નેહાા ધૂપિયાએ ફેન્સ સામે કરી દીધી મોટી ભૂલ, ખબર પડતાં જ કર્યું એવું કે…

બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયા ઘણીવાર પોતાની દીકરીની પ્રાઈવસીની લઈને વાત કરી ચુકી છે. વીતેલા દિવસોમાં જ એમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ પોતાની દીકરીની પ્રાઈવસીની રક્ષા કરવા માંગે છે એટલે એ ક્યારેય પણ પોતાની દીકરીનો ચહેરો રિવિલ નથી કરતી. જો કે હાલમાં જ એમનાથી અજાણતામાં એક ભૂલ થઈ ગઈ છે અને એ પબ્લિકની સામે પોતાની દીકરીનો ફેસ કવર કરવાનું ભૂલી ગઈ હતી.

image source

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેનારી નેહા ધુપિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એમની દીકરી મેહરના ઘણા બધા ફોટા છે પણ એમાંથી એક પણ ફોટા પણ તમને એમની દીકરીનો ચહેરો નહિ દેખાય. નેહા ધુપિયા દરેક ફોટામાં એન્ગલ એવું રાખે છે કે એમની દીકરીનો ચહેરો સંપૂર્ણ રીતે રિવિલ ન થઈ જાય. પણ હાલમાં જ જ્યારે એ પોતાના પતિ અંગદ બેદી અને દીકરી મેહર સાથે ફરવા નીકળી હતી તો ગડબડ થઈ ગઈ..

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

નેહા ધુપિયા અને અંગદ બેદી સાથે સાથે ચાલી રહ્યા હતા અને એમની દીકરી મેહર એના પપ્પાના ખભા પર બેઠી હતી. કારણ કે બન્નેનું ધ્યાન મેહરના ચહેરા પર નહોતું એટલે કોઈએ એ વાતને નોટિસ જ ન કરી કે મેહરના ચહેરા પરથી માસ્ક હટી ચૂક્યું છે. નાનકડી મેહર તો કાળા ચશ્મા લગાવીને પોતાના પિતાના ખભા પર બેસીને બધી વસ્તુનો એરિયલ વ્યુ લઈ રહી હતી.

image source

પછી જ્યારે ગાડીમાં બેસતી વખતે નેહા ધુપિયાએ બહાર ઉભેલા અંગદ બેદી તરફ જોયું તો એમનું ધ્યાન પિતાના ખભા પર બેઠેલી એમની દીકરીનો ખ્યાલ આવુઓ..એમને જોયું કે મહેરનું માસ્ક એના ચહેરા પરથી હટી ગયું છે. જેના કારણે નેહા ધુપિયાએ ફટાફટ ગાડીની બહાર આવીને પોતાની દીકરી મેહરનું માસ્ક ઉપર ચડાવી દીધું. જો કે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને બધો નઝારો કેમેરામાં કેદ થઈ ચૂક્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia)

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા અને અંગદ બેદીએ બીજીવાર ગુડ ન્યૂઝ શેર કર્યા છે. સોશ્યલ મીડિયા દ્વારા કપલે બીજા બાળકની જાહેરાત કરી હતી. આના માટે બેબી બમ્પની સાથે નેહા અને અંગદે પોતાની ફેમિલી તસવીર શેર કરી હતી.

image source

પહેલી પ્રેગનન્સીની જેમ આ વખતે પણ નેહા ધૂપિયાએ પોતાની પ્રેગનન્સીને સિક્રેટ રાખતા સીધી ફેન્સને બેબી બમ્પ તસવીરો સાથે ગુડ ન્યૂઝ આપ્યા છે. દીકરી મેહરને ખોળામાં લઇને નેહા અને અંગદે ફોટોશૂટર કરાવ્યુ હતું, અને બીજા બાળકની જાહેરાત કરી હતી. નેહાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું હતું કે, “કેપ્શન શોધવામાં અમને બે દિવસ લાગી ગયા.. જે બેસ્ટ વસ્તુ માટે શોધી રહ્યાં હતા એ આ છે.. થેન્ક્યુ ગોડ.”

તમને જણાવી દઈએ કે મે 2018માં નેહા અને અંગદે સિક્રેટ વેડિંગનથી્ બધાને સરપ્રાઈઝ કરી્ દીધા હતા. ત્યાર બાદ કેટલાક દિવસો પછી નેહાએ તેમની્ પહેલી પ્રેગ્નન્સી અંગે બધાને જાણ કરી હતી. જો કે તે દરમિયાન લોકોએ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા હતા. નેહાએ નવેમ્બર 2018માં એમની પહેલી પુત્રી મેહરને જન્મ આપ્યો હતો.