ઓગસ્ટનો મહિનો તમામ ૧૨ રાશિઓ માટે વિશેષ છે. ધન, સ્વાસ્થ્ય,બિઝનેસ, શિક્ષા, દામ્પત્ય જીવન અને લવ રીલેશનશિપ માટે કેવો રહેશે આ મહિનો ચાલો જાણીશું.

રાશિફળ

ઓગસ્ટ મહિનામાં વૃષભ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિ ધરાવતા જાતકોએ ના કરવું જોઈએ આ કામ, ૧૨ રાશિઓનું જાણીશું રાશિફળ.

મેષ રાશિ (Aries Horoscope) થી મીન રાશિ (Pisces Horoscope) ધરાવતા જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે, ચાલો જાણીએ માસિક રાશિફળ.

ઓગસ્ટનો મહિનો તમામ ૧૨ રાશિઓ માટે વિશેષ છે. ધન, સ્વાસ્થ્ય,બિઝનેસ, શિક્ષા, દામ્પત્ય જીવન અને લવ રીલેશનશિપ માટે કેવો રહેશે આ મહિનો ચાલો જાણીશું.

મેષ રાશિફળ (Aries Horoscope):

મેષ રાશિ ધરાવતા જાતકોને ઓગસ્ટ મહિનામાં કઠીન પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. પરંતુ તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ પછી એમાં સુધારો થતા પણ જોવા મળશે. કર્મક્ષેત્ર સાથે સંબંધિત લોકોને જ્ઞાન અર્જિત કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેશે. લેબર ક્લાસની શુભકામનાઓ ખુબ જ કામ આવશે, એટલા માટે પોતાના અધિનસ્થોને નારાજ કરવા નહી. વેપારી વર્ગ ધનની શુદ્ધતા પર ધ્યાન આપો. જે પણ પૈસાની
લેવડ દેવડ કરો છો તેમાં પારદર્શિતા હોવી જોઈએ નહિતર એની અસર વેપાર પર જોવા મળી શકે છે. પિતા કે પછી મોટાભાઈ સાથે સંબધિત કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં ફાયર સિક્યોરીટી સિસ્ટમ પર ધ્યાન આપવાનું રહેશે, આગ લાગવાની શક્યતા છે. પ્રેમી યુગલએ એકબીજા સાથે કમ્યુનિકેશન ગેપ રાખવી નહી.

વૃષભ રાશિફળ (Taurus Horoscope):

ઓગસ્ટ મહિનામાં વૃષભ રાશિ ધરાવતા જાતકોનું મન આ મહિનામાં ભાગવત- ભજનમાં લાગેલ રહેશે જેનાથી આપ માનસિક ચિંતાઓથી મુક્ત રહેશો. કર્મક્ષેત્રમાં જવાબદારીઓ વધશે, ત્યાં હ ઉચ્ચ અધિકારીઓની પણ આપની પાસે આશા છે. ઓફિસમાં મીટીંગને ગંભીરતાથી લો અને પૂરી એનર્જી સાથે કામ કરો. ફૂલોનો વેપાર કરનાર જાતકો માટે ઓગસ્ટ મહિનો લાભથી ભરેલો રહેશે. સ્વાસ્થ્યમાં હ્રદયનો
ભાર જલ્દી જ હળવો થવાનો છે, તો ત્યાં જ જો નાના- મોટા તણાવને છોડી દેવામાં આવે તો એનાથી આપના સ્વાસ્થ્ય લાભ થવાની વધારે સંભાવનાઓ છે. સંતાન તરફથી ચાલી રહેલ ચિંતાઓ હવે ધીરે ધીરે ઓછો થવાના સંકેત છે, આની સાથે જ એમના માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. પ્રેમ સંબંધમાં ભરોસો અને વિશ્વાસને હજી વધારે વધારવાની જરૂરિયાત છે.

