ગુજરાતના આ ગામમાં ૨૦૦ વર્ષથી નથી થઈ રક્ષાબંધનની ઉજવણી

રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજવવાનો ખાસ અવસર હોય છે. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધી આ દિવસની ઉજવણી કરે છે. દેશભરમાં રક્ષાબંધનના પર્વને દરેક ઘરમાં ઉજવવામાં આવે છે આ તહેવાર દરેક ધર્મના લોકો ઊજવે છે. તેવામાં તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં જ એક એવી જગ્યા છે કે જ્યાં રક્ષાબંધન ઉજવવા માં નથી આવતી. એટલું જ નહીં આ ગામમાં લોકો રક્ષાબંધનના તહેવારને અશુભ માને છે.

image source

આ ગામ આવેલું છે ગુજરાતના બનાસકાંઠાના જિલ્લા માં. આ ગામમાં રક્ષાબંધનના દિવસને શુભ માનવામાં આવે છે તેથી તેઓ પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરતા નથી. પરંતુ તેના એક દિવસ અગાઉ બહેન ભાઈને રાખડી બાંધે છે. બનાસકાંઠાના ગામમાં શનિવારે જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આવું ગામ લોકો દર વર્ષે કરે છે. રક્ષાબંધનનો પર્વ એક દિવસ અગાઉ ઉજવવા પાછળ રસપ્રદ કારણ જવાબદાર છે.

image source

બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામમાં રક્ષાબંધન દર વર્ષે પૂનમના એક દિવસ અગાઉ ઉજવવામાં આવે છે. આ પરંપરા એક બે વર્ષની નહીં પરંતુ 200 વર્ષ જૂની છે. સતત 200 વર્ષથી ગામ ની પેઢી દર પેઢીની આ જ રીતે એક દિવસ અગાઉ રક્ષાબંધન ઉજવે છે.

image source

એક લોકવાયકા મુજબ ચડોતર ગામમાં વર્ષો પહેલા રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ રોગચાળામાં મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું હતું. રોગચાળો એટલો ભયંકર હતો કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. તે સમયે ગ્રામજનો ગામના પૂજારી પાસે આ સમસ્યાનું નિવારણ લાવવા પહોંચ્યા. પૂજારીએ ચડોતર ગામના સુખ અને સલામતી માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું કહ્યું. ગામની દીકરીઓએ પૂજારીના જણાવ્યા અનુસાર કર્યું અને તે દિવસથી આ ગામની પરંપરા થઈ ગઈ છે કે તેઓ રક્ષાબંધનના આગલા દિવસે જ આ પર્વની ઉજવણી કરે છે.

image source

બનાસકાંઠા જિલ્લાનું આ ગામ પાલનપુર થી 8 કિલોમીટર દૂર આવેલું છે. અહીં આ વર્ષે પણ ગામ ની વર્ષો જૂની પરંપરા જાળવી ગામની દીકરીઓએ રવિવારને બદલે શનિવારે જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને 200 વર્ષ જૂની પરંપરા જાળવી રાખી હતી.