અમિતાભ બચ્ચ્ચનના બોડીગાર્ડની સેલેરી જાણીને લાગશે નવાઈ, આ કારણે થઈ ગઈ ટ્રાન્સફર

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના પોલીસ બોડીગાર્ડ જીતેન્દ્ર શિંદે હાલમાં જ પોતાની સેલરીને લઈને ખબરોમાં આવ્યા હતા.ખબર હતી કે એમની સેલેરી વાર્ષિક 1.5 કરોડ રૂપિયા છે. હવે પોલીસ બોડીગાર્ડ જીતેન્દ્ર પર 1.5 કરોડ વાર્ષિક કમાણીના આરોપ પછી એમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. જીતેન્દ્ર વિરુદ્ધ આ બાબતે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરી દીધી છે.

પોલીસ બોડીગાર્ડ જીતેન્દ્રનું થયું ટ્રાન્સફર.

image source

કોન્સ્ટેબલ જીતેન્દ્ર શિંદેને મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટથી અટેચ કરી દેવામાં આવ્યા જે અત્યાર સુધી અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ હતા. અમુક વર્ષોથી એ આ ભૂમિકામાં હતા. હાલમાં જ એવા ઘણા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે એમની વાર્ષિક કમાણી 1.5 કરોડ છે. હવે આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તપાસ થઈ રહી છે કે શિંદેની આ કમાણી ક્યાંથી થઈ રહી છે.

image source

રિપોર્ટ્સ અનુસાર શિંદેએ પોલીસ અધિકારીઓને જણાવ્યું છે કે એ સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે. સૂત્રોનું કહેવું છે કે સિક્યોરિટી એજન્સી દ્વારા એ ઘણા સેલેબ્સની પણ સુરક્ષા આપે છે. શિંદેએ જણાવ્યું છે કે એમની પત્ની સિક્યોરિટી એજન્સી ચલાવે છે અને બિઝનેસ એમના નામ પર જ છે. મુંબઈ પોલીસ હવે આ બાબતે તપાસ કરશે. શિંદેએ આ વાતનો ઇનકાર કર્યો છે કે અમિતાભ બચ્ચન એમને 1.5 કરોડ રૂપિયા આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

મુંબઈ પોલીસ અનુસાર કોઈપણ પોલીસવાળાની પોસ્ટિંગ એક જગ્યા પાંચ વર્ષથી વધુ નથી થઈ શકતી. જીતેન્દ્ર અમિતાભ બચ્ચનની સાથે વર્ષ 2015થી કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનને સરકાર તરફથી એક્સ કેટેગરીની સિક્યોરિટી મળી છે. એમાં હંમેશા બે કોન્સ્ટેબલ પોસ્ટેડ રહે છે. શિંદેને ઘણા મોક પર અમિતાભની સાથે સિક્યોરિટી તરીકે જોવામાં આવ્યા છે. હાલ શિંદેને સાઉથ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

image source

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન અલવિદા, ચહેરે અને બ્રહ્માસ્ત્ર છે. એ સાથે એકટર હાલના દિવસોમાં ટીવીના જાણીતા કવિઝ શો કોન બનેગા કરોડપતિની 13મી સિઝન પણ હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં ઘણી નવી ફિલ્મોનું પણ શૂટિંગમાં સતત વ્યસ્ત છે. જ્યાં એક્ટરના કામને દર્શકો ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 27 ઓગસ્ટે અભિનેતાની ફિલ્મ ચેહરે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેમનું કામ ફિલ્મ વિવેચકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. જ્યાં દરેક જગ્યાએ આ ફિલ્મ વિશે સારો પ્રતિસાદ સાંભળવા મળી રહ્યો છે.