વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વર્ષે પણ નહીં યોજાય, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે રદ કરાયો

થોડા દિવસો પહેલા સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટનો પ્રખ્યાત લોકમેળો પણ આ વર્ષે નહીં યોજાય. કોરોનાના પગલે સતત બીજા વર્ષે આ મેળો રદ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સામે આવ્યું છે કે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો બીજા વર્ષે પણ બંધ રહેશે, ગત વર્ષે કોરોના મહામારીને પગલે લોકડાઉન જેવી સ્થિતિમાં મેળા તેમજ ધાર્મિક જમાવળાઓ પર પ્રતિબંદ મુકવામાં આવ્યો હતો પરતું આ વખતે પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે તરણેતરનો મેળો બંધ રાખવામાં આવશે.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો જિલ્લા પ્રસાશને આ મેળો આ વર્ષે પણ ન યોજવા માટેનો નિર્ણય લીધો છે મંદિરમાં માત્ર ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવા માટેની જ પરમિશન આપવામાં આવી છે. આ વર્ષે પણ શ્રાવણમાસમાં યોજાતા લોકમેળાનું વિષેશ મહત્વ છે સૌરાષ્ટમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. જેમાં તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ માનવામાં આવે છે પરતું કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજકોટ, જામનગર અને પોરબંદર બાદ સુરેન્દ્રનગરમાં પણ મેળા યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે આ નિર્યણ બાદ લોકોમાં ભારે હતાશા વ્યાપી ગઈ છે.

image source

તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે. જો તરણેતરના મેળા વિશે વાત કરીએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે.

image source

આ સાથે જ માહિતી મળી રહી છે કે અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.

image source

તરણેતર એ એક સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે. તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. તરણેતર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.