અહીંની જીવસૃષ્ટિ જ કંઈક અલગ છે, રણનું વાહન જોવા મળે જળમાં, કચ્છના ઊંટ દરિયો તરીને જાય છે ચારો ચરવા

ઊંટ શબ્દ સાંભળો અને પેલી અઢાર અંગ વાંકા વાળી કવિતા યાદ આવે. જેમાં કચ્છી નસલના ખરાઈ ઊંટ અનેક રીતે વિશિષ્ટ છે. કારણ કે આ ઊંટ રણમાં નહીં પણ પાણીમાં જઇને પોતાનો ખોરાક ગ્રહણ કરે છે. તમને સાંભળવામાં નવાઈ લાગશે પરંતુ આ વાત એટલી જ સત્ય છે. આમ તો ઊંટ વિશ્વમાં અનેક જગ્યાએ છે, પરંતુ આખા વિશ્વ આખામાંથી એકમાત્ર કચ્છની ખરાઇ ઊંટની પ્રજાતિ જ એવી છે કે જે પોતાનો ખોરાક ચરવા માટે દરિયામાં જાય છે. ચેરનાં વૃક્ષોનો ચારો ચરે છે અને તે ચારો ચરવા માટે તેને દરિયાની અંદર તરતા જવું પડે છે. અહીં ખરાઇ ઊંટની સંખ્યા 900 જેટલી રહેલી છે.

image source

જો વિગતે વાત કરીએ અને સ્થાન સાથે માહિતી મળી રહી છે કે કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલીયારા અને સુરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં ખરાઇ ઊંટ જોવા મળે છે. ખરાઇ ઊંટની આ પ્રજાતિનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતા ચેરીયા નામનું વૃક્ષ છે અને તેને ચરવા માટે દરિયાની અંદર જવું પડે છે.

image source

આ ઉંટનું પશુપાલક તરીકે રબારી પરિવારના લોકો તેની સારસંભાળ રાખે છે. કચ્છ જિલ્લા ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી તેમજ સહજીવન સંસ્થા દ્વારા ખરાઇ ઊંટની માવજત માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે.

image source

સાથે જ આ વિશે માહિતી મળી રહી છે કે ભચાઉ વિસ્તારના પશુચિકિત્સક પરેશભાઈ વીરપારીએ ભચાઉ તાલુકામાં વસતા આ ખરાઇ ઊંટ ખરેખર વિશિષ્ટ પ્રકારના છે તેની જાળવણી કરવી પશુ પાલકોને જરૂરી છે. મોટી વાત તો એ છે કે ભારત સરકાર દ્વારા 2016માં કચ્છના આ ઊંટ પ્રજાતિના ખરાઇને રાષ્ટ્રીય માન્યતા મળી ચૂકી છે.

image source

જો બીજી ફાયદાની વાત કરીએ તો જ્યારથી રાષ્ટ્રીય માન્યતા મળી ત્યારથી ભારત સરકાર દ્વારા ઊંટ અને તેને પાળનાર પશુપાલકો માટે રોજગારી ઉભી કરવા માટે સરહદ ડેરીને સાથે રાખીને કાર્ય પણ શરુ કર્યું છે. જેમાં ઊંટના દૂધનું વેચાણ વધારવા અને તેમાંથી થતી આવક પશુપાલકો અને ઊંટ પૂરતા પ્રમાણમાં મદદરૂપ થઈ શકે તે માટે સરદ ડેરી આ દૂધ 50 રૂપિયા લિટર ખરીદવાનું શરૂ કર્યું છે. ત્યારબાદ હવેથી ઊંટના દૂધ માંથી આઇસ્ક્રીમ અને અન્ય ચીજો પણ બનાવવામાં આવશે.