મૌની રોય જાન્યુઆરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી રહી છે, જાણો તે ક્યાં લગ્ન કરશે

મૌની રોય એક ભારતીય અભિનેત્રી છે. તે 2007 થી સિરિયલોમાં કામ કરી રહી છે. તેણે પોતાની શરૂઆત 2007-2008 સુધી સાસ ભી કભી બહુ થીમાં કરી હતી. ત્યારબાદ તેણે 2008 ઝરા નચકે દિખા, 2008 કસ્તુરી – શિવાની, 2009 પતિ પત્નિ ઔર વો, 2011-14 દેવોં કે દેવ … મહાદેવમાં સતીનું પાત્ર ભજવ્યું હતું. 2012-13 જુનૂન – એસી નફરત તો કૈસા ઇશ્ક, 2014 ઝલક દિખલા જા 7, 2015 -નાગિન સીરીયલમાં શિવાન્યા / શિવાંગીનું પાત્ર ભજવ્યું હતું. મૌની રોય ખુબ જ જાણીતી અભિનેત્રી અને એક શ્રેષ્ઠ છે. મૌની રોય દરેકની પસંદની અભિનેત્રીમાંથી એક છે અને દરેક સિરિયલ અથવા રિયાલિટી શોમાં પણ તેનું કામ ખુબ જ શાનદાર હોય છે.

image source

લાંબા સમયથી અભિનેત્રી મૌની રોયના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. તે દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે રિલેશનશિપમાં છે અને તેની સાથે લગ્ન પણ કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટા અને વીડિયોમાં આ કપલ ઘણી વખત જોવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૌની જાન્યુઆરીમાં સૂરજ સાથે લગ્ન કરશે. અભિનેત્રીએ તેના જન્મદિવસ પર સૂરજની પોસ્ટ હાર્ટ ઇમોજી સાથે શેર કરી અને લખ્યું “બોથ માઇ ….. આઇ લવ યુ”.

વેડિંગ ફંક્શન દુબઈ અથવા ઈટાલીમાં યોજાશે

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

રિપોર્ટ અનુસાર, અભિનેત્રીના પિતરાઇ ભાઇ વિદ્યુત રોયસરકરએ લગ્નની પુષ્ટિ કરી છે. લગ્ન સમારોહ દુબઇ અથવા ઇટાલીમાં થશે કારણ કે દંપતી આ કાર્યને ખાનગી રાખવા માંગે છે તેઓએ કહ્યું કે તેઓ તેમના પરિવાર અને મિત્રો માટે તેમના વતન કૂચ બિહાર, પશ્ચિમ બંગાળના એક સમારંભનું આયોજન કરવાની પણ યોજના ધરાવે છે. મૌની અને સૂરજ 2019 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

મૌનીના નવા પ્રોજેક્ટ્સ

image source

મૌની રોયના નવા પ્રોજેક્ટ્સમાં તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ મહત્વની ભૂમિકામાં હશે. તે થોડા દિવસ પહેલા મ્યુઝિક વીડિયો ‘દિલ ગલતી કર બેઠા હૈ’માં ગાયક જુબીન નૌટિયાલની સામે જોવા મળી હતી.

image source

તમને જણાવી દઈએ કે, આ વર્ષે મૌનીએ તેનો જન્મદિવસ ગોવામાં તેમના મિત્રો સાથે ઉજવ્યો હતો. આ દરમિયાન, તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે ફોટા પણ શેર કર્યા.