મિથુન રાશિફળ (Gemini Horoscope):

ઓગસ્ટ મહિનામાં કામને સંબંધિત લેખા- જોખા ઉદ્દેશ ને પ્રભાવિત કરશે, એવામાં ધ્યાન વધારે આપવાનું રહેશે. જો આપને એવું લાગે છે કે, જ્ઞાનની ખામી છે તો પોતાને અપડેટ કરી લેવા જોઈએ. ઓફિશિયલ કાર્યોમાં ટેકનોલોજીનો વધારે પ્રયોગ કરો, તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી આપને ઘણા બધા નવા અવસર મળશે અને દિમાગમાં પણ નવા વિચારો આવશે, જેનો સમય રહેતા અમલ કરવાના રહેશે. જે વ્યક્તિઓ બિઝનેસની શરુઆત કરવાના છે તે એની પ્લાનિંગ બનાવી લે. સફળતા મળવાની પ્રબળ સંભાવનાઓ છે. સ્વાસ્થ્યમાં પેટને સંબંધિત રોગોથી આપને સમસ્યા થઈ શકે છે એટલા માટે હળવો અને સુપાચ્ય ભોજન જ કરવું. ઘરમાં કોઈ શુભ કાર્ય સંપન્ન થશે. કુળમાં નવા મહેમાનના આવવાની સુચના મળશે. પ્રેમી યુગલ એકબીજાને ઓછો સમય આપી શકશે.

કર્ક રાશિફળ (Cancer Horoscope):

ઓગસ્ટ મહિનામાં ભગવાન શિવનું ધ્યાન કરવાથી તમામ પ્રકારના કષ્ટોનું નિવારણ થશે. પ્રતિભાની ઉણપ છે નહી પરંતુ એનું પ્રદર્શન ર્વાનું રહેશે. આત્મવિશ્વાસની કમી આવવા દેવી નહી. ઓફિસમાં મુશ્કેલી આવે તો ઉચ્ચ અધિકારીઓની મદદ લઈ શકો છો. વેપારીઓએ પૈસાની લેવડ દેવડ કરતા સમયે સતર્ક રહેવાનું રહેશે, નહિતર નુકસાન થઈ શકે છે. વેપાર વધારવા માટે મેહનત કરવા પર ધ્યાન આપો કેમ કે, ભાગ્ય કરતા વધારે કર્મ પ્રબળ છે. સ્વાસ્થ્યમાં બદલાતિ ઋતુને લઈને સાવધાન રહો, નહિતર તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૧ પછી આપ વાયરલ ફીવરનો શિકાર થઈ શકો છો. વિવાહ યોગ્ય કન્યાઓના સંબંધ નક્કી થઈ શકે છે. પ્રેમ સંબંધમાં જો કોઈ સમસ્યા આવી રહી છે તો આ વખતે તેને ઠીક કરો.

સિંહ રાશિફળ (Leo Horoscope):

સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો પડકારોના લીધે સક્રિય રહેશે એવામાં તમામ મુશ્કેલીઓનો સામનો દ્રઢતાથી કરવાનો રહેશે. ઓફિશિયલ કામકાજમાં ઉતાવળ કરવાથી મુશ્કેલી આવી શકે છે, એટલા માટે ગંભીરતાથી કાર્યને પુરા કરો. સાથી કર્મચારીઓને મદદની જરૂરિયાત છે તો મદદ કરવાથી પાછળ હટવું નહી. પાર્ટનરશિપમાં હળીમળીને રહો,બંનેનો તાલમેળ વેપારને સારો નફો કરાવશે. જે
યુવાનો કોમ્પિટિશનની તૈયારીઓ કરી રહ્યા છે એમના માટે સમય સારો છે, પરંતુ તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી કોઈપણ કાર્ય કરો નહી જેનાથી કોઈ માર્ગ ભટકી જશે. સ્વાસ્થ્યમાં માથાનો દુઃખાવો, હાઈબીપી અને માઈગ્રેનના દર્દીઓને સાવધાન રહેવું. પરિવારમાં નાની વ્યક્તિઓને માર્ગદર્શન આપો. પ્રેમ સંબંધમાં અહંકારના ટકરાવ થવાથી સંબંધોને નબળા કરી શકે છે.

કન્યા રાશિફળ (Virgo Horoscope):

ઓગસ્ટ મહિનામાં કન્યા રાશિના જાતકોને પોતાની વાણી પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, કોઈની મુશ્કેલી જોઈને તેની મજાક કરવી નહી નહિતર આવનાર સમયમાં આપના માટે દુઃખદાયક થઈ શકે છે. ઓગસ્ટ મહિનાની મધ્યથી ઓફિસમાં ઓછી રજાઓ લેવી જોઈએ, આ સાથે જ કામ પર વધારે ધ્યાન આપો. વેપારીઓની આર્થિક સ્થિતિ સકારાત્મક રહેશે. છેલ્લે અટકી ગયેલ ધન અચાનક મળવાની
સંભાવના છે. યુવા વર્ગએ પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખો. સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે નિયમિત વ્યાયામ કરવાની સલાહ છે. તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી વાહન ચલાવતા સમયે સાવધાન રહો, કોઈપણ પ્રકારની હાનિ થઈ શકે છે. માતા- પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. બાળકોની સાથે સૌમ્ય વ્યવહાર રાખવો જોઈએ. પ્રેમી યુગલ એકબીજાને સમર્પિત રહેશે.

તુલા રાશિફળ (Libra Horoscope):

તુલા રાશિ ધરાવતા જાતકોએ ઓગસ્ટ મહિનામાં સખ્ત મહેનત કરવાની રહેશે કેમ કે, આ વખતે કરવામાં આવેલ મહેનત ભવિષ્યમાં ફળ આપશે. કર્મક્ષેત્રમાં સહયોગી કોપરેટીવ મુડમાં ચાલી રહ્યા છે, જેનાથી આપને લાભ થશે. વેપારમાં મોટા ક્લાઈન્ટતરફથી મદદ મળી શકે છે, તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ બાદ કોઈ મોટો સોદો પણ નક્કી થશે. યુવા વર્ગએ સમયને બિલકુલ પણ બરબાદ કરવો નહી, એવામાં પોતાના અભ્યાસને લઈને પોતાનું પૂરું જોર લગાવવાનું રહેશે ત્યારે જ લક્ષ્ય સુધી પહોચી શકશો. કોરોના વાયરસ સંક્રમણની મહામારીને લઈને સજાગ રહો, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી ઇન્ફેકશનને લઈને સજાગ રહો. ઘરના બાળકોની સંગત પર ધ્યાન આપો ક્યાંક એવું ના થયા કે આપની પીઠ પાછળ કોઈ મોટી વાત બની જાય અને આપને ખબર પણ ના પડે. પ્રેમમાં શંકાને સ્થાન ના આપો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio Horoscope):

વૃશ્ચિક રાશિ ધરાવતા જાતકો માટે ઓગસ્ટ મહિનો સકારાત્મક ઉર્જાની ઉણપ વધારે રહેશે, એટલા માટે આપને સલાહ છે કે, કર્મક્ષેત્રમાં એનો સદુપયોગ કરતા રહો. ઓફીસ તરફથી ટુર પર જવું પડી શકે છે. વેપારી વર્ગએ પોતાના કર્મચારીઓ પ્રત્યે સારો વ્યવહાર રાખવાનો રહેશે, તો ત્યાં જ તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૧ બાદ ઉપહાર કે પછી ભેટ પણ આપવી જોઈએ કેમ કે, વર્તમાનમાં એમની શુભકામનાઓ આપના
માટે લાભદાયક સાબિત થશે. યુવાઓને પોતાને અપડેટ કરવા માટે વિચાર કરવો જોઈએ. સ્વાસ્થ્યને લઈને આ વખતે બેસવાની પદ્ધતિનું ધ્યાન રાખવાનું છે પીઠનો દુઃખાવો અને કમરનો દુઃખાવો થઈ શકે છે. ઘર સંબંધિત કોઈ વસ્તુ ખરીવા કે પછી બદલવાનું વિચારી રહ્યા છો તો એના માટે સમય યોગ્ય છે. પ્રેમી યુગલએ એકબીજા પર વિશ્વાસ રાખવો.

ધનુ રાશિફળ (Sagittarius Horoscope):

ધનુ રાશિ ધરાવતા જાતકોને ઓગસ્ટ મહિનામાં તમામ આયોમોમાં પૂરી ઈમાનદારીની સાથે કાર્ય કરવાના રહેશે. જુનું લેવામાં આવેલ ઋણ પણ ચૂકવવાનો સમય છે, ત્યાં જ બીજી બાજુ લોન લેવાથી બચવું જોઈએ. ઓફિસમાં આપના ઉચ્ચ અધિકારીઓ તરફથી આપને મદદ મળી શકે છે સાથેના કોઈ વરિષ્ઠની સલાહ આપના માટે લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કોસ્મેટીકના વેપારમાં લાભ થશે અને તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી એને વધારવા પર ધ્યાન આપવું જોઈએ. સ્વાસ્થ્યમાં આ વખતે વાળ સાથે સંબંધિત કોઈ ઇન્ફેકશન કે પછી હેર ફોલ થઈ શકે છે, એવામાં ડોક્ટરનો તરત સંપર્ક કરો એને બિલકુલ નજરઅંદાજ કરવાથી બચવું. જીવનસાથીની સાથે સમય પસાર કરો. ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. પ્રેમ સંબંધથી જોડાયેલ વ્યક્તિઓ એકબીજાને વધારે સમય આપે.

મકર રાશિફળ (Capricorn Horoscope):

મકર રાશિ ધરાવતા જાતકો માટે ઓગસ્ટ મહિનો ધન સંચય તરફ ધ્યાન આપવું જોઈએ, તો ત્યાં જ વાણી પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે, એવું ના થાય કે કોઈના ભલાની વાત પણ આપ કડવાશથી બોલી જાવ. પ્રાઈવેટ સેક્ટર સાથે જોડાયેલ લોકો માટે આ સમય સારો છે, કાર્યને ટેકનોલોજીની મદદથી વધારે સારી રીતે કરવાના પ્રયત્નો કરો. લાકડાના વેપારમાં નફો થઈ શકે છે, જો વેપારમાં આર્થિક તંગી આવે છે તો આ મહિનામાં એમાં વધારો થવાની પૂરી શક્યતા બની રહી છે. સ્વાસ્થ્યમાં આપે આપના ખાન- પાનનું ધ્યાન રાખવાનું રહેશે. શક્ય હોય તો પોષક તત્વ ધરાવતા જ ખાદ્ય પદાર્થનું સેવન કરો. ઘરમાં સુખ- સુવિધાઓમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. પ્રેમ સંબંધમાં ચાલી રહેલ લોકો પરિવારની સાથે સંબંધની વાત કરી શકે છે.

કુંભ રાશિફળ (Aquarius Horoscope):

કુંભ રાશિ ધરાવતા જાતકો માટે ઓગસ્ટ મહિના દરમિયાન પોતાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખવાની છે, તો ત્યાં જ બીજી બાજુ વધારે ક્રોધની સ્થિતિથી બચીને રહેવાનું છે. ઓફિસમાં બોસનો પૂરો સપોર્ટ મળશે સાથે જ કાર્યને પૂરું કરવામાં આપના સહયોગી પણ આપનો સાથ આપશે. મોટા વેપાર સાથે સંબંધિત લોકોને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે, સાથે જ તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ પછી સરકારી કામકાજમાં સતર્ક નજર બનાવી રાખવાની રહેશે નહિતર આપ તણાવના અક્રને પોતાના વેપારમાં ધ્યાન નહી આપી શકો. યુવાનોને સારા અવસર મળશે, પરંતુ જવાબદારીઓનો ભાર પણ વધશે. સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ડાયટ લો. જેમ કે, મલ્ટીગ્રેન લોટની રોટલી, ફળ, ઓટ્સ, ઓછા મસાલેદાર શાકભાજી. પરિવારની સાથે સમય પસાર કરવાના અવસર ઓછા મળશે. નવા પ્રેમ સંબંધ બનશે.

મીન રાશિફળ (Pisces Horoscope):

મીન રાશિ ધરાવતા જાતકો માટે ઓગસ્ટ મહિના દરમિયાન સક્રિય રહેવાની સલાહ આપવામાં આવે છે આ સાથે જ પોતાના કરિયર પર પણ ધ્યાન આપવું જોઈએ. પૈસા અને કોઈપણ પ્રકારના રોકાણ સંબંધિત પ્લાનિંગ આપને આ મહિનામાં ફરીથી કરવાનું રહેશે. ઓફિસમાં જો આપની મહિલા બોસ છે તો તે આપના કાર્યથી ખુશ થઈને આપને પ્રમોશન કે પછી આપની સેલેરી પણ વધારી શકે છે. ત્યાં જ
બીજી બાજુ પોતાની મહિલા સહયોગીઓનું સમ્માન કરો કેમ કે, એમની શુભકામનાઓ આપના માટે લાભકારક સાબિત થશે. શિક્ષા સાથે સંબંધિત વેપારીઓને લાભ મળવાની સંભાવના છે. પાણી વધારે પ્રમાણમાં પીવું. વૃદ્ધ મહિલા અતિથીના રૂપમાં ઘરે આવી શકે છે. પ્રેમી યુગલએ પરસ્પર શબ્દોની ગરિમાને ધ્યાન આપો.