તમે પણ જુઓ છો 4 કલાકથી વધારે ટીવી તો જાણી લો આ રિપોર્ટનું પરિણામ

જો આપ આખા દિવસ દરમિયાન ૪ કલાક કરતા વધારે ટીવી જોવો છો તો હવે આપે સાવધાન થઈ જવું જોઈએ કેમ કે, ૪ કલાક કરતા વધારે સમય સુધી ટીવી જોવાથી રાતના સમયે જયારે સુવા જાવ છો ત્યારે નસકોરા (snoring) બોલવાનો ખતરો ૭૮% સુધી વધી જાય છે. હાર્વર્ડ યુનિવર્સીટીની મેડીકલ સ્કુલ (Harvard Medical School) ના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલ પોતાની તાજેતરની એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.

image source

હાર્વર્ડ મેડીકલ સ્કુલના વૈજ્ઞાનિકો દ્વારા ૧૦ થી ૧૮ વર્ષની ઉમર ધરાવતા ૧, ૩૮. ૦૦૦ બાળકો પર રીસર્ચ કરવામાં આવી છે. આ તમામ બાળકોનું સ્વાસ્થ્ય કેવું છે અને તેઓ કેટલા હરતા ફરતા રહે છે, એની પર પણ નજર રાખવામાં આવી.

image source

હાર્વર્ડ મેડીકલ સ્કુલના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ રીસર્ચમાં સામે આવ્યું છે કે, એક જ જગ્યાએ બેસી રહેવાની આદતના કારણે ઓબ્સટ્રકટીવ સ્લીપ એન્પ્રિયા થઈ શકે છે. આ કારણે જ નસકોરા બોલવાની સમસ્યા શરુ થવાનો ખતરો ૭૮% સુધી વધી જાય છે. વૈજ્ઞાનિકો દ્વારા સલાહ આપવામાં આવી છે કે, એવા વ્યક્તિઓ જેઓ ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરે છે, તેમણે પણ એની ભરપાઈ વધારે એકસરસાઈઝ કરીને કરવી જોઈએ.

image source

આપને જણાવી દઈએ કે, સ્લીપ એન્પ્રિયામાં શ્વાસ નળી રાતના સમયે પૂરી રીતે બ્લોક થઈ જાય છે. આમ થવાથી સામાન્ય રીતે શ્વાસ લેવામાં મુશ્કેલ થઈ જાય છે. આ જ પરિસ્થિતિ નસકોરામાં પરિવર્તિત થઈ જાય છે. જો સમયસર એનો ઉપચાર નથી કરાવવામાં આવે તો, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ગ્લુકોમા, સ્ટ્રોક અને ટાઈપ- 2 ડાયાબીટીસ થવાનો ખતરો પણ વધી જાય છે.

image source

એક્સપર્ટના અનુમાન મુજબ, આખી દુનિયામાં ૩૦ થી ૬૯ વર્ષની ઉમર ધરાવતા ૧૦૦ કરોડ વ્યક્તિઓમાં સ્લીપ એન્પ્રિયા સામે લડી રહ્યા છે. એની જલ્દીથી જલ્દી સારવાર કરાવવી જરૂરી થઈ જાય છે. એક્સપર્ટ દ્વારા સલાહ આપવામાં આવે છે કે, આપે દિવસ દરમિયાન વધુમાં વધુ સક્રિય રહેવું જોઈએ તેમજ જો આપ બેસી રહેવું પડે તેવી ઓફીસ નોકરી રહ્યા છો તો આપે સમયે સમયે એકસરસાઈઝ કરતા રહીને નસકોરા આવવાની સમસ્યાની સાથે સાથે લાંબા ગાળે થતી જીવલેણ બીમારીઓ જેવી કે, કેન્સર. હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક ગ્લુકોમા સ્ટ્રોક અને ટાઈપ- 2 ડાયાબીટીસ જેવી બીમારીઓના ખતરાને પણ ઘણા અંશે ઘટાડી શકાય છે. એટલા માટે આપે દિવસ દરમિયાન ૪ કલાક કરતા વધારે સમય સુધી ટીવી જોવું જોઈએ નહી.