ક્રેડિટ કાર્ડ દ્વારા PhonePe wallet માં મની ટ્રાન્સફર કરવા માટે એહવે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

ઘણા ખરા લોકો હવે ખિસ્સામાં રોકડ રકમ રાખવાને બદલે રૂપિયાનું આધુનિક રૂપ એટલે કે આર્થિક લેવડ દેવડ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરતા હોય છે. આ ડિજિટલ પેમેન્ટની સુવિધા આપતી એક એપ એટલે PhonePe એપ.

यूपीआई और डेबिट कार्ड के जरिए फोनपे वॉलेट में मनी ऐड करने पर भी कोई चार्ज नहीं लग रहा है. (फोटो क्रेडिट- ShutterStock)
image source

જો તમે પણ સામાન્ય આર્થિક લેવડ દેવડ માટે phonepe વોલેટ યુઝ કરતા હોય તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. આ માઠા સમાચાર અનુસાર હવે ક્રેડિટ કાર્ડ દ્વારા ફોનપે વોલેટ માં મની એડ કરીને તેનો વપરાશ કરવો મોંઘો બની ગયો છે.

image source

ગ્રોસરી સ્ટોર પરથી સામાન ખરીદવા માટે, પાણી તેમજ ઈલેક્ટ્રીસીટી નું બિલ ભરવા માટે, ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે, મોબાઇલ તેમજ dth રિચાર્જ કરવા તેમજ ઓનલાઈન ઓર્ડર કરવા માટે ઘણા ખરા લોકો એપ phonepe વોલેટ નો ઉપયોગ કરે છે. આ યુઝરો પૈકી ઘણા ખરા યુઝરો એવા પણ છે કે જેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા phonepe વોલેટ માં પૈસા ટ્રાન્સફર કરીને રાખે છે. જેથી નાના મોટા બીલ તેમજ ઓનલાઇન ખરીદી કરી શકાય. પરંતુ જેમ આપણે ઉપર વાત કરી તેમ હવે ફોનપે યુઝરો માટે ક્રેડિટ કાર્ડ દ્વારા phonepe વોલેટ માં મની ટ્રાન્સફર કરવાનું મોંઘું બની ગયું છે.

2 ટકાથી વધારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડે છે

image source

ફોનપે એપમાં આપવામાં આવેલી માહિતી અનુસાર હવે જો કોઇ યૂઝર phonepe વોલેટ માં ક્રેડિટ કાર્ડ દ્વારા 100 રૂપિયા જેટલી રકમ એડ કરે તો તેને 2.06 ટકા (GST સહિત) એકસ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ જ રીતે ક્રેડિટ કાર્ડ દ્વારા જો કોઇ યૂઝર 200 રૂપિયા તેના ફોનપે વોલેટ માં એડ કરે તો તે તેની 4.13 ટકા (GST સહિત) એક્સ્ટ્રા ચાર્જ ચુકવવાનો રહેશે. આ જ રીતે ક્રેડિટ કાર્ડ દ્વારા જો કોઇ યૂઝર 300 રૂપિયા તેના ફોનપે વોલેટમાં એડ કરે તો તે તેને 6.19 ટકા (GST સહિત) નો એક્સ્ટ્રા ચાર્જ ચુકવવાનો રહેશે.

image source

આ નિયમને તાજેતરમાં જ લાગુ કરવામાં આવ્યો છે. UPI અને ડેબિટ કાર્ડ દ્વારા phonepe વોલેટ માં મની એડ કરવા પર કોઈ ચાર્જ લગાવવામાં નથી આવ્યો.

Phonepe દ્વારા ખરીદી શકાશે બધી ઇન્સ્યોરન્સ કંપનીની પ્રોડકટ

તાજેતરમાં જ phonepe wallet દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને life insurance અને general insurance product ને વેચવા માટેની ઇરડાઇ (IRDA) દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે તે હવે તેના 30 કરોડથી વધારે યુઝરને ઇન્સ્યોરન્સ સંબંધી સલાહ આપી શકે છે. ઇરડાઈ એ phone pay ને બ્રોકિંગ લાઇસન્સ આપ્યું છે. હવે ફોન પે ભારતમાં બધી ઈન્સ્યોરન્સ કંપનીના insurance product ને વેચી શકે છે.