નેશનલ એવોર્ડ વિનર હૈલ્લારો ફિલ્મની આ અભિનેત્રીનું નિધન

નેશનલ એવોર્ડ પોતાના નામ કરી ગુજરાતી ફિલ્મ હેલ્લારોએ રેકોર્ડ સર્જી દીધો હતો. હેલ્લારો જેવી સફળ ફિલ્મમાં ચમકેલી એક સ્ટારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મ હેલ્લારોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના મનમાં ખાસ સ્થાન બનાવનાર ભુમિ પટેલનું અવસાન થયું છે. ખૂબ નાની વયે ભુમિ જીવન સામે જંગ હારી ગઈ છે. ભુમિના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોમાં પણ શોકની લાગણી પ્રવર્તી છે.

image source

હેલ્લારો ફિલ્મ કચ્છની મહિલાઓની વાર્તા દર્શાવતી ફિલ્મ હતી જેમાં ભુમિ પટેલે ડાન્સરની ભુમિકા ભજવી હતી. એકાએક ભુમિના નિધનના સમાચાર આવતા તેના સહકલાકારો પણ શોકાતુર થયા છે. જાણવા મળ્યાનુસાર ભુમિ કેન્સરથી પીડિત હતી.

image source

ભુમિની બીમારી વિશે વિગતે વાત કરીએ તો ભુમિને બ્લડ કેન્સર હતું. તેની કેન્સરની સારવાર ચાલી રહી હતી. પરંતુ આ જંગમાં ભુમિ જીવનને હારી ચુકી છે. ભુમિ પટેલનું શનિવારે વહેલી સવારે નિધન થયું હતું. ભુમિની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. પરંતુ આ સારવાર સફળ રહી નહીં અને આજે એક ઉમદા કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું.

image source

ઉલ્લેખનીય છે કે સારથી પ્રોડકશન અને હરફનમૌલા ફિલ્મ પ્રસ્તુત હેલ્લારોને ભારત સરકાર તરફથી નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનાર 13 અભિનેત્રીઓ જેમાંથી એક ભુમિ પટેલ પણ હતી તેને પણ સ્પેશિયલ જ્યૂરીનો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત કરાયો હતો. આ રીતે એક ઉમદા અભિનેત્રીના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતને મોટું નુકસાન થયું છે.

image source

થોડા સમય પહેલા જ ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ સ્ટાર નરેશ કનોડિયા અને મહેન કનોડિયાનું પણ નિધન થયું હતું. જ્યારે આજે ફરી એકવાર ગુજરાતી ફિલ્મ જગતને મોટો આઘાત લાગ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે હૈલ્લારો ફિલ્મ 2019માં આવી હતી જેણે દેશભરમાં વખાણ મેળવ્યા હતા. આ ફિલ્મને તે વર્ષે અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જો કે નેશનલ એવોર્ડ જીતનાર અને કોઈ ફિલ્મની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરીનો બેસ્ટ એક્ટ્રેસ તરીકે નેશનલ એવોર્ડ મળ્યો હોય તેવી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત