આજ સુધી નથી બની ચોરીની ઘટના, ગુજરાતમા અહીં આ રીતે થાય છે દુકાનમાં વેપાર

ગુજરાતીઓ તેના વેપાર ધંધા માટે ખૂબ પ્રખ્યાત છે. તેવામાં આજે તમને એક એવા વેપારી વિશે જણાવીએ જેના વિશ્વાસની કોઈ સીમા નથી. આમ તો દરેક વેપારીઓ ગ્રાહકને ભગવાન માને છે, ત્યારે આ વેપારીએ તો આ વાતને ખરેખર સ્વીકારી અને સાબિત પણ કરી છે.

image source

વેપારીઓ ગ્રાહકને ભગવાન માને છે પરંતુ આ વેપારીએ તો તેની દુકાનને જ ભગવાનના ભરોસે છોડી દીધી છે. જી હાં જાણીને વિશ્વાસ આવશે નહીં પરંતુ હકીકતમાં રાજ્યમાં એક એવી દુકાન છે જે દિવસ-રાત ખુલ્લી રહે છે અને તેના ગલ્લા પર વેપારી બેસતા પણ નથી. એટલે કે દુકાન સાવ રેઢી લોકોના ભરોસે રહે છે. જો કે ખાસ વાત એ છે કે સાવ ખુલ્લા પટ જેવી દુકાનમાંથી એક પણ રૂપિયાની વસ્તુ આડીઅવડી થતી નથી.

image source

આ દુકાન 24 કલાક ગ્રાહક માટે ખુલ્લી રહે છે અને તેમાં દુકાનના માલિક કે કામદાર કોઈ હાજર હોતું નથી. આ ગામના લોકો કોઈપણ સમયે વસ્તુ લેવા આવે છે અને જરૂરી સામાન લઈ તેના પૈસા મુકી ત્યાંથી જતા રહે છે. આ દુકાન આ રીતે છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. જો કે આટલા સમયમાં એક પણ એવી ઘટના બની નથી કે કોઈ વ્યક્તિ દુકાનમાં આવી પૈસા મુક્યા વિના વસ્તુ લઈ ગયા હોય.

આ દુકાન વિશે જાણી એ જાણવાની ઈચ્છા પણ થઈ જ હશે કે આ દુકાન આવી છે ક્યાં ? તો જણાવી દઈએ કે આ દુકાન છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં આવેલી છે. આદિવાસી વિસ્તારમાં આવેલી આ દુકાનને શાહિદ નામનો વ્યક્તિ ચલાવે છે. આ દુકાન બંધ નથી થતી એ વાતની સાબિતી એ પણ છે કે તેમાં દુકાનદારે કોઈ દરવાજા કે શટર કરાવ્યા જ નથી.

image source

મૂળ વડોદરાના શાહિદ છેલ્લા 28 વર્ષથી રામભરોશે કરીયાણા અને ઘરવખરીની વસ્તુઓની દુકાન ચલાવે છે. જો કે અહીંના વિસ્તારમાં વસતા લોકો માટે શાહિદ વિના વ્યાજની લોન પણ આપે છે. લોકો તેની પાસે જામીન તરીકે સોનાના દાગીના પણ રાખે છે જે દાગીના દુકાનમાં જ હોય છે. પરંતુ આજ સુધી તે વસ્તુઓની ચોરી પણ થઈ નથી.

image source

એક ચોરીની ઘટના બની હતી દુકાનમાં જેમાં ચોર કોઈજ કીમતી વસ્તુ લઈ ગયો ન હતો. તેણે માત્ર એક બેટરીની ચોરી કરી હતી આ વાત પર શાહિદે કહ્યું હતું કે તેને જરૂર હશે એટલે લઈ ગયો હશે. આ ઘટના સિવાય સતત ખુલ્લી રહેતી આ દુકાનમાંથી એક પણ વસ્તુ ગાયબ થઈ નથી.