવવા માટે એક અનોખી ઓફર રજૂ કરી છે. રશિયાની રાજધાની મોસ્કોના તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જે નાગરિકો કોરોના વેકસીન લગાવશે તેઓને નવી કાર ફ્રી માં આપવામાં આવશે. મહારાષ્ટ્ર ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિન એ ગત રવિવારે એવું એલાન કર્યું હતું કે કોરોના વેકસીન લેનાર નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતી બ્રાન્ડ ન્યુ કાર ફ્રી આપવામાં આવશે. તેઓએ એવી આશા પણ દર્શાવી હતી કે આ યોજનાથી કોરોના વેકસીન લેવામાં લોકો ઉત્સાહ બતાવશે કારણ કે લોકોને તેના બદલે એક નવી કાર ઘરે લઈ જવાની તક મળી રહી છે. અને આ યોજનાને કારણે સ્થાનિક લોકો વેકસીન લેવામાં રુચિ પણ દાખવી રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના વેકસીન અભિયાન થોડું મંદ પડ્યું છે.

આ રીતે મળશે નવી કાર

image source

મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિનએ જણાવ્યું હતું કે 14 જુનથી 18 કે તેથી વધુ વયના લોકો આ ઓફરનો ફાયદો લઈ શકશે. યોજનાનો ફાયદો ઉઠાવનાર લોકોએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેવો ફરજીયાત હશે. આ યોજના ફક્ત 11 જુલાઈ સુધી લાગુ કરવામાં આવી છે. ઓફરનું એલાન કરતા સમયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વેકસીન લેનાર બધા લોકોને કાર આપવામાં નહીં આવે પરંતુ વિજેતાઓના નામ લક્કી ડ્રો મારફત નક્કી કરવામાં આવશે. મોસ્કોના મેયરએ એમ પણ જણાવ્યું હતું કે આગામી અમુક દિવસોમાં દર અઠવાડિયે અંદાજે 5 કાર વિતરણ કરવામાં આવશે અને કુલ થઈને લક્કી ડ્રો મારફત અંદાજે 20 કાર કોરોના વેકસીન લેનાર લોકો વચ્ચે વહેંચી દેવામાં આવશે.

વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયું છે મોસ્કો

image source

નોંધનીય છે કે રશિયામાં સૌથી વધુ કોરોના સંક્રમણ રાજધાની મોસ્કોમાં ફેલાયું છે. મોસ્કોમાં ગત રવિવારે જ કોરોના વાયરસના 7704 નવા કેસો સામે આવ્યા હતા. આ સંખ્યા 24 ડિસેમ્બર બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસો છે. આખા રશિયા દેશમાં 14723 નવા કેસો નોંધાયા હતા જે 13 ફેબ્રુઆરી બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસો છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!