નવી બીમારીનો બાળકોમા વધુ ખતરોઃ તમામ બાળકોના કોરોના અને ડેંગ્યુના કરાયા ટેસ્ટ તો સામે આવ્યું કે….

એક તરફ કોરોનાના કારણે દેશમાં ચિંતા યથાવત છે ત્યાં બીજી તરફ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના કારણે બાળકો બીમાર પડી રહ્યા છે. એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલના બાળરોગ વોર્ડમાં છેલ્લા ચાર દિવસથી દરરોજ 40થી 50 બાળકોને દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમના કહેવા મુજબ આમાંથી એંસીથી નેવું ટકા બાળકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

image soucre

બાળકને સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં મોકલવામાં આવ્યું હતું અને તે આઇસોલેશનમાં છે. અન્ય તમામ બાળકો એકથી પાંચ વર્ષની વયના છે અને તેઓ તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો સાથે ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી ધરાવે છે.

image soucre

એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મેલેરિયા અને ડેન્ગ્યુના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ સિવાય 45 વધારાના બેડ પણ બાળકોના વોર્ડમાં ઉમેરવામાં આવ્યા છે. પરિસ્થિતિનો વધુ સારી રીતે સામનો કરવા માટે શુક્રવારે એક નવો વોર્ડ પણ ખોલવામાં આવ્યો હતો. ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીનો ઉલ્લેખ કરતા અધિકારીએ કહ્યું કે આ કેસ બહુ જટિલ નથી અને ડિસ્ચાર્જ રેટ વધારે છે. આરોગ્ય અધિકારીએ કહ્યું કે બાળરોગ નિષ્ણાંતો આ કેસ પર નજર રાખી રહ્યા છે. અત્યાર સુધી બાળકોમાં વાયરલ અને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના કેસ હોવાનું જ સામે આવ્યું છે.

image soucre

બંગાળમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અહીં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 15 લાખથી વધી થઈ ગઈ છે. હાલમાં 8 હજારથી દર્દીઓ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સારવાર હેઠળ છે.