ધરતી પર જ સ્વર્ગ હોવાનો અનુભવ કરાવે છે આ જગ્યાઓ

લીલાછમ પર્વત, ચારે તરફ હરિયાળી, નદીઓ, તળાવ બધી જ વસ્તુ એક સાથે જોવા મળે તેવી જગ્યા તરીકે સ્વીઝરલેન્ડ ખૂબ પ્રખ્યાત છે. પરંતુ સામાન્ય વ્યક્તિ માટે ફરવા જવું શક્ય નથી હોતું. પરંતુ એકવાત શક્ય છે કે તમે ભારતમાં જ સ્વિટ્ઝર્લૅન્ડ ને ટક્કર મારે એવી સુંદર જગ્યાઓ એ ફરવા જઈ શકો છો. ભારતમાં જ હોવાથી આ જગ્યાએ જવાનું ખર્ચ પણ ઓછો થશે. વિદેશની ફરવા લાયક જગ્યાઓ ને પણ ટક્કર મારે એવી જગ્યાઓ ભારતમાં પણ છે પરંતુ બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે. આજે તમને એવી જગ્યાઓ વિશે જણાવીએ છે સુંદરતાની દ્રષ્ટિએ સ્વિટ્ઝર્લૅન્ડ થી જરા પણ ઓછી નથી. ખાસ વાત એ છે કે આ જગ્યાએ ફરવા જવા માટે તમારે વધારે ખર્ચ પણ કરવો પડશે નહીં.

ખજ્જીયાર

image source

હિમાચલ પ્રદેશમાં આવેલું છે આ શહેર. અહીંનું વાતાવરણ, લીલાછમ વૃક્ષો, સુંદર પહાડો તમને સિઝનમાં હોવાનો જ અનુભવ કરાવશે. અહીં આવેલા તળાવ આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તળાવની આસપાસની સુંદરતા કોઈપણ વ્યક્તિના મનને મોહી લેવા માટે પૂરતી છે. હિલ સ્ટેશન નાનું હોવા છતાં ભારતમાં આવેલી ફરવાલાયક શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક છે.

ડેલહાઉસી

image source

ડેલહાઉસી ભારતનું સુંદર પ્રવાસન સ્થળ છે. લીલાછમ પર્વતોથી ઘેરાયેલા આ જગ્યા તમને ધરતી પર સ્વર્ગ હોવાનો અનુભવ કરાવશે. આ જગ્યા પર મોટાભાગે પ્રવાસીઓ શિયાળા દરમ્યાન આવવાનું પસંદ કરે છે કારણ કે બરફ વર્ષા થવાથી અહીંની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.

ગુલમર્ગ

image source

ગુલમર્ગ અને ધરતી પરના સાક્ષાત સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે આ એક સુંદર હિલ સ્ટેશન છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને લીલોછમ રસ્તો આ જગ્યાને વર્ષભર પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બનાવે છે. ગુલમર્ગમાં જે સુંદરતા જોવા મળે છે તેવા અદભૂત નજારા અન્ય કોઇ સ્થળે જોવા મળતા નથી. આ જ કારણ છે કે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે.

વેલી ઓફ ફ્લાવર્સ

image source

લાઇફમાં એક વખત મુલાકાત લેવી જ જોઈએ તેવા સ્થળોમાં ઉત્તરાખંડના વેલી ઓફ ફ્લાવર્સનું નામ આવે છે. હાથ અવની સુંદરતા અહીં ગયેલા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ જગ્યાએ તમને ૫૦૦થી વધુ ફૂલ ની પ્રજાતિ જોવા મળશે.