અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ આ દિવસે આવશે સિનેમાઘરોમાં, રિલીઝ ડેટ આવી સામે
અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તીની ફિલ્મ ચહેરેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પહેલા આ ફિલ્મ એપ્રિલમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પણ કોરોના મહામારીના કારણે એને પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને એ ખુશખબરી આપી છે.
અમિતાભ બચ્ચને એક વિડીયો શેર કર્યો છે. જેમાં એ કહે છે કે જો તમારામાંથી કોઈએ કોઈ અપરાધ કે જુલમ કર્યો હોય તો અહીંયાથી જરા સાચવીને પસાર થજો. કારણ કે આ ખેલ તમારી સાથે પણ રમાઈ શકે છે.
રિલીઝ ડેટ આવી સામે.
અમિતાભ બચ્ચને આ વીડિયો શેર કરતા લખ્યું છે કે સાવધાન. તમને ચેતવણી આપવામાં આવી રહી છે. આ ગેમને ફેસ કરવા માટે તૈયાર થઈ જાઓ. કારણ કે આ આરોપ તમારી પર પણ લાગી શકે છે. ચહેરે તમારા નજીકના સિનેમાઘરોમાં 27 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ વીડિયો પર ઘણા બધા લાઇક્સ અને કમેન્ટ્સ આવી ચુક્યા છે.
પ્રોડ્યુસરે કહી આ વાત.
ચહેરેના પ્રોડ્યુસર આનંદ પંડિતે ફિલ્મના સિનેમાઘરોમાં રિલીઝ થવા પર કહ્યું છે કે મારા દિમાગમાં કોઈ ડાઉટ નહોતો કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચહેરે મોટા પડદા પર એક અલગ છાપ છોડવાની છે. હું સિનેમાઘરોમાં બ્લોકબસ્ટર ફિલ્મો જોઈને મોટો થયો છું અને મિસ્ટર બચ્ચનને મોટા પડદા પર લાવવા મારા પ્રોડક્શન હાઉસ માટે શાનદાર વાત છે.
રૂમી જાફરીએ ખુશી વ્યક્ત કરી.
ડાયરેકટર રૂમી જાફરીએ કહ્યું કે હું એક્સાઇટેડ છું કારણ કે અમારી ફિલ્મ સીનેમાઘરમાં રિલીઝ થઈ રહી છે કારણ કે એને જે રીતે શૂટ કરવામાં આવી છે અને એનું પોસ્ટ પ્રોડક્શન કરવામાં આવ્યું છે જેને ફક્ત મોટા પડદા પર મહેસુસ કરી શકાય છે. સાથે જ હું ઓડિયન્સને વિશ્વાસ અપાવું છું કે અમિતાભ જી અને ઇમરાન હસમીને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા ખૂબ જ ઉમદા હશે.
તમને જણાવી દઈએ કે ચહેરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસમીની સાથે રિયા ચક્રવર્તી પણ દેખાવાની છે. ટ્રેલરમાં એમની એક ઝલક જોવા મળી હતી.