કોરોના બાદ શહેરમાં વધી રહ્યા છે મલેરિયા, ડેંગ્યુના કેસ, હોસ્પિટલો થઈ રહી છે હાઉસફૂલ

કોરોનાની બીજી લહેરમાં જે ફટકો લોકોને પડ્યો હતો તેમાંથી હજુ તો માંડ માંડ કળ વળી રહી છે ત્યાં વધુ કેટલાક રોગે માથું ઉંચકતાં શહેરીજનોના હોસ્પિટલના ધક્કા વધી ગયા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં મચ્છરજન્ય રોગચાળાએ ફુંફાળો માર્યો છે અને તેની ચપેટમાં હજારો લોકો આવી રહ્યા છે. સ્થિતિ એવી સર્જાય છે કે હોસ્પિટલોમાં આ બીમારીઓથી ગ્રસ્ત લોકોની લાઈનો લાગવા લાગી છે.

image soucre

મચ્છરજન્ય રોગોએ અમદાવાદ શહેરમાં માથું ઉચક્યું છે જેના કારણે શહેરીજનોની શાંતિ હણાય ગઈ છે. શહેરમાં હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. શહેરની સોલા, અસારવા સિવિલ ખાતે 140થી વધુ કેસ મચ્છરજન્ય બીમારીના નોંધાયા છે. આ કેસની વિગતોની વાત કરીએ તો તેમાંથી 88 કેસ મેલેરિયાના અને 50 કેસ ડેન્ગયૂના છે. આ સિવાય 1400થી વધારે શંકાસ્પદ કેસ મચ્છરજન્ય હોવાનું પણ સામે આવ્યં છે.

image soucre

ઉલ્લેખનીય છે કે વરસાદની સીઝનમાં ઠેરઠેર પાણીના ખાબોચીયાં ભરાતા અને દૂષિત પાણીના કારણે મચ્છરોનો ત્રાસ શહેરી વિસ્તારમાં વધતો જોવા મળે છે. મચ્છરોનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગો પણ વધી ગયા છે. ગત માસ એટલે કે જુલાઈ માસમાં મચ્છરજન્ય રોગના 140 કેસ નોંધાયા હતા જ્યારે 1400થી વધુ રોગના કેસ સોલા અને અસારવા ખાતે નોંધાય હતા.

image soucre

જાણવા મળ્યાનુસાર ડેન્ગ્યૂના સોલા સિવિલમાં 58 અને અસારવામાં 33 કેસ નોંધાયા હતા. જ્યારે મેલેરિયાના સોલા સિવિલમાં 23 અને અસારવામાં 26 કેસ નોંધાયા હતા. આ રીતે એક જ મહિનામાં મેલેરિયાના 50 અને ડેન્ગ્યૂના 88 કેસ સામે આવ્યા છે. આ સિવાય તાવ અને ઠંડી લાગવાના 870 કેસ નોંધાયા છે.

image soucre

હાલ ચિંતાની વાત એ પણ છે કે 460 જેટલા કેસ ડેંગ્યૂના શંકાસ્પદ કેસ તરીકે નોંધાયા છે. હાલ તો સ્થિતિ એવી છે કે કોરોના બાદ અમદાવાદ શહેરને મચ્છરજન્ય રોગોએ બાનમાં લીધું છે. હોસ્પિટલો મેલેરિયા અને ડેંગ્યૂના કેસ વધી રહ્યા છે. એક સમયે જેમ કોરોનાના દર્દીઓની લાઈનો હોસ્પિટલમાં જોવા મળતી હતી તેમ હવે મેલેરિયા અને ડેંગ્યૂના દર્દીઓ હોસ્પિટલમાં ઊભરાવા લાગ્યા છે.