પ્રદર્શનકારી ખેડૂતોની મદદે આવ્યો દિલજીત દોસાંજ, કરી એટલી મોટી મદદ કે…જે જાણીને તમે પણ થઇ જશો એના ફેન

પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોને ઠંડીથી બચાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ નાણાંથી ખેડુતોને ગરમ વસ્ત્રો આપવામાં આવશે. ઠંડીની સિઝનમાં પંજાબના ખેડુતો અને વડીલો સિંધુ બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. એવામાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને દિલજીતે આ પગલું ભર્યું છે. આ વાતનો ખુલાસો પંજાબી ગાયિક સિંઘાએ એક વીડિયો શેર કરીને કર્યો છે. સાથે તેમણે દિલજીતનાં આ યોગદાન બદલ આભાર પણ માન્યો છે.

દિલજીત દોસાંઝનો ખૂબ ખૂબ આભાર

image source

સિંઘાએ કહ્યું કે દિલજિતે આ મોટું દાન કર્યું છે અને તેણે તેને મોચી ડીલ કરવાની કોશીશ કરી નથી. તેમણે એમ પણ કહ્યું કે આ પૈસાથી ખેડૂત આંદોલનમાં જોડાનારા વડીલો માટે ગરમ કપડાં અને ધાબળા ખરીદવામાં આવ્યા છે. સિંહાએ સોશિયલ મીડિયા પર દિલજીત દોસાંજનો પણ આભાર માન્યો હતો. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “દિલજીત દોસાંઝનો ખૂબ ખૂબ આભાર.”

દિલજીત દોસાંઝ અને કંગનાનું ચાલી રહ્યું છે ટ્વિટર વોર

image source

તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંઝ આ દિવસોમાં કંગના સાથે તેના ટ્વિટર વોરને લઈને ચર્ચામાં છે. આ વોર ત્યારે શરૂ થયું જ્યારે કંગનાએ ખેડૂત આંદોલનમાં વૃદ્ધ મહિલાને શાહીન બાગવાળી દાદી કહેને બોલાવી અને કહ્યું કે તે કોઈપણ આંદોલનમાં 100 રૂપિયા લઈને પહોંચી જાય છે. દિલજીતને આ ગમ્યું નહીં અને તેણે મહિલાની વાસ્તવિક ઓળખ જાહેર કરી અને કંગનાને ઠપકો આપ્યો.

એક ટ્વીટ કરીને તેમની ઉપર વળતો પ્રહાર કર્યો

image source

દિલજીતે કહ્યું કે એક મહિલા તરીકે તમે અમારી માતાને આમ કેવી રીતે કહી શકો. કંગનાએ પણ દિલજીત દોસાંજની વાતનો જવાબ આપ્યો હતો. જોકે, દિલજિતે પોતાનો મુદ્દો સાફ રાખ્યો અને કંગના પર એક બાદ એક ટ્વીટ કરીને તેમની ઉપર વળતો પ્રહાર કર્યો, જેના કારણે અભિનેત્રીની બોલતી બંધ થઈ ગઈ. દિલજીત સોશિયલ મીડિયા પર આ સમયે હીરો બની ગયો છે. તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને તેને ફોલોઅર્સમાં ઘણો વધારો થઈ રહ્યો છે.

દિલજીતનાં 4 લાખ ફોલોઅર્સ વધી ગયા

image source

એક અહેવાલ મુજબ આ વોર પછી દિલજીતનાં 4 લાખ ફોલોઅર્સ વધી ગયા છે. દિલજિતના હવે 4.3 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. બુધવાર પછીથી દિલજિતના ફોલોઅર્સમાં ઝડપથી વધારો થવા લાગ્યો છે. જો કે બીજી તરફ કંગના સામે કાનૂની કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમને ‘ખેડૂત માતા’નું અપમાન કરવા બદલ અકાલી દળ તરફથી નોટિસ પણ મળી છે.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત