PMનો અમેરિકા પ્રવાસઃ ભારતીય મૂળના શેફ તૈયાર કરે છે પીએમ મોદી માટે સવાર સાંજનું ભોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. આ પ્રવાસના બીજા દિવસે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે મહત્વની બેઠક કરશે. પ્રવાસના પહેલા દિવસે તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. ભારતના વડાપ્રધાન તરીકે પીએમ મોદીની આ સાતમો અમેરિકા પ્રવાસ છે. પ્રથમ અમેરિકા પ્રવાસ પછી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પીએમ મોદીની મિત્રતાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ હતી.

image source

વર્ષ 2014 માં મે મહિનામાં વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદીએ સપ્ટેમ્બર મહિનામાં પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયા હતા. હવે તેઓ સાતમી વખત અમેરિકાના પ્રવાસે ગયા છે. વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં વર્ષ 2014, 2015, 2016માં બે વખત અમેરિકા પ્રવાસે, 2017માં નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત, 2019માં હાઉડી મોદી કાર્યક્રમ માટે અમેરિકા ગયા હતા. ત્યારબાદ 2021માં તેઓ અમેરિકા પહોંચ્યા છે. આ વખતે તેઓ રાષ્ટ્રપતિ જો બાયડેનને પહેલીવાર રુબરુ મળવાના છે.

image source

જો કે આ વખતનો અમેરિકા પ્રવાસ વધારે ખાસ બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીના સ્વાગતથી લઈ ભોજન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વખતે પીએમ મોદી માટે ભોજન ખાસ ભારતીય મૂળના શેફે તૈયાર કરે છે.

image source

તેઓ જ્યારે પહેલીવાર અમેરિકા ગયા હતા ત્યારે નવરાત્રીના ઉપવાસ ચાલતા હોવાથી તેમણે માત્ર જ્યૂસ પર યુએસ પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ જ્યારે પીએમ 2019માં અમેરિકા ગયા હતા ત્યારે રાષ્ટ્રપતિ ટ્રંપે તેમના માટે નમો થાળી તૈયાર કરાવી હતી. આ થાળી પણ પીએમ મોદીની પસંદ નાપસંદ જાણીને ભારતીય મૂળના શેફે તૈયાર કરી હતી.

image source

ભારતીય મૂળના શેફ કિરણ વર્મા જે વાઈટ હાઉસના શેફ છે તેમણે પીએમ માટે ખાસ થાળી તૈયાર કરી હતી. જેમાં મેથીના થેપલા, ખીચડી, કચોરી, ખાંડવી, સમોસા, આમલીની ચટણી, ફુદીનાની ચટણીનો સમાવેશ થાય છે. આ થાળીમાં મીઠાઈમાં રસમલાઈ, ગાજર હલવો, શીખંડ, ગુલાબ જાંબુ અને ખીર પીરસવામાં આવી હતી. આ થાળી યુએસમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી.

image source

આ વખતે પીએમ મોદી જ્યારે 26 તારીખ સુધી અમેરિકાના પ્રવાસે છે ત્યારે પણ તેઓ સાદું અને સાત્વિક ભોજન લેશે. તેઓ એક જ વાર ગ્રાંડ ડીનર કરવાના છે આ સિવાય તેઓ સવારે અને સાંજે સાત્વિક આહાર લેશે. પીએમ મોદીના ભોજનના મેન્યૂ અંગે જાણવા મળતી માહિતી અનુસાર તેઓ રોટલી, શાક, દાળ, ભાત સાથે મીઠાઈમાં જાંબૂ લેશે. આ સિવાય પીએમ મોદીની પ્રિય વાનગી જેમાં સફેદ ઢોકળાં, ઘી-ખીચડી, ખાંડવી, ઊંધિયું અને શિખંડનો સમાવેશ થાય છે તેમાંથી પણ એકાદ વાનગી તેઓ આ પ્રવાસ દરમિયાન લેશે.