જો તમને પણ આવે છે વધારે પડતા બગાસા તો થઇ જજો સાવધાન! આ ગંભીર બીમારીનુ હોય શકે છે આ લક્ષણ…

મિત્રો, જ્યારે પણ તમને એવુ મેહસૂસ થાય છે કે, હવે તમને ઊંઘ આવવાની છે ત્યારે તમને બગાસા આવવા લાગે છે પરંતુ, દરેક વખતે એવુ હોતુ નથી. ઘણીવાર આ બગાસા આવવાનુ કારણ કઈક બીજુ પણ હોય શકે છે. હા, જ્યારે આ વાત અમે તમારી સમક્ષ કરશુ ત્યારે તમને થોડા સમય માટે આ વાત પર વિશ્વાસ તો નહિ આવે પરંતુ, આ સત્ય છે તો ચાલો જાણીએ આ વિશે.

image source

જો તમને પણ એકધારા બગાસા આવે છે તો તે ઊંઘ આવતી હોય એટલા માટે નથી આવતા. ઘણીવાર આ બગાસા કોઈ ગંભીર બીમારીના સંકેત પણ આપતા હોય શકે છે. જ્યારે તમે આ વાત સાંભળો છો અને વિચારી રહ્યા છો કે, આખરે બગાસાથી કઈ બીમારી થઈ શકે છે? તો ચાલો આ અંગે વિસ્તૃત માહિતી મેળવીએ.

આ છે નિરંતર બગાસા આવવા પાછળના જવાબદાર કારણો :

image source

જ્યારે પણ મગજમા ઓક્સીજનનો પ્રવાહ ઓછો હોય અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડનુ પ્રમાણ વધારે હોય ત્યારે ફેફસા સાથે સંકળાયેલી બીમારી થઈ શકે છે. આ સમય દરમિયાન લોકોને એકધારા બગાસા આવે છે. એકધારા બગાસાને કારણે મગજમા ઓક્સિજનનો પ્રવાહ પણ ઝડપથી વધે છે અને તે ફેફસામા રહેલી ખરાબ હવાને દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થાય છે.

image source

આ ઉપરાંત ઘણા લોકોના બગાસા ખાવાનુ કારણ તેમના હૃદય સાથે પણ સંકળાયેલુ હોય છે. શરીરમા જ્યારે પણ ઓક્સિજનની ઉણપ થાય છે ત્યારે બ્લડ પંપ કરવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે અને એ સમયમા હૃદયનો હુમલો આવવાની સંભાવના પણ વધી જાય છે.

image source

આ સિવાય તણાવ પણ બગાસા આવવા પાછળનુ એક જવાબદાર કારણ સાબિત થઇ શકે છે. એવુ કહેવામા આવે છે કે, માનસિક તણાવ વધવાથી તમારા મગજના તાપમાનમા વૃદ્ધિ થાય છે અને એવામા બગાસા આવવાનુ પ્રમાણ પણ વધી શકે છે. તેના કારણે તમને ઓક્સિજનનુ પર્યાપ્ત પ્રમાણ મળી રહે છે અને તેનાથી તમારા મગજને પણ શાંતિ મળે છે.

image source

ઘણીવાર આપણે જ્યારે સુઈને ઉઠીએ છીએ અથવા બહારથી જ્યારે ઘરે આવીએ ત્યારે શરીરમા ઉર્જાનુ પ્રમાણ ખુબ જ ઓછુ હોય છે અને જ્યારે પણ આવુ થાય છે ત્યારે બગાસા આવવા આવશ્યક છે. તમારે તમારુ ઉર્જાનુ સ્તર વધારવા માટે ઓક્સીજનનુ પ્રમાણ વધારવુ અત્યંત આવશ્યક છે અને તેથી બગાસા આવે છે. માટે જો તમને પણ નિરંતર બગાસા આવતા હોય તો તેની પાછળ આ કારણો જવાબદાર હોય શકે છે માટે જ્યારે પણ હવે બગાસા આવે ત્યારે આ સમસ્યાઓ અંગે અવશ્યપણે વિચારવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત