પહેલીવાર બિગ બોસ શરૂ થયું ઓટીટી પ્લેટફોર્મ પર, જાણી લો ક્યારે જોઈ શકો છો આ શો

8 ઓગસ્ટે બિગ બોસનું નવું રૂપ જેને બિગ બોસ ઓટીટી નામ આપવામાં આવ્યું છે એની શરૂઆત થઈ ગઈ છે. આ શોની લોકો આતુરતાથી રાહ જોઈ રહયા હતા કારણ કે આ વખતે કંઈક એવું થવાનું છે જે આજ પહેલા બિગ બોસમાં ક્યારેય નથી થયું.

image source

આ વખતે આ સિઝન 6 મહિના સુધી ચાલવાનો છે. શરૂઆતના 6 અઠવાડિયામાં એને ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવશે. એ પછી એનું ટેલિકાસ્ટ ટીવી પર થશે. બિગ બોસ ઓટીટીને સલમાન ખાન નહિ પણ કરણ જોહર હોસ્ટ કરવાના છે. અત્યાર સુધી શોના ઘણા પ્રોમો સામે આવી ચુક્યા છે. આ પ્રોમો પછી અમુક કન્ટેસ્ટન્ટના નામનો ખુલાસો પણ થઈ ગયો હતો.

આઠ વાગે આવશે બિગ બોસ ઓટીટી.

image source

જો તમે પણ બિગ બોસ ઓટીટી જોવા માંગો છો પણ તમને એ ન ખબર હોય કે કયા અને કેવી રીતે જોશો? તો ચાલો અમે તમને એ વિશે જોડાયેલી બધી જ જાણકારી આપી દઈએ. બિગ બોસ ઓટીટીનું પ્રીમિયર વુટ સિલેક્ટ પર 8 ઓગસ્ટે રાત્રે વાગે થયું છે. દરરોજના એપિસોડ સોમવારથી શનિવારે સાંજે સાત વાગે જોઈ શકાશે. જ્યારે રવિવારે એને રાત્રે આઠ વાગે જ સ્ટ્રીમ કરવામાં આવશે.

12 કન્ટેસ્ટન્ટે લીધો ભાગ.

image source

બિગ બોસ ઓટીટીમાં 12 કન્ટેસ્ટન્ટે ભાગ લીધો છે. જેમનું નામ છે નેહા ભસીન, શમિતા શેટ્ટી, રિધિમાં પંડિત, કરણનાથ, દિવ્યાં અગ્રવાલ, પ્રતીક સ્હેજપાલ, રાકેશ બાપટ, ઉર્ફી જાવેદ, અક્ષરા સિંહ, જિશાન ખાન, નેહા મલિક અને પવીત્રા લક્ષમી.’

6 અઠવાડિયા પછી ટીવી પર શિફ્ટ થશે શો.

image source

6 અઠવાડિયા પછી બિગ બોસ ઓટીટી ટીવી પર શિફ્ટ થઈ જશે જેને બિગ બોસ 15ના નામે સલમાન ખાન હોસ્ટ કરશે. એમાં ઘણા સેલિબ્રિટી કપલ્સ પણ એન્ટ્રી કરશે. રિપોર્ટ્સ અનુસાર બિગ બોસ 15 માટે અમુક અઠવાડિયા પછી સેલેબ્સના નામનો ખુલાસો કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે રુબીના દિલેક બિગ બોસ 14 જીતી હતી અને રાહુલ વૈદ્ય રનર અપ રહ્યા હતા. બિગ બોસ 14ના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાને કહ્યું હતું કે બિગ બોસ 15 પણ આવશે. શો દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે બિગ બોસ 15માં સ્પર્ધકોની પસંદગી કરવાની પ્રક્રિયા અગાઉની સિઝન કરતા અલગ હશે. આ વખતે આ જવાબદારી પ્રેક્ષકોને અપાશે

image source

બિગ બોસની શરૂઆત સોની ટીવી પર વર્ષ 2006માં થઈ હતી. આ શો બિગ બ્રધરનું હિન્દી વર્ઝન છે જે નેધરલેન્ડમાં શરૂ થયો હતો.. બિગ બોસની પહેલી સિઝન અરશદ વારસીએ હોસ્ટ કરી હતી અને એમાં આશીકી ફેમ હીરો રાહુલ રોય વિજેતા થયા હતા. આ શોની બીજી સિઝન શિલ્પા શેટ્ટીએ હોસ્ટ કરી હતી જ્યારે ત્રીજી સીઝનમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ હતી.પંચમી સિઝન સંજય દત્તે હોસ્ટ કરી હતી અને ત્યાર બાદની બધી સિઝન સલમાન ખાને હોસ્ટ કરી છે