જ્યોતિષઃ લોક લાડીલા અને મૂળ ગુજરાતી PM મોદીનું આવતું વર્ષ રહેશે કંઈક આવું, આ સૂત્રથી મળી શકે છે મોટી સફળતા

આજે એટલે કે 17 સપ્ટેમ્બર 2021ના રોજ પીએમ મોદી તેમનો 71મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પીએમ મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો. મળતી માહિતિ અનુસાર તેઓ સવારના 11.40 મિનિટે જન્મ્યા હતા. તો આવો આજે આપણે તેમના જન્મ દિવસે જાણીએ કે તેમનું આવનારું વર્ષ તેમને ક્યારે અને કઈ સફળતા અપાવશે અને સાથે કયા ગ્રહોની યુતિ અસરકરાક બની રહેશે.

image source

જ્યોતિષ આચાર્ય રાજુભાઈના જણાવ્યા અનુસાર નવા વર્ષમાં પીએમ મોદી પર મંગળની મહાદશા જોવા મળી રહી છે. તેમના જન્મના ચંદ્ર મંગળ પરથી કેતુનું ભ્રમણ થઈ રહ્યું છે. આ કારણે તેઓ આખા વર્ષ દરમિયાન સતત ચર્ચામાં રહેશે. શક્ય છે હાલમાં તેમની ચર્ચામાં થોડી નકારાત્મકતા જોવા મળે. આ સમયે તેઓ ઉગ્ર અને કડક નિર્ણયો લેવા માટે મજબૂર છે . આ નિર્ણયો રાજકીય પક્ષો અને સામાન્ય લોકોને અસર કરી શકે તે શક્ય છે. આ સિવાય જો વિદેશ નીતિની વાત કરવામાં આવે તો આ બાબતે પીએમ મોદી દેશને સારી એવી નામના કમાઈ આપી શકે તેવી શક્યતાો છે. વિદેશ સાથે ભારતના સંબંધો સારા બનાવવાને લઈને પીએમ મોદી માટે આવનારું વર્ષ સફળતા લાવશે.

કયા ગ્રહો કેવી રીતે આવનારા વર્ષમાં કરશે અસર

image source

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિના બાદ પીએમ મોદીના ગ્રહોમાં થોડા ફેરફાર આવી શકે છે. એપ્રિલમાં રાહુ અને કેતુનું ભ્રમણ થશે અને તેમાં પણ મંગળમાં રાહુની અંતરદશા તેમને પ્રવાસની સાથે અનેક સારા કામ કરવા માટે તેમને સફળ બનાવી શકે છે. આ સંજોગના કારણે આ સમયે તેમની લોકપ્રિયતા પણ ચરમ સીમાએ હશે. સફળતા મેળવવામાં આ સમય પીએમ માટે સારો સાબિત થઈ શકે છે. હરીફો, શત્રુનો આ સમયમાં સફાયો કરવામાં પીએમના નિર્ણયો કારગર સાબિત થશે. પાડોશી દેશોની કનડગતને નિષ્ફળ બનાવવામાં તેઓ મોટી સફળતા મેળવી શકે છે. આ સિવાય શક્ય છે કે દેશમાં યુદ્ધની પરાકાષ્ઠા જેવા સંજોગો બને. પરંતુ પીએમના ખાસ નિર્ણયો કુટ નિતિમાં ચડિયાતા સાબિત થશે અને દેશમાં ભારતની નામના કરશે. એપ્રિલ મહિના સુધીમાં વિરોધીઓ જોરમાં રહેશે પરંતુ આ પછી તેઓ શોધ્યા પણ જડશે નહીં અને પીએમની વાહવાહના યોગ બનશે.

આ સૂત્રથી મળી શકે છે પીએમને મોટી સફળતા

image source

આવનારા વર્ષમાં પીએમ મોદીને આ એક સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સફળતા તરફ દોરી જશે. જ્યોતિષીના આધારે એપ્રિલ માસ સુઘી રાજકીય અને સામાજિક તથા જનમાનસના વિરોધનો સામનો કરવો પડી શકે તેવા ખાસ યોગ બની રહ્યા છે. કુલ મળીને એપ્રિલ મહિનો પીએમ મોદી માટે ખાસ અને ચર્ચા સ્પદ રહેશે. આ સમયે સખત અને કડક નિર્ણયો લેવા માટે તે મજબૂર રહેશે પરંતુ તેમના આ પ્રયાસોથી દેશનો મોટી સફળતા મળશે. એપ્રિલ પછી પીએમ થોડો રાહતનો શ્વાસ લઈ શકે છે.