જો તમને પણ કોરોના અને સામાન્ય થતા ગળામાં દુખાવા વિશે કઈ ખ્યાલ નથી, તો અહીં જાણો

એક વર્ષ પહેલા સુધી ગળામાં દુખાવો એ સામાન્ય હતું અને તે વિષે કોઈ ચિંતિત પણ ના થતું, પરંતુ જ્યારથી આ કોરોનાવાયરસ દરેક દેશમાં ફેલાયેલો છે અને સમગ્ર વિશ્વમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું, ત્યારથી જ ગળામાં દુખાવો થતા જ લોકોમાં ભય અને ગભરાટ ફેલાય છે. જ્યારથી આ રોગચાળો ફેલાયો છો, ત્યારથી જરા પણ બીમાર થવા પર આપણને ચિંતા થાય છે કે ક્યાંક આપણને તો કોરોના નથી થયો. તેથી તે જાણવું ખુબ જ જરૂરી છે કે કોરોના અને સામાન્ય ગળામાં થતા દુખાવામાં શું અંતર છે. તો ચાલો અમે તમને જણાવીએ કે કોરોનામાં અને સામાન્ય ગળાના દુખાવાના વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો અને આગળ શું પગલાં લેવા.

સામાન્ય ગળામાં થતા દુખાવાના કારણો

image source

ગળામાં દુખાવો થવો એ એક સામાન્ય લક્ષણ છે, જે ઘણી એલર્જી, ચેપ અને શ્વસનતંત્રના રોગોને કારણે પણ થાય છે. ડોક્ટરો આ વિશે જણાવે છે કે મુખ્યત્વે શ્વસનતંત્રના કેટલાક વાયરસ અથવા તેમાંથી એક જેવા કે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, એપ્સ્ટીન-બાર વાયરસ, ઍન્ડીનોવાયરસથી થાય છે. કેટલીક વખત ગળામાં દુખાવાનું કારણ અન્ય એલર્જી, ખૂબ શુષ્ક હવા જે એર કંડિશનિંગથી આવે છે, પ્રદૂષણના કારણે હવામાં રહેલા બેક્ટેરિયા, ધૂમ્રપાન, મોટેથી વાતો કરવી અને ગેસ્ટ્રો અન્નનળી રીફ્લેક્સ રોગથી પણ થઈ શકે છે.

મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ અને તફાવતો

image source

ફલૂ, સ્ટ્રેપ્ટોકોકલ વાયરસ અને કોવિડ -19 દ્વારા થતાં ફેરીન્જાઇટિસના લક્ષણોમાં ઘણી સમાનતા છે. આ બધાના કારણે તાવ, શરદી, ગળામાં દુખાવો, માંસપેશીઓ અને શરીરમાં દુખાવો, થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે.

1. ડોક્ટરના કહેવા પ્રમાણે, ફલૂનું સૌથી અગત્યનું લક્ષણ એ છે કે ફલૂના લક્ષણો મોટે ભાગે ખૂબ ઝડપથી ઉભરી આવે છે, જ્યારે કોવિડ – 19 ના લક્ષણો ધીરે ધીરે અને ક્યારેક તો ઝડપી પણ દેખાય છે.

image source

2. જે વ્યક્તિને સામાન્ય ગળામાં દુખાવો થાય છે તેને ગળામાં દુખાવો અથવા ગળામાં ખંજવાળ આવે છે, જેના કારણે તે ગળામાં ખેંચાણ અનુભવે છે અને જમવામાં તથા પાણી પીવામાં ખુબ જ તકલીફ થાય છે. સાથે ત્યાં સોજો લાલ ટોન્સિલ પણ હોય છે અને ગળાની આગળ લસિકા ગાંઠ પર સોજો આવે છે અને જ્યારે તેને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે ત્યાં ખુબ જ પીડા થાય છે.

3. તમારા ટોન્સિલ પર સફેદ પરુ હાજર હોઈ જેના કારણે તમારો અવાજ બેસેલો રહે છે અને મોંમાંથી ગંધ આવે છે. આ સામાન્ય કફ અને ગળામાં થતી કોઈ બળતરાના લક્ષણો હોય શકે છે.

મહત્વપૂર્ણ તફાવત

image source

ભારતમાં મળી આવેલા કોવિડ -19 ચેપના 10 ટકાથી વધુના કિસ્સામાં, એવું જોવા મળ્યું છે કે ગળામાં દુખાવો, ગળામાં ખંજવાળ અને ગાળું લાલ થવું જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ આ સરળતાથી ઓળખી શકાય છે, કારણ કે લસિકા ગાંઠો, સોજેલા ટોન્સિલ, શ્વાસમાં આવતી ગંધ અને બેસેલો અવાજ સામાન્ય રીતે કોવિડ 19ના દર્દીઓમાં જોવા મળતા નથી.

કેવી રીતે જાણવું કે તમને કોવિડ -19 ચેપ છે

image source

જો તમે કોઈ કફનો અનુભવ કરી રહ્યા છો જે ઘણી વાર સુકાઈ જાય છે અને તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને તમે થોડું ચાલીને જ થાકી જાવ છો અને તે જ સમયે તમને કોઈપણ પ્રકારની સુગંધ નથી આવતી અથવા તો તમારા મોમાં કોઈ સ્વાદ નથી આવતો, આમાંથી કોઈ એક લક્ષણ પણ તમને અનુભવાય છે તો તમે કોવિડ -19 ચેપની ચપેટમાં આવી ગયા છો. ફક્ત ગળામાં દુખાવો એ સાબિત નથી કરતું કે તમને કોવિડ -19 ચેપ લાગ્યો છે મોટાભાગના કિસ્સાઓમાં ગળામાં થતો સામાન્ય દુખાવો એ હવામાન અને ફ્લૂમાં પરિવર્તનના કારણે પણ થઈ શકે છે.

આ સમસ્યા પર શું કરવું જોઈએ.

image source

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, તમારે હંમેશાં અન્ય લક્ષણો પર નજર રાખવી જોઈએ. જો તમને માત્ર ગળામાં દુખાવો છે અને તમે સામાજિક અંતરને અનુસરી રહ્યા છો, તેમજ માસ્ક પહેરો છો અને કોરોના ચેપવાળા કોઈ દર્દીના સંપર્કમાં નથી, તો પછી ગરમ પાણી પીવો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ કરવાથી તમારી સમસ્યા હલ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત